તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસથાળ:મોંમાં પાણી લાવી દેતાં શિયાળુ શાક અને અથાણાંં

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શિયાળામાં અનેકવિધ શાક મળતા હોય છે. કેટલાક શાક અને અથાણાં એવા હોય છે જે આ સિઝનમાં મળતી તાજી શાકભાજીમાંથી બનાવવામાં આવે તો એનો સ્વાદ દાઢે વળગે એવો અનોખો હોય છે...

- બિંદિયા ભોજક

આંબા હળદર- લીંબુનું અથાણુંં સામગ્રી : સમારેલી આંબા હળદર-2 થી 3 ચમચી, આથેલા લીંબુ-2 નંગ, કાશ્મીરી લાલ મરચું પાઉડર-અડધી ચમચી, મીઠું- સ્વાદમુજબ, વરીયાળી-અડધી ચમચી, ગોળ-અડધો કપ રીત : આંબા હળદર અને લીંબુનું આ ગોળવાળું અથાણુંં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એક વાસણમાં આંબા હળદર, ગોળ, લીંબુ અને બધો મસાલો લઈ બરાબર મિશ્ર કરી લેવું. ચમચા વડે ગોળ ઓગાળતા જવો. જો લીંબુ આથેલા ન હોય તો હળદર અને મીઠું નાખી ને કૂકરમાં 2 સીટી વગાડી અગાઉથી બાફી લેવાં. ગોળ ઓગળી જાય અને મસાલો એકરસ થઇ જાય એટલે કાચની બરણીમાં ભરી દો. શિયાળુ સ્પેશિયલ આંબા હળદર લીંબુ અથાણાંની મજા જમવા સાથે માણો.

મિક્સ વેજીટેબલ અથાણું અથાણાં ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કેટલાંક અથાણાંં ફક્ત શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે અલગ-અલગ પ્રકારનાં શાકભાજીમાંથી બનાવાય છે અને થોડા દિવસ માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે. તાજા અથાણાં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાનો સ્વાદ અનેકગણો વધારે છે. આ મિક્સ વેજીટેબલ અથાણુંં તીખું, ખાટું અને સ્વાદથી ભરપૂર અથાણું છે જે દરેક વયની વ્યક્તિને ભાવે છે. સામગ્રી : વટાણા-1 કપ,ફણસી-1 કપ, ગાજર-1 કપ, ફ્લાવર-અડધ કપ, તેલ-4 ચમચી, રાઈ-અડધી ચમચી, હિંગ-પા ચમચી, લીલા મરચાં-4 નંગ, વિનેગર-અડધો કપ, હળદર-અડધી ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, રાઈના કુરિયાં-2 ચમચી, મીઠું-1 ચમચી રીત : બધાં શાકભાજીને ઊકળતાં પાણીમાં ચારથી પાંચ મિનિટ માટે બાફી લેવાં. શાકભાજી વધારે બફાઇ ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. શાકભાજી ક્રિસ્પ રહેવાં જોઈએ. પાણી નિતારી એક કિચન ટોવેલ પર શાકભાજી પાથરીને ત્રણથી ચાર કલાક માટે સૂકાવા દેવાં. તેલ ગરમ કરી એમાં રાઈ ઉમેરવી. રાઈ તતડે એટલે તેમાં હિંગ, લાંબા કાપેલાં લીલા મરચાં ઉમેરવાં. વિનેગર ઉમેરી એક ઊભરો આવે એટલે ગેસ બંધ કરી દેવો. મિશ્રણને થોડું હૂંફાળું થવા દેવું. એક વાસણમાં બધાં શાકભાજીની ઉપર હળદર, લાલ મરચું, રાયના કુરિયાં અને મીઠું ઉમેરી તૈયાર કરેલો વઘાર રેડવો. બરાબર હલાવીને ઢાંકીને અથાણાંને આઠથી દસ કલાક માટે રહેવા દેવું. દર બેથી ત્રણ કલાકે હલાવતાં રહેવું. સ્વાદ પ્રમાણે મીઠા અને મરચાનું પ્રમાણ વધારી શકાય. આ અથાણુંં ફ્રિજમાં એરટાઈટ કન્ટેનરમાં બે અઠવાડિયાં માટે સ્ટોર કરી શકાય છે.

