તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સેસરીઝ:મંગળસૂત્ર : સુંદરતા સાથે સંસ્કૃતિનો સમન્વય

આસ્થા અંતાણી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ મંગળસૂત્રની ડિઝાઇન ગમે તે હોય પણ એમાં કાળાં મોતીનો ઉપયોગ ફરજિયાતપણે કરવામાં આવે છે

મંગળસૂત્ર એવી એક્સેસરી છે જે દરેક પરિણીત મહિલાના જ્વેલરી બોક્સમાં ખાસ સ્થાન ભોગવે છે. માનુનીઓ મોટાભાગે સોનામાંથી બનેલું મંગળસૂત્ર પહેરવાનું પસંદ કરતી હોય છે, પણ હવે માર્કેટમાં આર્ટિફિશિયલ મંગળસૂત્ર પણ મળે છે. આ મંગળસૂત્રની ડિઝાઇનમાં વિવિધતા જોવા મળે છે અને એની મદદથી પ્રસંગોપાત નવો લુક મેળવી શકાય છે. આ મંગળસૂત્રની ડિઝાઇન ગમે તે હોય પણ એમાં કાળાં મોતીનો ઉપયોગ ફરજિયાતપણે કરવામાં આવે છે. }હેવી મંગળસૂત્ર : હેવી મંગળસૂત્ર મોટાભાગે લગ્નપ્રસંગોમાં ભારે સાડી અને ઘરેણાંની સાથે પહેરવામાં આવે છે. આ પ્રકારના મંગળસૂત્રમાં કાળા મોતીની ત્રણથી ચાર સેર એકસાથે સેટ કરવામાં આવે છે. આ સ્ટાઇલના મંગળસૂત્રનું પેન્ડેન્ટ પણ પ્રમાણમાં મોટું હોય છે. આ પ્રકારનું મંગળસૂત્ર બીજા ઘરેણાંની સાથે પહેરવામાં આવે તો પણ ઊડીને આંખે વળગે છે. }નાજુક મંગળસૂત્ર : નાજુક મંગળસૂત્રમાં કાળા મોતીની એક જ સેર હોય છે અને એ પ્રમાણમાં ટૂંકું હોય છે. આ સ્ટાઇલનાં મંગળસૂત્રને રોજિંદા જીવનમાં સલવાર કમીઝ કે પછી ઇચ્છા હોય તો બીજા આઇટફિટ સાથે પહેરી શકાય છે. એની નાજુક ડિઝાઇનના કારણે એ સરળતાથી બધા ડ્રેસિંગ સાથે મેચ થઇ જાય છે. }લાંબુ મંગળસૂત્ર : આ સ્ટાઇલનું મંગળસૂત્ર મોટાભાગે સાડી સાથે પહેરવામાં આવે છે. જે મહિલાઓ રોજિંદા જીવનમાં સાડી પહેરતી હોય એ આ સ્ટાઇલનું મંગળસૂત્ર પહેરવાનું પસંદ કરે છે. આ સ્ટાઇલમાં એક કે બે કાળા મોતીની સેર હોય છે. જો મહિલા ઇચ્છે તો આ સેરની વચ્ચે વચ્ચે બીજી મેટલના કોમ્બિનેશનની ડિઝાઇન મૂકાવી શકે છે. આ પ્રકારના મંગળસૂત્રનું પેન્ડેન્ટ મધ્યમ સાઇઝનું હોય છે. એમાં મોતી કે હીરાની ડિઝાઇન પણ પસંદ કરી શકાય છે. }હીરાજડિત મંગળસૂત્ર : હીરાજડિત મંગળસૂત્ર આધુનિકાઓની પહેલી પસંદ છે. આ સ્ટાઇલનું મંગળસૂત્ર લાંબું અથવા તો ટૂંકું ગમે તે સાઇઝનું હોઇ શકે છે. જોકે મંગળસૂત્ર સાથે હીરાનું કોમ્બિનેશન એને ક્લાસિક લુક આપે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો