તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસથાળ:દૂધી વધારે બુદ્ધિ...અવનવી વાનગીઓ

11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દૂધી એક સ્વાસ્થ્યવર્ધક શાક છે. એના સેવનથી વજન ઘટે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. જો થોડાક પ્રયાસો કરવામાં આવે તો દૂધીમાંથી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે

દૂધી-કોથમીર પકોડાં સામગ્રી : દૂધી-1 નંગ, મીઠું-સ્વાદ મુજબ, લાલ મરચું પાઉડર-2 ચમચી, હળદર-અડધી ચમચી, બેસન-2 કપ, ઘઉંનો જાડો લોટ-પા કપ, રવો-2 ચમચી, કોથમીર-1 કપ રીત : દૂધી ને છીણી તેમાં મીઠું, મરચું પાઉડર, હળદર મિક્સ કરો. કોથમીર અને બેસન ઉમેરી બધું જ હાથ વડે વ્યવસ્થિત મિક્સ કરી લેવું. જરૂરિયાત લાગે તો જ પાણી ઉમેરવું. તાત્કાલિક જ ગરમ તેલમાં તળી લેવાં. ચાટમસાલો છાંટીને ટોમેટો કેચપ સાથે પીરસો.

દૂધી કેરીનો છૂંદો સામગ્રી : દૂધીનું છીણ-1 કપ, કેરીની છીણ-અડધો કપ, મીઠું-સ્વાદ મુજબ, હળદર-અડધી ચમચી, હિંગ-ચપટી, ખાંડ-1 કપ, જીરું-અડધી ચમચી, તેલ-1 ચમચી રીત : એક પેનમાં તેલ લેવું. તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરવું. જીરું તતડે પછી તજનો ટુકડો, લવિંગ અને ત્યારબાદ હિંગ અને હળદર ઉમેરી તરત બંને છીણ ઉમેરવી. છીણ નરમ થાય એટલે મીઠું તથા ખાંડ ઉમેરી હલાવવું. ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી દેવો. ઠંડુ થાય એટલે ઉપયોગમાં લેવું. દૂધીનું શાક ઇન દહીં ગ્રેવી સામગ્રી : કુણી દૂધી-250 ગ્રામ, દહીં-1 કપ, હળદર પાઉડર-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ધાણાજીરુંં પાઉડર-2 ચમચી, ચાટ મસાલો-1 ચમચી, ચણાનો લોટ-2 ચમચી, લાલ મરચું પાઉડર-2 ચમચી, તેલ-જરૂર મુજબ, પાણી-જરૂર મુજબ, કોથમીર-સજાવટ માટે, જીરું-1 ચમચી,વરિયાળી-અડધી ચમચી, કિચન કિંગ મસાલો-1 ચમચી, લાંબી સમારેલી ડુંગળી-1 નંગ, લસણ પેસ્ટ-2 ચમચી, ટામેટાની ગ્રેવી-અડધો કપ રીત : સૌ પ્રથમ દૂધીને ગોળ કાપી લો. ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, મીઠું, હળદર, ધાણાજીરુંં પાઉડર, ચણાનો લોટ, ચાટ મસાલો, 2 ચમચી દહીં અને ખાંડ નાખી હળવા હાથે બધું મિક્સ કરી ઢાંકી દો. હવે નોનસ્ટિક તવામાં તેલ વડે મસાલો લગાવેલ દૂધીને શેકી લો. દૂધી શેકાઈ જાય એક પ્લેટમાં કાઢી બાજુમાં રહેવા દો. કડાઈમાં જીરું, વરિયાળી અને ચપટી હિંગ નાખી ડુંગળી ઉમેરો. ડુંગળીને ગોલ્ડન થવા દેવી. ત્યાર બાદ ટામેટાની ગ્રેવી ઉમેરી 5 મિનિટ માટે ચડવા દો. ધાણાજીરુંં પાઉડર, લાલ મરચું પાઉડર, કિચનકિંગ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને લસણની પેસ્ટ ઉમેરી 2-3 મિનિટ સતત સાંતળો. હવે તેમાં દૂધીના ટુકડા અને 2 કપ પાણી ઉમેરી ઢાંકી દેવું. 5-7 મિનિટ બાદ ગેસ પરથી નીચે ઉતારી દહીં અને કોથમીર ઉમેરી મિક્સ કરી ગરમાગરમ દહીંવાળું દૂધીનું શાક સર્વ કરો. દૂધી ખીર

