સજાવટ:ઘરને સજાવે અવનવી POP ડિઝાઇન

13 દિવસ પહેલાલેખક: દિવ્યા દેસાઇ
  • કૉપી લિંક

ઘરની સજાવટમાં POPનો ઉપયોગ કરવાના ટ્રેન્ડમાં વધારો થયો છે. જો તમે ઘરના હોલની છતને રિનોેવેટ કરીને POPની મદદથી આકર્ષક લુક આપવા ઇચ્છતા હો તો એના માટે ડિઝાઇનિંગના એક કરતા વધારે વિકલ્પો ઉપલબ્ધ છે. આમાંથી તમે તમારી પસંદગીની સજાવટ કરી શકો છો. Â POP અને ક્રિસ્ટલ લાઇટિંગ POP છત વિવિધ આકારો અને કદમાં આવે છે. જો તમે તમારા ઘરના હોલ માટે સાદી અને મૂળભૂત POP ફોલ્સ સિલિંગ પસંદ કરી હોય તો તમે એમાં ક્રિસ્ટલ લાઇટિંગ ફિટ કરીને એને વધારે આકર્ષક બનાવી શકો છો. આ ક્રિસ્ટલ લાઇટિંગ છતની સુંદરતાને હાઇલાઇટ કરે છે. Â અર્ધ ગોળાકાર POP ડિઝાઇન જો તમારા ઘરમાં એક નાનો હોલ હોય અને તમે મર્યાદિત જગ્યામાં POP સીલિંગ કેવી રીતે બનાવવી એ વિશે કન્ફ્યૂઝ હો તો અર્ધ ગોળાકાર POP ડિઝાઇનની મદદ લઇ શકો છો. તમે આ ડેકોર માટે હોલના કોઈ પણ ખૂણાનો ઉપયોગ કરી શકો છો. જો તમે તમારા નાનકડા હોલને POP ડિઝાઇનની મદદથી ભવ્ય લુક આપવા ઇચ્છતા હો તો તમે વિવિધ આકારો, પેટર્ન અને રંગોનો કોમ્બિનેશન અપનાવી શકો છો. Â ફ્લોરલ POP ડિઝાઇન હોલની છત પર કરવામાં આવેલી ફ્લોરલ POP ડિઝાઇન છતને રોયલ લુક આપે છે. એની સાથે તમે અલગ અલગ લાઇટિંગનું કોમ્બિનેશન કરી શકો છો. ફ્લોરલ ડિઝાઇન અને નિયોન લીલો, પીળો, ગુલાબી અને નારંગી જેવા વિવિધ રંગોનો ઉપયોગ હોલને આકર્ષક લુક આપી શકે છે. નાના હોલ માટે અન્ય એક સરળ પણ અસરકારક સીલિંગ પીઓપી ડિઝાઇન ભવ્ય લાઇટ સ્ટ્રીપ્સનો ઉપયોગ કરે છે. Â લાઇટ સ્ટ્ર્ીપ્સ વિથ POP લાઇટ સ્ટ્રીપ્સ તમારા POP હોલની છતને ભવ્ય બનાવે છે. આ એક બહુ સામાન્ય ડેકોર સ્ટાઇલ છે. જો તમે ઘરની સજાવટમાં ઔદ્યોગિક અથવા કોર્પોરેટ વાઇબ ઉમેરવા ઇચ્છતા હો તો સાદી અને મોટા કદની LED પેનલ્સ અથવા શીટ્સને પસંદ કરી શકો છો. આ સિવાય તમે પેનલમાં LED લાઇટ ઇન્સ્ટોલ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...