પહેલું સુખ તે...:માતાઓ, ફિટનેસ પર ધ્યાન આપવું એ સ્વાર્થીપણું તો નથી જ...

સપના વ્યાસ, વેઇટ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારના દરેક સભ્યનું ધ્યાન રાખવામાં અને તેમની તમામ ઇચ્છાઓ પૂરી કરવામાં માતાઓ ક્યારેક પોતાની જાતની અને જરૂરિયાતોની અવગણના કરવા લાગે છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોવા છતાં માતાઓ આ વાતનું ધ્યાન કેમ નથી રાખતી?

અત્યારના રોજિંદા જીવનમાં પુરુષ અને સ્ત્રી બંને અત્યંત વ્યસ્ત છે...પણ સૌથી બિઝી છે મોર્ડન-ડે મોમ. માતાઓ દિવસનો મોટો સમય બાળકો સાથે પસાર કરે છે, તેમને ક્લિન રાખવા માટે જહેમત કરે છે, તેમને જમાડે છે, તેમની સાથે રમે છે અને તેમને આખો દિવસ વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખે છે. જો તમે વર્કિંગ મધર હો તો તમારું જીવન વધારે જ વ્યસ્ત હશે. વ્યસ્ત માતાઓ તેમનાં શેડ્યુલમાંથી સૌથી પહેલાં એક્સરસાઇઝ રૂટિનની બાદબાકી કરે છે કારણ કે તેમના માટે એ માટે સમય જ નથી હોતો. Â માતાઓ માટે ફિટ રહેવું શું કામ જરૂરી? પરિવારના દરેક સભ્યનું ધ્યાન રાખવામાં અને તેમની તમામ ઇચ્છાઓ પૂરી કરવામાં માતાઓ ક્યારેક પોતાની જાતની અને જરૂરિયાતોની અવગણના કરવા લાગે છે. આપણને બધાને ફિટનેસનું મહત્ત્વ ખબર છે અને આપણે બાળકોને પણ તેમનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે અને ફિટ રહેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આટલી જાગૃતિ હોવા છતાં માતાઓ આ વાતનું ધ્યાન કેમ નથી રાખતી? જીવનશૈલીમાં ફિટનેસને સ્થાન આપવાથી વજન તો ઘટે જ છે પણ બીજા અનેક ફાયદા થાય છે. તમે વધારે મજબૂત, ઉત્સાહી અને જીવનઊર્જાથી સભર બનશો. Â ફિટ મોમ હોવાના ફાયદા 1. તમે તમારા બાળકો માટે રોલ મોડલ બનશો માતા બાળકોને હેલ્ધી ભોજન કરવા માટે અને ફિટ રહેવા માટે પ્રોત્સાહન આપતી હોય છે પણ એ યાદ રાખો કે બાળકો હંમેશાં માતા-પિતાની આદતો અને વર્તનનું અનુકરણ કરતાં હોય છે. તેમની નાનકડી આંખો હંમેશાં આસપાસની હિલચાલનું અવલોકન કરતી હોય છે. જો માતા તેનાં ફિટનેસ શેડ્યુલનું સારી રીતે પાલન કરતી હશે તો બાળકનાં ભવિષ્ય પર ચોક્કસ રીતે એની હકારાત્મક અસર થશે અને તે ફિટનેસ માટે સજાગ બનશે. 2. એન્ડોર્ફિનનું સ્તર વધારે આખો દિવસ બાળકોની સંભાળ રાખવાનું કામ અત્યંત સ્ટ્રેસફુલ હોય છે અને બહુ જલ્દી આ સ્ટ્રેસની અસર રોજબરોજનાં જીવનમાં દેખાવા લાગે છે. આ સમયે એન્ડોર્ફિનનો રોલ મહત્ત્વનો સાબિત થાય છે. આ મોર્ફિન જેવું કેમિકલ છે અને વ્યક્તિ જ્યારે એક્સરસાઇઝ કરે છે ત્યારે શરીરમાં કુદરતી રીતે એનું ઉત્પાદન થાય છે. આ કેમિકલની હાજરીને કારણે દુખાવો ઓછો થાય છે અને પોઝિટિવ ફિલિંગ અનુભવાય છે. 