સરસવનું શાક સામગ્રી : સરસવની ભાજી-1 ઝૂડી, પાલકની ભાજી-1 ઝૂડી, મેથી ભાજી-1 કપ, મૂળાનાં પાન-1 કપ, દેશી ગાયનું ઘી-2 ચમચી, ઝીણી સમારેલી ડુંગળી-1 નંગ, આદું-મરચાની પેસ્ટ-1 ચમચી, સમારેલું લસણ-1 ચમચી, હળદર-પા ચમચી, ધાણાજીરું પાઉડર-1 ચમચી, ગરમ મસાલો-પા ચમચી, મકાઈનો લોટ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, બેકિંગ સોડા-ચપટી રીત : એક વાસણમાં બધી ભાજી ડૂબે એટલું પાણી ઉકાળવું. તેમાં મીઠું અને ચમચી બેકિંગ સોડા નાખી બધી ભાજી 2થી 3 મિનિટ બાફવી. ભાજીને મિક્સરમાં નાખી પેસ્ટ બનાવવી. એક કડાઈમાં ઘી ઉમેરી તેમાં હિંગ નાખી, ડુંગળી ને સાંતળી લો. 1 મિનિટ પછી લસણ અને આદુંં-મરચાંની પેસ્ટ નાખી બરાબર હલાવો. બધું બરાબર ચડી જાય એટલે તેમાં હળદર ઉમેરી ભાજીની પેસ્ટ નાખી દો. ધાણાજીરું પાઉડર, મકાઈનો લોટ અને ગરમ મસાલો ઉમેરી હલાવો. ધીમા તાપે હલાવતાં રહો જ્યાં સુધી ઘી ના છૂટી જાય. તૈયાર છે શાક.

મિક્સ વેજ તવા સબ્જી સામગ્રી : મસાલો બનાવવા માટે ક્રશ કરેલ શિંગદાણા- 2 ચમચી, ચણાનો લોટ-1 ચમચી, ધાણાજીરું-3 ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, હળદર-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, આદુંં, મરચાં અને લસણની પેસ્ટ-૩ ચમચી, કોથમીર-અડધો કપ સબ્જી બનાવવા માટે તેલ-2 ચમચા, ટામેટા-ડુંગળીની પેસ્ટ-1 કપ, હિંગ-ચપટી, હળદર-1 ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, મિક્સ શાકભાજી- બટાકા, ડુંગળી, ભીંડા, સરગવાની શિંગ, રીંગણ, પરવળ રીત : મસાલો બનાવવા માટે એક બાઉલમાં શિંગદાણા, આદુંં મરચાં લસણની પેસ્ટ અને બધા મસાલા મિક્સ કરવા. બટાકા, ભીંડા, સરગવાની શિંગ, રીંગણ અને પરવળ બધાં શાકની અંદર મસાલો ભરી લો. પછી બધા શાકને સ્ટીમરમાં બાફવા. તવા પર તેલ ગરમ કરી તેમાં ડુંગળી ટામેટાની ગ્રેવી ઉમેરી સાંતળો. તેલ અલગ પડે એટલે તેમાં બધા મસાલા ઉમેરવા. છેલ્લે બાફેલાં શાક ઉમેરો. 10 મિનિટ સુધી તવા પર શેકાવા દો. જેથી તેલ અને મસાલા શાકભાજીમાં યોગ્ય ચડી જાય. આ શાક ને જુવાર બાજરીના રોટલા અથવા રોટલી સાથે પીરસો.તવા સબ્જી એક પરંપરાગત કાઠિયાવાડી શાક છે એટલે તેમાં લસણ મરચું અને તેલ આગળ પડતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો