સેક્સ સેન્સ:તન-મનનો ભેજ ઇચ્છાઓ કરે તેજ

19 દિવસ પહેલાલેખક: મેધા પંડ્યા ભટ્ટ
  • કૉપી લિંક

જબ મેં બાદલ બન જાઉં, તુમ ભી બારિશिकक બન જાના જો કમ પડ જાયે સાસંે, તૂ મેરા દિલ બન જાના ઘણીવાર આ પ્રકારના વરસાદી ગીત કે આલ્બમ સાંભળીને પણ પ્રિયપાત્ર પ્રત્યે પ્રેમ થઇ જતો હોય છે. જ્યાં નારાજગી હોય તે દૂર થઇ જતી હોય છે. કેટલીકવાર ગીતો પણ બે વ્યક્તિને એકબીજાની નજીક લાવતા હોય છે. ચોમાસાની ઋતુ જ એટલી રોમેન્ટિક હોય છે કે બે વ્યક્તિ એકબીજાથી દૂર રહી જ નથી શકતી. વાદળમાંથી વરસાદ વરસવાની શરૂઆત થાય એની સાથે જ બે દિલોના તનમનમાં પણ વરસાદી બૂંદોનો ખળભળાટ થવા લાગે છે. બંને એકબીજા પર મૂશળધાર વરસવા માટે તૈયાર હોય છે અને જ્યારે આ વર્ષા થાય છે તે સમય બે પ્રિયપાત્ર માટે ક્યારેય ન ભૂલી શકાય તેવી યાદગીરીવાળો બની જાય છે. લગ્નજીવનના ત્રણ વર્ષ પસાર કરી ચૂકેલાં વર્ષા અને મેહુલનો ઓફિસનો સમય સરખો હતો. એક જ બિલ્ડિંગમાં બંને અલગ અલગ ઓફિસમાં નોકરી કરતાં હતાં. સાથે જ આવવાનું અને સાથે છૂટવાનું થતું, તેથી બંને સાથે એક જ બાઇક પર આવતા. વર્ષાને પ્રમોશન મળતા ઓફિસ તરફથી તેને કાર આપવામાં આવી. ધીમે ધીમે તેનો સમય પણ વધતો ગયો તો તે કાર લઇને ઓફિસે આવતી. મેહુલને એકલા બાઇક પર આવવું ગમતું નહોતું તો બીજી તરફ વર્ષા પણ મેહુલનો સાથ મિસ કરતી. એક દિવસ બંને સાંજે સાથે જ છૂટ્યાં. અલગ અલગ વ્હિકલ પર આવ્યાં હતાં. ઓફિસની બહાર નીકળતા જ અચાનક વરસાદ તૂટી પડ્યો. બંને પલળવા લાગ્યાં. મેહુલ પાર્કિંગ તરફ જઇને પોતાની બાઇક પર બેઠો, તો પાછળથી વર્ષા પણ તેને વળગીને બેસી ગઇ. એક તરફ વરસાદ તેમનાં તનને અને બીજી તરફ પ્રેમનો અહેસાસ બંનેનાં મનને ભીંજવી રહ્યો હતો. એક ઢાબા પર મેહુલે બાઇક રોકી અને બંને જણાએ ચા-નાસ્તો કર્યો. ઘરે પહોંચ્યા પછી બાઇક પરથી ઊતરીને વર્ષા ગાર્ડનમાં જઇને વરસાદની મજા માણવા લાગી. મેહુલ તેને જોવા લાગ્યો અને તેની પાસે જઇને તેને પોતાના તરફ ખેંચીને તેના હોઠો પર હળવેથી ચુંબન કરવા લાગ્યો. બંને એકબીજાને ચુંબન કરવા લાગ્યા અને તેની સમયમર્યાદા વધવા લાગી. મેહુલ તેને ઘર તરફ દોરીને લઇ ગયો. બંને ભીનાં હોવાથી સીધા જ બાથરૂમમાં ગયા. એકબીજાના સ્પર્શને છોડવા માગતા નહોતા, તેથી એકબીજાના શરીર પરથી ભીના કપડાંને દૂર કર્યા. મેહુલે બાથટબમાં પાણી ભર્યું. વર્ષા તેમાં દાખલ થઇ, સાથે જ મેહુલ પણ જોડાયો. બાથટબના થોડા હૂંફાળા પાણીથી વરસાદી ઠંડા પાણીની ઠંડી થોડી ઓછી થઇ હતી. સાથે જ એકબીજાની શરીરની ઉષ્મા પણ નજીક લાવવામાં મદદરૂપ બની રહી હતી. મેહુલના હાથનો સ્પર્શ વર્ષા તેના દરેક અંગ પર મહેસૂસ કરી રહી હતી અને સાથે જ તે ધીમે ધીમે ઉત્તેજીત થઇ રહી હતી. અચાનક મેહુલે શાવર ચાલુ કરી દેતા ફરીથી વરસાદી ઠંડા પાણી જેવો અનુભવ બંનેને થયો. હૂંફાળા પાણીમાં અચાનક શરીરને ઠંડા પાણીનો અનુભવ થતા વર્ષા મેહુલને વળગી પડી. બે ભીનાં શરીર એકબીજાને ચપોચપ ચોંટી ગયા. બંનેનાં હ્રદયના ધબકારા વધારે તેજ બની ગયા અને બંને ટુવાલ પહેરીને બેડ પર આવ્યાં. ઉત્તેજના વધતી હતી અને સાથે જ સમાગમક્રીડાના આનંદની શરૂઆત થતા બંને વધારે તોફાની બન્યાં. વાતાવરણ અને સાથે સાથે તેમનાં તન-મન તેમને એકબીજામાં ઓગળવામાં સાથ આપી રહ્યાં હતાં. બે શરીર જાણે એકમેકમાં ઓતપ્રોત થઇ રહ્યા હતા. સંપૂર્ણ સંતોષજનક સહવાસનો અને ચરમસીમાનો આનંદ પ્રાપ્ત કરીને બંને શાંત થયાં પણ એકબીજાથી છૂટાં પડ્યાં નહીં. વાતાવરણમાં જે ભેજ હતો તેણે હજી પણ તેમના શરીરની ઉષ્માને કારણે તેમને જોડી રાખ્યા હતા. વરસાદી વાતાવરણમાં જ્યારે પ્રેમીજનો એકબીજા પર વરસે છે, ત્યારે તે વરસાદનો આનંદ અનેકગણો વધી જતો હોય છે. medha.pandya@gmail.com

અન્ય સમાચારો પણ છે...