એક્સેસરીઝ:વરસાદમાં મોંઘાદાટ ફોનને બચાવતી ‘મસ્ટ એક્સેસરીઝ

16 દિવસ પહેલાલેખક: આસ્થા અંતાણી
  • કૉપી લિંક

હાલમાં આખા ભારતમાં ચોમાસું જામ્યું છે. આ સંજોગોમાં જો થોડી પણ બેદરકારી દાખવવામાં આવે તો મોંઘોદાટ ફોન વરસાદના પાણીના કારણે બગડી શકે છે. જો તમારે તમારા એક્સપેન્સિવ સ્માર્ટફોનને વરસાદથી બચાવવાનો હોય તો કેટલીક ખાસ એક્સેસરી અથવા તો કાગળ અને પોલીબેગનો ઉપયોગ કરી શકો છો. આ એક્સેસરી એટલી મોંઘી પણ નથી હોતી પણ એમાં અનેક ક્રિએટિવ વિકલ્પો ઉપલબ્ધ છે. આ એક્સેસરીઝ ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને વિકલ્પમાં મળે છે. આમાં સ્માર્ટફોન પાઉચ સહિત બીજી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. Â ઝિપ લોક બેગ આ ઝિપ લોક બેગ ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારના માર્કેટમાં મળી આવે છે. વરસાદ દરમિયાન ફોનને સુરશ્રિત રાખવા માટે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. સામાન્ય રીત આ કામ માટે લોકો પોલીથિનનો ઉપયોગ કરતા હોય છે પણ એના કરતા ઝિપ લોક બેગ વધારે સુરક્ષિત અને સ્ટાઇલિશ વિકલ્પ છે. જો આ ઝિપ લોક બેગમાં સિલિકાની હાજરી હોય તો એનાથી ભેજનું પણ સારી રીતે શોષણ થાય છે અને ફોનને ભેજવાળા વાતાવરણથી રક્ષણ મળે છે. Â વોટરપ્રૂફ કવર વરસાદથી ફોનને બચાવવો હોય તો માર્કેટમાંથી વોટર પ્રૂફ કવર ખરીદી શકો છો. આ કવરની કિંમત 100 રૂપિયા કરતા પણ ઓછી હોય છે. વરસાદ દરમિયાન આ કવરમાં ફોનને સલામત રીતે રાખી શકો છો અને આવી રહેલા કોલ, મેસેજ અને નોટિફિકેશિન વગેરે પણ જોઇ શકો છો. Â બ્લૂટૂથ ઇયરફોન જો તમારે ફોનનું વધારે કામ રહેતું હોય તો ચોમાસામાં બ્લૂટૂથ ઇયરફોનનો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે. આના કારણે ભર વરસાદમાં પણ ફોન પર સરળતાથી વાત કરી શકાય છે. આનાથી મોંઘો ફોન સુરક્ષિત રહેશે. તમે માર્કેટમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે સારી ગુણવત્તાવાળા બ્લૂટૂથ ઇયરફોન ખરીદી શકો છો. Â વોટરપ્રૂફ કેસ ચોમાસામાં ઘણી વખત સેફ્ટી બાદ પણ ફોન પાણીમાં પડી જાય છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે યુઝરની પાસે એક એવું સ્માર્ટ કવર હોય જે ફોનને વોટરપ્રૂફ બનાવે. વોટરપ્રૂફ કેસ પણ હાર્ડ કેસ અને સોફ્ટ કેસમાં આવે છે. આ કેસમાં સ્માર્ટફોનનો ઉપયોગ સરળતાથી થઈ શકે છે. ફોનના તમામ પ્રકારના બટન, કંટ્રોલ અને બીજા પાર્ટ માટે તેમાં એક્સેસ હોય છે. તે વોટરપ્રૂફ હોવાની સાથે શોકપ્રૂફ અને ડસ્ટપ્રૂફ પણ હોય છે.

અન્ય સમાચારો પણ છે...