હાલમાં ફેશનપરસ્ત યુવતીઓમાં મોતીની અવનવી એક્સેસરી પહેરવાનું ચલણ વધ્યું છે. મોતીનાં સ્ટડ તેમજ મોતીના કેપ નેકલેસની ફેશન વેસ્ટર્ન ડ્રેસ પર પણ અપનાવામાં આવી રહી છે. હકીકતમાં મોતી સિમ્પલ અને સોફિસ્ટિકેટેડ લાગે છે અને એ વર્સટાઇલ લુક આપે છે. } ઓવરસાઇઝ પર્લ સ્ટડ : સિમ્પલ સિલ્ક કે સેટિનની સાડી સાથે ઓવરસાઇઝ્ડ પર્લનાં સ્ટડ ઇયર-રિંગ સ્ટાઇલિશ લુક આપશે. એ સિવાય ઓફિસ ફોર્મલ કે કેઝ્યુઅલ જીન્સ અને ટોપ સાથે પણ ઓવરસાઇઝ્ડ પર્લ સ્ટડ પહેરી શકાય. મોતીનાં સ્ટડ્સમાં મોતીમાં મળતા બધા જ રંગો મળી રહે છે, પણ ઓરિજિનલ પર્લ કલર્સ એટલે કે વાઇટ, આઇવરી અને ક્રીમ જેવું ક્લાસિક કંઈ નહીં. પર્લ સ્ટડ એક સ્ટેટમેન્ટ જ્વેલરી છે. સ્ટેટમેન્ટ જવેલરી એટલે એવી જ્વેલરી જે એકલી જ આકર્ષણનું કેન્દ્ર બનવા માટે પૂરતી હોય. એ પહેરો એટલે બીજી કોઈ જ્વેલરી પહેરવાની જરૂર પડે જ નહીં. પર્લ સ્ટડ એક સ્ટેટમેન્ટ સ્ટડ છે એટલે એ પહેરો ત્યારે નેકલેસ પહેરવાની ભૂલ ન કરવી. હા, એની સાથે બ્રેસલેટ કે રિંગ પહેરી શકાય. } પર્લ નેકલેસ અને કેપ : હાલમાં મોતીની પાંચ-સાત લડીઓવાળા નેકલેસ તેમ જ બન્ને ખભા પણ ઢંકાઈ જાય એવા લેયર્ડ કેપ ટ્રેન્ડમાં છે. જ્યારે કોઇ પાર્ટીમાં જવું હોય ત્યારે ચાર-પાંચ લડીઓવાળી મોતીની માળા જેવો નેકલેસ કે ચોકર પર્ફેક્ટ ચોઇસ સાબિત થાય છે. ડ્રેસિંગમાં સાડી હોય, કો-ઑર્ડ સેટ હોય કે પછી જમ્પ સૂટ પણ એની સાથે પર્લ્સ બેસ્ટ લાગે છે. } પર્લ કોલર નેકલેસ : પર્લ કોલર નેકલેસ કે પછી કેપ એ ગાઉન કે પછી સાડી સાથે પહેરી શકાય. આ પ્રકારની એક્સેસરીઝ બોડી જ્વેલરી ગણાય છે. સામાન્ય રીતે આકર્ષણનું કેન્દ્ર બનવું હોય તો આ એક્સેસરી સારી લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.