3. બાળકોની ઊર્જા સાથે તાલ મેળવી શકશો બાળકો બહુ ઊર્જાવાન હોય છે અને આખો દિવસ તમે એની સંભાળ પાછળ દોડીદોડીને અડધા થઇ જશો. તમે તમારા દૈનિક રૂટિનમાં ફિટનેસનો સમાવેશ કરશો તો તમારું બાળક ગમે તેટલું ઊર્જાવાન હશે, તમે એની સાથે સારી રીતે તાલ મેળવી શકશો અને તેની સાથે સારી રીતે રમી શકશો. 4. બ્રેક લેવાની તક જ્યારે તમે એક્સરસાઇઝ કરો છો ત્યારે તમે જાતની કાળજી લેવાની કોઇ પ્રવૃત્તિ કરો છો. જ્યારે તમારો આખો દિવસ અનેક જવાબદારીઓને ન્યાય આપવામાં જાય છે ત્યારે એક્સરસાઇઝ શેડ્યુલ દરમિયાન માતાને જાતને નાનકડો બ્રેક લેવાની તક મળે છે જે એના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. 5. એક્સરસાઇઝ કરે છે સ્ટ્રેસમાં ઘટાડો એક્સરસાઇઝ કરવાથી માતાનાં જીવનમાં કામને લગતા ઇશ્યૂઝ કે બીજા પડકારોને લીધે અનુભવાતા સ્ટ્રેસને સદંતર દૂર નથી કરી શકાતો પણ નિયમિત એક્સરસાઇઝ કરવાથી સ્ટ્રેસનાં સ્તરમાં ઘટાડો ચોક્કસ થઇ શકે છે. નિયમિત એક્સરસાઇઝ કરવાથી વ્યસ્ત દિવસનો સામનો કરવાનો કરવાનું પ્રમાણમાં સરળ બની જાય છે. 6. વધારે એનર્જી અનુભવાય છે નિયમિત એક્સરસાઇઝ કરવાથી એનર્જી લેવલમાં વધારો થાય છે. જો તમને એમ લાગે છે કે તમારી તમામ એનર્જી બાળકોની સારસંભાળ લેવામાં જ પૂરી થઇ જાય છે તો નિયમિત એક્સરસાઇઝ કરવી જ જોઇએ. ફિટનેસ શેડ્યુલમાં નિયમિત એક્સરસાઇઝનો સમાવેશ કરવાથી તમને અહેસાસ થશે કે તમારા એનર્જીનાં સ્તરમાં સારો એવો વધારો થયો છે. આના કારણે તમે બાળકોનું ધ્યાન વધારે સારી રીતે રાખી શકશો અને બાળકોને ગમે એવી ફન એક્ટિવિટીમાં વધારે સક્રિયતાથી હિસ્સો લઇ શકશો. 7. સારી નિંદરમાં સહાયક નિયમિત એક્સરસાઇઝ સારી નિંદર લાવવામાં સહાયક સાબિત થાય છે.. અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ સુધી એક્સરસાઇઝ કરવાથી સારી નિંદર આવે છે. સ્વસ્થ મન, શરીર અને આત્મા માટે રાત્રે સારી નિંદર થાય એ જરૂરી છે. 8. કોન્ફિડન્સ અને સ્ટ્રેન્થમાં કરે વધારો એક માતાએ દરરોજ અનેક નવા પડકારોનો સામનો કરવો પડતો હોય છે. એક્સરસાઇઝ કરવાથી આત્મવિશ્વાસનો સંચાર થાય છે જે રોજબરોજના પડકારનો સામનો કરવામાં મદદ કરે છે. રોજનાં વ્યસ્ત શેડ્યુલમાં નિયમિત એક્સરસાઇઝ કરવાનું થોડું મુશ્કેલ હોય છે અને આ કારણે જ વ્યસ્ત શેડ્યુલમાંથી સૌથી પહેલાં એક્સરસાઇઝની જ બાદબાકી થાય છે. જોકે સ્વસ્થ ભવિષ્યનો વિચાર કરીને પ્લાનિંગ કરવામાં આવે તો સ્વાસ્થ્યને પ્રાયોરિટી આપી શકાય છે. જ્યારે માતા ખુશ અને સ્વસ્થ હશે ત્યારે પરિવાર પણ વધારે ખુશ રહી શકશે. આમ, પરિવારની ખુશી માટે માતાનું સ્વસ્થ રહેવું જરૂરી છે. contact@sapnavyas.com

અન્ય સમાચારો પણ છે...