તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સેસરીઝ:ચોમાસાની સ્ટાઇલિશ એક્સેસરી રંગબેરંગી રેઇન જેકેટ્સ

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં ગમે ત્યારે વરસાદ તૂટી પડવાની સંભાવના હોય ત્યારે લુકને રંગબેરંગી રેઇન જેકેટ્સની મદદથી બચાવી શકાય છે

ચોમાસામાં ગમે ત્યારે વરસાદ તૂટી પડવાની સંભાવના હોય ત્યારે તમારા સ્ટાઇલિશ આઉટફિટ અને લુકને રંગબેરંગી રેઇન જેકેટ્સની મદદથી બચાવી શકાય છે. આમ રેઇન જેકેટ્સ ચોમાસાની મહત્ત્વની સ્ટાઇલિશ એક્સેસરી છે. હાલમાં માર્કેટમાં આ રેઇન જેકેટ્સની અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે. }હુડીવાળું રેઇન જેકેટ : રેઇન જેકેટ અનેકવિધ કલર અને પેટર્નમાં મળે છે. યુવતીઓ પોતાના પોશાક અને ઇચ્છા અનુસાર રેઇન જેકેટની પસંદગી કરી શકે છે. હવે યુવતીઓ સીધાસાદા જેકેટને બદલે સ્ટાઇલિશ જેકેટ પસંદ કરવા લાગી છે. જેમાં હૂડી સાથે ફૂલ સ્લીવ્ઝનાં અને કમરથી થોડું ફિટિંગ ધરાવતાં અને લાંબા રેઇન જેકેટનો સમાવેશ થાય છે. ઘણી યુવતીઓ ક્રોપ ટોપ અને જીન્સ પર હૂડી ધરાવતાં રેઇન જેકેટ પર પસંદગી ઉતારે છે, જેની ફ્રન્ટમાં ક્રોસમાં બટન બંધ કરવાના આવે છે અને સાથે કમર પર બેલ્ટ પણ બાંધવાનો હોય છે. કોલેજ ગોઇંગ ગર્લ્સ એન્કલ લેન્થ જીન્સ કે જેગિંગ્સ સાથે શોર્ટ કુર્તી અથવા ટી-શર્ટ પહેરે ત્યારે તેના પર વરસાદમાં ભીંજાવાય નહીં તે માટે મોટાં બટન અને હૂડીવાળા જેકેટ પહેરે છે. }ફ્લોરલ પ્રિન્ટવાળું રેઇન જેકેટ : અત્યાર સુધી જેકેટમાં સિમ્પલ કલર જ મળતા હતા, પણ હવે પ્રિન્ટેડ રેઇન જેકેટ સાથે ફ્રન્ટમાં ફૂલોની ડિઝાઇન હોય તેવા અથવા આખા જેકેટમાં ફ્લોરલ ડિઝાઇન હોય એવા રેઇન જેકેટ પણ માર્કેટમાં મળે છે. ડ્રેસ સાથે મેચિંગ હોય એવા રંગનું ટ્રાન્સપરન્ટ ફ્લોરલ પ્રિન્ટનું રેઇન જેકેટ યુવતીઓમાં હોટ ફેવરિટ છે. આ ફ્લોરલ પ્રિન્ટમાં નિયોન રંગના શેડ્સ પર્સનાલિટીને બોલ્ડ અને બિનધાસ્ત લુક આપે છે. }કોટ સ્ટાઇલ રેઇન જેકેટ : ઘણી યુવતીઓને કોટ સ્ટાઇલના રેઇન જેકેટ પસંદ કરે છે, જેમાં અંદરની તરફ થર્મલનું અસ્તર લગાવેલું હોય છે. રેઇન જેકેટમાં જાતજાતની પેટર્ન પણ જોવા મળે છે. કોટ સ્ટાઇલ, રેઇન કોટ સ્ટાઇલ, ડબલ કોલર હોય એ પ્રકારનાં રેઇન જેકેટ પણ માર્કેટમાં મળે છે. આવાં અવનવી સ્ટાઇલ, ડિઝાઇન અને કલર્સ ધરાવતાં રેઇન જેકેટ પહેરીને આધુનિકા જ્યારે બહાર નીકળે ત્યારે લોકો પણ એને જોઇ રહે છે.

અન્ય સમાચારો પણ છે...