સામગ્રી : દૂધી-250 ગ્રામ, ઘી-2 ચમચી, દૂધ-અડધો લિટર, પનીર-250 ગ્રામ, ખાંડ-2 કપ, કેસર-જરૂર મુજબ, બદામની કતરણ-2 થી 3 ચમચી, લીલો કલર-ચપટી રીત : એક કડાઈમાં ધીમા તાપે ઘી ગરમ કરો. તેમાં દૂધીનું છીણ સાંતળો. છીણ બરાબર શેકાઇ જાય એટલે દૂધ ઉમેરો. દૂધ ગરમ થાય એટલે ખાંડ ઉમેરી દેવી. દૂધ અડધું થઇ જાય એટલે પનીરને છીણી દૂધમાં નાખી દો. લીલો કલર નાખી બરાબર હલાવી ધીમા તાપે પાંચ મિનિટ ઊકળવા દો. હવે ઉપર કેસરના તાંતણા અને બદામની કતરણથી સજાવો અને સર્વ કરો.

દૂધીનાં દાળવડાં સામગ્રી : છીણેલી દૂધી - 500 ગ્રામ, સમારેલું લસણ - એક મોટી ચમચી, આદું - અડધી ચમચી, સમારેલાં લીલાં મરચાં - ચારથી પાંચ નંગ, સમારેલી કોથમીર, સમારેલો ફૂદીનો, ચાટ મસાલો - એક નાની ચમચી, બાફેલી તુવેરની દાળ - બે મોટી ચમચી, બાફેલી ચણાની દાળ - બે મોટી ચમચી, તેલ - એક મોટો ચમચો, ગરમ મસાલો - એક નાની ચમચી, બ્રેડક્રમ્સ - 1 બાઉલ, પલાળેલા સોયાબીન ગ્રેન્યુલ્સ - એક નાનું બાઉલ રીત : સૌપ્રથમ નોનસ્ટિક વાસણમાં તેલ ગરમ કરો. તેલાં આદું અને લસણને થોડીવાર સાંતળીને છીણેલી દૂધી ઉમેરો અને પછી એમાં ગરમ મસાલો, બાફેલી દાળ, સોયાબીન, ચાટ મસાલો, સમારેલી કોથમીર અને ફૂદીનો ઉમેરો. મિશ્રણને ધીમા તાપે પાંચ મિનિટ સુધી ચડવા દો. નીચે ઉતારી લઈ બ્રેડક્રમ્સ ભેળવો. ત્યાર બાદ એમાંથી વડા તૈયાર કરીને પ્રી હિટેડ ઓવનમાં 150 ડિગ્રી સેન્ટિગ્રેડ પર પાંચથી સાત મિનિટ રાંધો. દૂધીનાં દાળવડાં તૈયાર.

દૂધીનાં અપ્પમ સામગ્રી : દૂધી - 2, રવો - 1 મોટી વાટકી, દહીં - 1 વાટકી, સમારેલી કોથમીર, સમારેલાં લીલાં મરચાં - 4 નંગ, રાઇ - એક નાની ચમચી, અડદની દાળ - બે નાની ચમચી, તલ - એક નાની ચમચી, કાજુ - સાતથી આઠ નંગ, મીઠું અને મરચું - સ્વાદ પ્રમાણે રીત : દૂધીની છાલ ઉતારીને એનાં ટુકડા કરો. મિક્સરમાં દૂધીના ટુકડા, રવો, દહીં, લીલાં મરચાં અને ધાણા ઉમેરીને ક્રશ કરો. આ રીતે અપ્પમ માટેનું ખીરું તૈયાર થઇ જશે. હવે ખીરામાં તલ, રાઇ અને કાજુ નાખીને વઘાર કરો અને પછી સ્વાદ પ્રમાણે મીઠું અને મરચું નાખો. થોડો ઇનો નાખીને સરખી રીતે મિશ્ર કરો. અપ્પમ પેનમાં થોડું તેલ મૂકીને એમાં ખીરું પાથરો. એક તરફથી શેકાઇ જાય એટલે બીજી તરફ ફેરવી લો. બ્રાઉન રંગનાં થઇ જાય એટલે અપ્પમ બહાર કાઢીને મજા માણો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો