લગ્ન એટલે જવાબદારી અને વ્યસ્તતામાં મોજ-મસ્તી અને સંબંધોની નવી શરૂઆત કરવી. લગ્ન પછી વર પક્ષના હોય કે વધુ પક્ષના, ઉત્તર ભારતમાં હોય કે પછી દક્ષિણ ભારતમાં... આયોજન દરમિયાન સંબંધો અને વિધિ તેમજ રિવાજો જ કંઈક એવા હોય છે જેમાં દરેક વ્યક્તિની હાજરી પોતાનામાં ખાસ હોય છે. આ જ બધી વાતો હોય છે જે આપણી પરંપરાઓને વધુ મજબૂત અને ખુશહાલ બનાવે છે. આના કારણે સંબંધો વધારે મજબૂત બને છે. ભારતીય વાતાવરણમાં રીત-રિવાજો જ કંઈક એવા હોય છે કે કોઈ પણ વ્યક્તિ પોતાને ઓછી નથી આંકતી, કારણ કે દરેકને સંબંધો નિભાવવા માટે ખાસ સ્થાન પ્રાપ્ત છે. લગ્નના રિવાજ અને સંબંધો પરસ્પરમાં સુંદર રીતે પરોવવામાં આવે છે. ભારતીય હિંદુ ધર્મમાં લગ્નની જે પરંપરા અને રીત દર્શાવવામાં આવેલી છે તે ખરેખર અનોખી છે. ત્રેતા યુગમાં ભગવાન રામ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન જે પરંપરા અને મંત્રોચ્ચાર દ્વારા થયા હતા તે જ પરંપરાથી આજના સમયમાં યુગલો પણ લગ્નના બંધનમાં બંધાય છે. માણસના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી તેને સોળ સંસ્કારો આપવામાં આવે છે અને આ સોળ સંસ્કારો પૈકીના એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર. આ સંસ્કાર સંબંધોને વધારે દૃઢ બનાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.