તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેશન:ચોમાસાનો ફેશન ફંડા શગવડતા અને સુંદરતા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં શોર્ટ આઉટફિટ ડિમાન્ડમાં રહે છે. ક્રોપ ટોપ

વરસાદની સિઝન શરૂ થઇ ગઈ છે. આ સિઝનમાં ગમે ત્યારે મેઘરાજા તમને ભીંજવી શકે છે. આ સંજોગોમાં ડ્રેસિંગ બહુ સમજી વિચારીને કરવું જોઇએ. જો થોડું ધ્યાન રાખવામાં આવે તો સ્ટાઇલિશ લાગવાની સાથે સાથે કમ્ફર્ટેબલ ફિલ કરી શકો છો. }સફેદ કપડાંને અલવિદા વરસાદની સિઝનમાં ગમે ત્યારે વરસાદમાં ભીંજાઇ જવાની શક્યતા રહે છે. સફેદ કપડાં ભીનાંં થાય તો પારદર્શક બની જાય છે. આવા પારદર્શક કપડાં પહેરવાથી તમને સહજ નહીં રહી શકો. આ કારણોસર ચોમાસામાં બને ત્યાં સુધી સફેદ રંગ પહેરવાનું ટાળવું જ જોઇએ. આ સિવાય જો તમારા કોટનના સફેદ રંગના ડ્રેસ કે શર્ટ પર કાદવના છાંટાં ઊડશે તો તમને નહીં ગમે. સફેદ રંગ પરથી કાદવના ડાઘ હટાવવાનું મુશ્કેલ બનશે. ઘેરા રંગનાં કપડાં પહેરવા માટે ચોમાસું સૌથી ઉત્તમ ગણાય. પાતળાં, સુતરાઉ કપડાં વરસાદમાં ચાલે નહીં અને તેથી આ ઋતુમાં નાયલોન, સિલ્ક અને બ્લેન્ડેડ કોટનના પોશાક વધારે સુવિધાજનક રહેશે. ક્રેપ અને શિફોનનાં કપડાં ભીનાં થતાં તેનો આકાર બદલાઇ જાય છે અને વજન પણ વધી જાય છે. }જીન્સ નથી યોગ્ય પસંદગી વરસાદની સિઝનમાં તમારા લાંબા-ઘેરવાળાં સ્કર્ટ અને આછા રંગનાં ટ્રાઉઝર્સને સંકેલીને મૂકી દો. ચોમાસામાં જીન્સ પહેરવું પણ પોસાય નહીં કારણ કે એ ભીનું થાય તો જલદી સૂકાતું નથી અને તેને લીધે તેમાંથી દુર્ગંધ આવવા માંડે છે તેથી આ બધાં કપડાં શિયાળામાં ફરી પહેરી શકાશે. લાંબા સ્કર્ટ, પલાઝો અને ટ્રાઉઝર ભીની જમીન સાથે ઘસાઇને ખરાબ થાય છે અને આખો દિવસ સમસ્યાનો સામનો કરવો પડે છે. ચોમાસા દરમિયાન રંગ ઊતરતો હોય એવા કપડાં ન પહેરો કારણ કે આવું કપડું ભીનું થશે તો તમે આખા એના રંગમાં રંગાઇ શકો છો. ચોમાસામાં શોર્ટ આઉટફિટ ડિમાન્ડમાં રહે છે. ક્રોપ ટોપ, શોર્ટ્સ અને સ્કર્ટ વરસાદમાં ખરાબ નથી થતાં. આને ફેશનેબલ લુક આપવા માટે એની સાથે કિમોનો સ્લીવ્ઝ કે પછી રેપ્સ જેવી સ્ટાઇલનું કોમ્બિનેશન કરી શકાય છે. }પરફેક્ટ પસંદગી આ સમયગાળા દરમિયાન ટોપ પર કપડાંનું જેકેટ, કોટ કે શ્રગ પહેરીને ફેશનેબલ લાગી શકાય છે. વળી, એ પહેરવાનો મોટો ફાયદો એ છે કે જો તમે થોડાક ભીનાંં થાઓ તો અંદરનાં કપડાં કોરાં જ રહે છે અને આ જેકેટને ઉતારીને સૂકવી પણ શકાય છે. જો તમે ભારતીય પરંપરાગત ડ્રેસિંગ જ કરતા હો તો સલવાર કે પટિયાલા પહેરવાનું ટાળવું જોઇએ. કુરતીની લંબાઇ થોડી નાની જ રાખવી અને એને લેગિગ્સ કે ચૂડીદાર સાથે પહેરી શકાય છે. ચોમાસામાં દુપટ્ટાને બદલે સ્કાર્ફ કે સ્ટૉલનો ઉપયોગ કરી શકાય છે. ફેશનેબલ માનુનીઓ ચોમાસામાં થોડા ઢીલાં આઉટફિટ્સ પહેરવાનું પસંદ કરે છે. આ સિઝનમાં પહેરવા માટે ફુલ સ્લીવ્ઝની જગ્યાએ હાફ સ્લીવ્ઝ, સ્લીવલેસ કે પછી ઓફ શોલ્ડર ડ્રેસ પહેરી શકાય છે. }બ્રાઇટ કલર પહેરવાનો સમય ચોમાસાની શરૂઆત થતા જ વાઇબ્રન્ટ રંગોની ડિમાન્ડ વધી જાય છે. મોટાભાગની મોન્સૂન ફેશનમાં બ્રાઇટ રંગ જ પસંદ કરાય છે. હાલમાં ચોમાસામાં બ્રાઇટ રંગ પહેરવાનો ટ્રેન્ડ છે અને મોનોક્રોમ પેટર્ન સૌથી વધુ લોકપ્રિય છે. ચેરી, ફ્રેશ રેડ, બ્લશ જેવા રંગો સાથે ગ્રે, બ્લૂ કે બેજ જેવા ન્યુટ્રલ રંગોનું કોમ્બિનેશનલ કરવામાં આવે છે. ચોમાસામાં પહેરવા માટે પીળો મોસ્ટ હેપનિંગ રંગ ગણાય છે જ્યારે સફેદ રંગ પહેરવાનું સદંતર ટાળવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...