તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમનોલોજી:માતાનું સમર્પણ અને મમ્મીની સ્વતંત્ર ઓળખ! ક્રાંતિકારી ઈવોલ્યૂશન

મેઘા જોશી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાનતાના ઓઠા હેઠળ માતા પાસેથી રાખતી અધધધ અપેક્ષા એની અંદરની એક સ્ત્રીને કેટલી અન્યાયકર્તા હતી એના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયેલું

એને શું પૂછવાનું,એને કઈ સમજ ના પડે. અમારે મમ્મીજીને બધું ચાલે.’ આમાંથી એક પણ શબ્દ અજાણ્યો લાગે છે? લાગે જ નહિ, કારણ કે આપણાં સૌનાં માતા સાથેના અનુભવ અને માતા તરીકેના અનુભવ લગભગ આ જ છે. જોકે આજની એટલેકે છેલ્લા એકાદ-બે દશકમાં માતૃત્વ પ્રાપ્ત કર્યું હોય તેવી સ્ત્રીને તમે જોશો અથવા એની સાથેના પરિવારના વ્યવહારની તપાસ કરશો તો ખ્યાલ આવશે કે ત્યાગ અને સમર્પણને જ સવોત્તમ સ્થાન આપતા આજ ભારતીય સમાજે માતાની અંદર સતત જીવતી સ્વતંત્ર સ્ત્રીનો સ્વીકાર પણ કર્યો છે અને તેનું સન્માન પણ જળવાય છે. આજની મમ્મી ઈચ્છા અને અનિચ્છાને ખુબ સરસ રીતે અભિવ્યક્ત કરી શકે છે. આજના પરિવાર પણ માતા બનેલ તે સ્ત્રીના નિર્ણયને શિરોમાન્ય ગણે છે. તમે કહેશો કે ના...ના... ફલાણા ગામ કે ફલાણા સમાજમાં તો આજે પણ સ્ત્રીને બૈરાની જાત કહીને ઉતારી પાડવામાં આવે છે. આપણે અહીં એક-બે ઉદાહરણ નહિ એક બૃહદ ચિત્ર તરીકે જોવું છે. આજે સાવ ગ્રામ્ય વિસ્તારની ઓછું ભણેલી કે પૂર્ણ નિરક્ષર મહિલા પણ સખી મંડળ કે અન્ય કોઈ પણ વિકલ્પ સાથે પગભર પણ થાય છે અને પરિવારનો દોર પણ સાંભળે છે. મજાની વાત એ જ છે કે, ટટ્ટાર ઉભી રહેલી મમ્મીઓ હવે ચર્ચાનો વિષય ઓછી બને છે. મમ્મીને શું ગમશે અથવા મમ્મીની હાજરીની દરેક બાબતમાં સન્માન સાથે જરૂરિયાત વર્તાય તે જરૂરી છે. મમ્મીની વ્યાખ્યા હવે તેનાં ચિંતનો, કવિતાઓ, રેસિપી, શોખ, વ્યવસાય વગેરે બાબતો સુધી પહોંચી શકી છે તેની ગૌરવપૂર્વક નોંધ લેવી જ જોઈએ. હવેની મમ્મી બહુ સરસ અને પહેલાંની માતા દુખિયારી એવી કોઈ વાત નથી. આપણી પાસે અહલ્યાબાઇ અને જીજાબાઈના પાવરફુલ ઉદાહરણ છે જ. મા તો મા છે, પરંતુ સમાજ અને પરિવારનો વ્યવહાર બદલાયો તે વધુ ઉલ્લેખનીય છે. મહાનતાના ઓઠા હેઠળ માતા પાસેથી રાખતી અધધધ અપેક્ષા એની અંદરની એક સ્ત્રીને કેટલી અન્યાયકર્તા હતી એના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયેલું. માતૃત્વ સાથે જોડાયેલ સંભાળનો પ્રશ્ન નથી,પરંતુ સ્વતંત્ર ઓળખ અને ઈચ્છા ખોઈ બેસતી માતા જીવનની સાંજે જયારે જાત સાથે એકલી પડે ત્યારે ક્યાંક છાના ખૂણે એને પોતાના ત્યાગ બદલ પસ્તાવો પણ થતો હશે. આ વખતે મધર ડે નિમિત્તે આપણે માત્ર એટલું જ કરી શકીએ કે ભૂતકાળમાં જયારે આપણાં ખાતર એક સ્ત્રીએ પોતાની જે કઈ મનોકામના અધૂરી રાખી હોય,એમાંની એક-બે પૂરી કરવાનો પણ પ્રયત્ન કરીએ તો બહુ છે. તમે તમારી મમ્મીને શું આપશો? meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...