તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સેસરીઝ:ગણપતિ પૂજનમાં અનોખો લાગે મરાઠી મુલગી લુક

આસ્થા અંતાણી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મરાઠી મુલગીનો લુક જોઇતો હોય તો કેટલીક ખાસ એક્સેસરી તમારી મદદ કરી શકે છે. આ એક્સેસરીઝ ટ્રેડિશનલ લુક આપે છે

ગણેશોત્સવને ગણતરીના દિવસોની વાર છે ત્યારે ફેશનિસ્ટાઓ ઉજવણી માટે રોજ અલગ અલગ લુકમાં તૈયાર થવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગણેશોત્સવ મૂળ મહારાષ્ટ્રીય તહેવાર છે જેની આખા દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ સંજોગોમાં જો તમારે ગણપતિ પૂજન વખતે મરાઠી મુલગીનો લુક જોઇતો હોય તો કેટલીક ખાસ એક્સેસરી તમારી મદદ કરી શકે છે. આ એક્સેસરીઝ ટ્રેડિશનલ લુક આપે છે. પરિણીત અને અપરિણીત મહિલાઓ બંને આવો લુક મેળવી શકે છે. } સ્ટાઇલિશ નથ સ્ટાઇલિશ નથ પરંપરાગત મરાઠી લુક આપે છે. આમ તો ભારતની ઘણી સંસ્કૃતિમાં અલગ અલગ પ્રકારની નથ પહેરવામાં આવે છે પણ મોતી અને કિંમતી સ્ટોનનો ઉપયોગ કરીને બનાવેલી ખાસ આકારની નથ તમને મરાઠી મુલગી જેવો લુક આપવામાં મદદ કરશે. આ નથમાં અલગ અલગ સાઇઝ પણ મળે છે. તમે ચહેરાનો આકાર અને વયને ધ્યાનમાં રાખીને સ્ટાઇલિશ નથની પસંદગી કરી શકો છો. } લીલી બંગડી મરાઠી મહિલાઓ માટે લીલી બંગડી અત્યંત શુકનવંતી ગણાય છે. પરિણીત મહિલાઓ માટે લીલી બંગડી પહેરવાનું જરૂરી ગણાય છે. જો તમારે મરાઠી મુલગી લુક જોઇતો હોય તો લીલી બંગડી જરૂરી ગણાય છે. સામાન્ય રીતે લાલ રંગનો ચુડો શુકનનું પ્રતીક ગણાય છે, પણ મરાઠી સંસ્કૃતિમાં મહિલાઓ દ્વારા જે ચુડો પહેરવામાં આવે છે એમાં લીલી કાચની બંગડીઓ સાથે સોનાની બંગડીઓ પહેરવામાં આવે છે. મરાઠી પરિણીત સ્ત્રીઓ માટે લીલા રંગનો ચુડો ફળદ્રુપતાનું પ્રતીક ગણાય છે. } અર્ધચંદ્રાકાર બિંદી અર્ધચંદ્રાકાર બિંદી મરાઠી મુલગી લુક માટે સૌથી જરૂરી એક્સેસરી છે. અનોખી અર્ધચંદ્રાકાર બિંદી લગાવવાથી ગણતરીની મિનિટોમાં આવો લુક મેળવી શકાય છે. હવે તો માર્કેટમાં અલગ અલગ સાઇઝની અર્ધચંદ્રાકાર બિંદી મળે છે પણ જો તમે ઇચ્છો તો લિક્વિડ કંકુની મદદથી આવી બિંદી બનાવી શકો છો. આ બિંદીમાં ફેન્સી લુક જોઇતો હોય તો માર્કેટમાં મોતી અને હીરાવાળી આવી અર્ધચંદ્રાકાર બિંદી મળતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...