યોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરપર્સન એવા 64 વર્ષીય વિક્રમ કિર્લોસ્કરનું 29 નવેમ્બરના દિવસે હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું હતું. વિક્રમ કિર્લોસ્કરના મૃત્યુ પછી કિર્લોસ્કર-ટોયોટા ગ્રૂપની કમાન હવે તેમની એકમાત્ર સંતાન માનસી ટાટા કિર્લોસ્કરને સોંપવામાં આવી છે અને માનસીને બોર્ડની અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. કંપનીએ માનસીને કિર્લોસ્કર સંયુક્ત સાહસના બોર્ડનાં અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યાં છે. માનસી ઉપરાંત વિક્રમ કિર્લોસ્કરનાં પત્ની ગીતાંજલિ કિર્લોસ્કર પણ કિર્લોસ્કર સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી નિભાવી રહ્યાં છે. માનસી કિર્લોસ્કર પરિવારની પાંચમી પેઢીની વ્યક્તિ છે, જે કિર્લોસ્કર ગ્રૂપને આગળ વધારવા માટે કાર્યરત છે. નાની ઉંમરે મોટી જવાબદારી 32 વર્ષીય માનસી પહેલાંથી જ તેમના પિતાની કંપનીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ છે. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે પિતાને કંપનીમાં મદદ કરવાનું શરૂ કર્યું. તેઓ યુએસએના રોડ આઇલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઇનના સ્નાતક છે. તેમને આર્ટ પ્રત્યે બહુ લગાવ છે. ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરપર્સન એવા 64 વર્ષીય વિક્રમ કિર્લોસ્કરનું 29 નવેમ્બરના દિવસે હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું હતું. વિક્રમ કિર્લોસ્કરના મૃત્યુ પછી કિર્લોસ્કર-ટોયોટા ગ્રૂપની કમાન હવે તેમની એકમાત્ર સંતાન માનસી ટાટા કિર્લોસ્કરને સોંપવામાં આવી છે અને માનસીને બોર્ડની અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. બિઝનેસ ઉપરાંત માનસીને પેઇન્ટિંગનો અને સ્વિમિંગનો પણ ઘણો શોખ છે. તેમણે 13 વર્ષની ઉંમરે તેમનું પ્રથમ આર્ટ એક્ઝિબિશન કર્યું હતું અને એમાં તેમણે પોતાની પ્રતિભા દર્શાવી હતી. તેઓ ‘કેરિંગ વિથ કલર’ નામક એનજીઓ પણ ચલાવે છે. માનસીને આ ઉપરાંત માઉન્ટેનિંગ, ડીપ સી ડાઇવિંગ, ટેનિસ અને વોટર સ્પોર્ટ્સમાં પણ બહુ રસ છે. તેઓ અવારનવાર આર્ટ ગેલેરીઝ, મ્યુઝિયમ તેમ જ હિસ્ટોરિકલ જગ્યાઓની મુલાકાત લેવા માટે વિદેશ પ્રવાસ પણ કરે છે. માનસી વર્ક અને લાઇફને બેલેન્સ કરીને જીવન જીવવામાં માને છે. તે માને છે કે જીવનને સારી રીતે જીવવા માટે અને સારી રીતે કામ કરવા માટે વર્ક અને લાઇફનું યોગ્ય બેલેન્સ જળવાઇ રહે એ બહુ જરૂરી છે. જો આ બેલેન્સ ખોરવાઇ જાય તો એની અસર જીવન અને કામ બંને પર પડે છે. ટાટા પરિવાર સાથે કનેક્શન માનસીએ 2019માં નોએલ ટાટાના પુત્ર નેવિલ ટાટા સાથે લગ્ન કર્યાં છે. આ એક હાઇ-પ્રોફાઇલ લગ્ન હોવા છતાં એને ભારે સાદગીથી આટોપી લેવામાં આવ્યાં હતાં. આ લગ્નમાં ગણતરીના લોકોને અને નિકટના પરિવારજનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે. રતન ટાટા અને માનસીના પિતા વિક્રમ કિર્લોસ્કર વચ્ચે ગાઢ સંબંધ છે. વેપારમાં બંને હરીફ હોવા છતાં બંને વચ્ચે મિત્રતા અને અનોખો સંબંધ હતો. માનસી કિર્લોસ્કર પરિવાર અને ટાટા પરિવાર સાથે સંકળાયેલાં હોવા છતાં તેઓ અને તેમનો પરિવાર ખૂબ જ સાદું અને લો-પ્રોફાઇલ જીવન જીવે છે. તેઓ હાઇ પ્રોફાઇલ પાર્ટીઓમાં ભાગ્યે જ જોવા મળે છે અને તે આ સમય પરિવાર સાથે પસાર કરવાનું પસંદ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.