લઘુનવલ:ઝરણા...જે પુરુષને તું રાગથી વશ કરવા માગે છે એ તો મારા અનુરાગે બંધાયો છે!

એક મહિનો પહેલાલેખક: કિન્નરી શ્રોફ
  • કૉપી લિંક

પ્રકરણ -7

ડોરબેલના રણકારે ઝરણાને કંપાવી દીધી. પોતે અરેનના હોઠો પર ઝૂકી એની પંદર-વીસ મિનિટમાં અહીં જે કંઇ બન્યું એ ધારણા બહારનું હતું, એમાં હવે અડધી રાતે કોણ ટપક્યુ! બંગલાના રખેવાળ જેવા વર-બૈરી રવજી-માયા અત્યારે પાછળના સર્વન્ટ ક્વાર્ટરમાં પોઢ્યાં હશે. રવજી આવે એ પહેલાં જોઉં તો ખરી, કવખતનું મહેમાન કોણ છે? અને દરવાજે લગાવેલા કેમેરાનું મોબાઇલમાં ઝીલાતું દૃશ્ય જોઇ ઝરણાએ હોઠ કરડ્યો: આ તો રેવા! ‘નો.. તું રેવા નથી...’ હજુય નશામાં કે ઉંઘમાં બબડતા અરેન પર ક્રોધ જાગ્યો. હાઉ ડેર હી! એક તો પોતે એનામાં કામ જગાડવા મથતી રહી, અરેનની વાસના ભડકે પછી જ અમારી ફિલ્મનો અર્થ સરે... પણ કદાચ વધુ પડતો નશો પુરુષને ઠારી દેતો હશે? જાણે એને આ હાલતમાં ય કેવી રીતે ખબર પડી ગઇ કે હું રેવા નથી! મારા જેવી સુપરસ્ટાર હિરોઇને પુરુષને આમ પલોટવો પડે એ ઓછું હોય એમ મારા કરતા ધેટ રેવાને સાંભરી અરેન શું જતાવવા માગે છે? એક તો પોતાની કોઇ કારી ચાલી નહીં ને હવે રેવાનું આગમન! અને ઝરણાના હોઠો પર ઘણાં સમયે સ્મિત આવ્યું. રેવા આવી તો ભલે આવી! આ રૂમમાં અમારી વચ્ચે કશું જ થઇ ન શક્યંુ એની કેવળ મને જાણ છે, પણ રેવાને તો એવું જ લાગવું જોઇએ કે અરેને એનો હક મને આપી દીધો! અરેનના બદન પર તો મારા નિશાન છે જ... હોઠ ભીંસી, ગાઉન સહેજ ફાડી એણે ગરદને નખોરિયા પણ માર્યા. પછી ખંધુ મલકી દરવાજો ખોલ્યો, ‘રેવારાણી, તમે!’ એના સંબોધને રેવા ઝંખવાઇ. અરેનના મોંએ મધમીઠું લાગતુ સંબોધન હમણાં ક્યારેક એ કટાક્ષમાં વાપરે ત્યારે જીવ જેવો નીકળી જાય છે. એમની હાલત હંુ સમજું છું, એટલે તો એમના જીભની કડવાશ અંતરમાં નથી ઉતારી, અમારા સંબંધમાં પ્રસરવા નથી દીધી... અરેનની રુક્ષતા, તોછડાપણું ક્યારેક મન ભારે કરી જાય તો જાતને સમજાવી દઉ: આ અરેનની મૂળ પ્રકૃતિ નથી. આટલું થયા છતાં એમણે તને બૂંધિયાળ નથી કહીં, અરે, તારા પાઠને કારણે અરેન સિદ્ધાંત ત્યજી નથી શક્તા, એ પણ પ્રેમ જ થયો! બસ, તું એમનો કપરો સમય સાચવી જાણ રેવા…. અત્યારે તો જોકે અરેનને પણ જાળવીને ઘરે લઇ જવાના હતા! અને રેવા સચેત થઇ, ‘અરેન ક્યાં?’ કમાલ છે, વરમાં એવો જીવ કે મારા દિદાર પર પણ એની નજર ન પડી! હોઠ કરડી ઝરણાએ અંગડાઇ લીધી. રેવાને હવે ધ્યાનમાં આવ્યુ : ઝરણાનું ફાટેલંુ ગાઉન, ગરદને નિશાન...કમકમી જવાયું. શંુ અરેન મર્યાદા ચૂક્યા? ‘તારાં પગલાંને પાવન તો તારાં સાસુ પણ નથી ગણતાં, રેવા, એટલે પૂછું છું કે અહીં પધારવાનુ કારણ?’ રેવાને ખટક્યું. વહુ બૂંધિયાળ હોવાની ભંભેરણી સાસુને તે જ કરેલી ઝરણા, એ હું પણ ભૂલી નથી. અત્યારે મને વાતમાં નાખી એ અરેનને સમય આપવા માગે છે? વસ્ત્રો પહેરવાનો સમય! રેવાને થયંુ પોતે અહી જ ભાંગી પડશે. ‘હાસ્તો.’ દરમ્યાન ક્વાર્ટરમાંથી આવી ચડેલાં રવજી-માયાને ઇશારાથી રવાના કરી ઝરણાએ બનાવટી નિસાસો નાખ્યો, ‘ધણી ઘરબાર ભૂલી ગામમાં રખડતો હોય એની બૈરીએ તો નગરી નગરી દ્વારેદ્વારે વરની ટહેલ જ નાખવાની હોયને!’ ‘સાચંુ કહ્યું તે.’ રેવાને થયું એમ હાર માન્યે નહીં ચાલે, વાણી સામે વાણીનું હથિયાર વાપરવું રહ્યું, ‘આમાં ક્યારેક વેશ્યાનું દ્વાર પણ ખટખટાવાનું થાય.’ ઝરણા ખળભળી ગઇ, ‘તું મને રૂપજીવિનીકહે છે?’ ‘હોતું હોય! રૂપજીવિનીતો હજુ સારી, આભમાં સૂરજ ઉગે કે ગ્રાહકને રસ્તો દેખાડી દે... બીજાના પતિને પોતાનો કરવા કપટ તો એ નથી આચરતી!’ કહી સિફતથી લાઇટ ચાલુ દેખાણી એ રૂમ તરફ વળી, ‘અરેન, તમે અહીં છો!’ ધમધમતી ઝરણા એની પાછળ ભાગી, ‘તારા વરને મારો કરવા મારે કપટ રમવાની જરૂર નથી, સમજીને! એ ખુદ મારી જવાની માણવા ભૂરાંટો થાય છે!’ ત્યાં તો રેવા રૂમના ઉબરે પહોંચી. અંદરનું દૃશ્ય જોઇ પળ પૂરતું હૈયંુ ઝંખવાયંુ, પણ બીજી પળે ચહેરો ઝગમગી ઉઠ્યો. બાજુમાં આવી ઉભી ઝરણાને આ ભાવપલટો સમજાયો નહીં. અરેનને બિસ્તર પર અર્ધ ઉઘાડી હાલતમાં જોઇને ય આ બાઇ મલકાય છે! ‘કેમકે આમાં તમારી વચ્ચે કંઇ જ ન બન્યાનો પુરાવો છે.’ રેવા ઠસ્સાભેર બોલી, ‘મંે અરેનનંુ પડખંુ સેવ્યંુ છે અને એટલે કહી શકંુ છું કે ધીસ ઇઝ નોટ અરેન. તેઓ અહીં બેડ પર આવ્યા નથી, એમને લઇ જવાયા છે!’ કહેતી એ અંદર દોડી ફર્શ પર વિખરાયેલાં અરેનનાં વસ્ત્રો સમેટવા લાગી. ખરેખર તો ફંગોળાયેલા વસ્ત્રો જ પુરાવા હતા. અરેને એકવાર કહેલું: એસ્કોર્ટ તરીકે કોલ પર જતો ત્યારની એક ટેવ પડેલી. રિટર્નમાં ચોળાયેલાં વસ્ત્રોનો ક્ષોભ ન રહે એ માટે પ્રથમ કપડાં વ્યવસ્થિતપણે ખીંટી પર ટીંગાડવાનું શીખી ગયેલો... એમની એ આદત લગ્ન પછી પણ રહેલી. કામક્રીડાના મૂડ વચ્ચે પણ વસ્ત્રો આમ રખડતા રાખે એ અરેન નહીં! આવંુ જોકે ઝરણાને શું કામ કહેવંુ? ભલેને ગોથા ખાતી. મારે તો મારું સુખ અકબંધ રહ્યંુ એ જ બસ! ‘અરેન!’ વહાલથી એણે પતિના માથે હાથ ફેરવ્યો, ‘બહુ ઘેનમાં લાગો છો! હશે. ચાલો, આપણા ઘરે જવાનંુ છે.’ કહી શર્ટ પહેરાવવા લાગી. એક તબક્કે ઘેનમાં જ એનો સ્પર્શ પરખાતો હોય એમ અરેન મલક્યો, ‘આ મારી રેવા સાચી!’ હે! રેવાને હળવો આંચકો લાગ્યો. નશાના ઘેનમાં પણ અરેનને મારા સ્પર્શની પરખ છે! પ્રણયનો આનાથી વિશેષ પુરાવો શંુ હોય! હુ ય મૂરખી. માની બેઠેલી અમારી કામક્રીડા શારીરિક બની રહી છે, એમાં પ્રણયની ઉષ્મા નથી...હવે બોલ! રેવાનું હૈયું હાથ ન રહ્યંુ. અરેનનું કપાળ ચૂમતી રેવાને થયું, વીત્યા મહિનાઓનું સાટું વળી ગયું. કશું બન્યંુ જ નથી, બગડ્યંુ જ નથી. મારું સુખ, મારા અરેન અકબંધ છે, એના આ પુરાવા પછી મને ઇશ્વર સામેય કોઇ ફરિયાદ નથી! એનો આત્મવિશ્વાસ બંધાયો. પાંપણના કિનારે હરખની બે બુંદ જામી. ‘નો!’ ઝરણા માટે એ એટલંુ જ અસહ્ય હતુ. અરેનને ઉભો કરી, ખભાના ટેકે બહાર લઇ જતી રેવાના મારગમા હાથ આડો કરી એ ઉભી રહી, ‘તું આમ અરેનને નહી લઇ જઇ શકે.’ ‘મિથ્યા છે તારા યત્નો, ઝરણા! જોતી નથી, જે પુરુષને તું રાગથી વશ કરવા માગે છે એ તો મારા અનુરાગે બંધાયો છે!’ રેવાના બોલમાં ગર્વનો રણકો હતો. એની એક્ઝિટ લાઇન ઝરણાને સમસમાવી ગઇ: એક તો મારી તક વેડફાઇ, ને એ જ રેવાનો પતિમા ભરોસો બંધાવાનું કારણ બની ગઇ! પણ એથી શંુ થવાનંુ? અરેનની નિષ્ફળતાનંુ ગ્રહણ હજુ ક્યાં દૂર થયુ છે? એને માટે ‘કારાગાર’માં આવ્યા વિના અરેનનો છૂટકો નથી, અને ત્યાં તારો અનુરાગ નહીં, મારો રાગ જ ચાલશે, આઇ વિલ મેક ઇટ સ્યૉર, રેવા! Â Â Â ‘જો વાદા કિયા વો નિભાના પડેગા...’ પાછલા અઠવાડિયાથી રેવામાં આવેલંુ પરિવર્તન અરેનને સમજાતું નથી. હંમેશાં ખુશમિજાજમાં ગમતું ગીત ગણગણતી હોય, હમણાની આદતવશ પોતે વઢી પડે એનું માઠું ન લગાડે, વાંકુ બોલે તો ય ઝંખવાય નહીં... મારા પાર્ટી, દારૂ કે લેટ આવવાની ફરિયાદ એણે કરી જ નથી, પણ એની ચિંતા ય નહી. જાણે કયો ખજાનો હાથ લાગ્યો હશે! ‘દિવાકરભાઇ, તમને ખબર છે, રેવાને શંુ થયંુ છે?’ વચમાં દિવાકરભાઇને કલ્પ્રિટ કહ્યા પછી અરેન એમનો સામનો કરવાનુ ટાળતો. મારી ગેરવર્તણૂંક છતાં રેવાની જેમ જ તેઓ મને ખમી લે છે એ સમજ અરેનને ગદ્્ગદ્્ કરતી. ક્યારેક થતું, ઝરણા વારંવાર દિવાકરભાઇ વિશે બોલતી હોય છે, રેવાને બૂંધિયાળ કહેતી હોય છે એ બદલ એને જ ટોકવાની જરૂર છે... જોકે એવું થઇ શકતું નહીં. નિષ્ફળતાના દોરમાં સાચી મિત્રની જેમ ઝરણાએ જ મારો હાથ નથી છોડ્યો એ પણ કેમ ભૂલાય? હોપ, ‘કારાગાર’થી બધું પાટે ચડી જાય! રેવાનો ખુશમિજાજ દિવસો બદલાઇ રહ્યાની એંધાણી આપે છે. એનું કારણ જોકે દિવાકરભાઇને પૂછવાની લાલચ એ રોકી શક્યો નહીં. દિવાકરભાઇએ જોકે ઉંધો સવાલ કર્યો, ‘કેમ, રેવા ખુશ છે એ નથી ગમતુ?’ ‘કેમ આમ કહો છો! રેવાની ખુશી તો મારા માટે સર્વસ્વ.’ ‘માની લે કે રેવાને પણ આની પરખ થઇ એટલે એ સુખ છલકાવી રહી છે!’ અરેનને આમાં પણ સમજાયું નહીં, છતાં રેવાને ખુશ છે, મહત્ત્વ તો એનંુ જ ને! દરમ્યાન ‘કારાગાર’ના પ્રોમો શૂટ થયા. દીકરો ત્રણ મહિના માટે શૂટિંગમાં જવાનો જાણી રોકાવા આવેલાં નયનામા બોલી જતાં: ‘શૉમાં ઝરણા છે એટલે સફળતાની આશા છે. ઝરણા તારા માટે લકી છે, બાકી રેવાના નસીબે કંઇ થાય એવી આશા મેં તો છોડી દીધી છે!’ માને ટોકવાનો અર્થ નહોતો, રેવાને આનું પણ માઠું નહોતું લાગ્યંુ! ‘જરૂર કંઇ તો બન્યંુ છે...’ અરેન ઝરણાને કહેતો. ઝરણા શું કામ કહે કે શંુ બન્યંુ છે! એ જુદંુ કહેતી: મને તો તમારા મધરની ચિંતા થાય છે... રેવા સાથે તમારી ગેરહાજરીમા કેમ રહેશે! ‘તું નકામી ચિંતા કરે છે... રેવા માને જરાય ઓછું નહીં આવવા દે, તું જોજેને!’ ઝરણાને એવું તો ચચરી ઉઠતંુ, પણ શંુ થાય! બીજી બાજુ દિવાકરભાઇએ કરારનામંુ તપાસી રેવાને ધરપત આપી હતી: આમાં અરેને સ્ક્રિપ્ટ અનુસાર વર્તવાનુ રહેશે એવા સ્ટાન્ડર્ડ ક્લોઝ છે, અરેનને નુકશાનકર્તા કશંુ જણાતંુ નથી. રીલિઝ થયેલા પ્રોમોને મળેલા રિસ્પોન્સથી ટીમ કારાગાર ખુશ હતી. અને ‘કારાગાર’માં દાખલ થવાનો દિવસ પણ આવી ગયો. રેવાએ અરેનને ચાંલ્લો કરી આરતી ઉતારી, માતાએ આશિષ પાઠવ્યા. એ જ વખતે લિફ્ટમાંથી ઝરણા નીકળી: ચલો, હું તમને પિક અપ કરવા જ આવી છુ! ‘આ સરસ શુકન થયા!’ નયનામા બોલી ઉઠ્યાં. રેવા-અરેનની નજરો મળી- છૂટી પડી. દિવાકરભાઇ સામાન લઇ નીકળ્યા. ‘તમને જાળવજો, અરેન!’ રેવાની પાંપણ ભીની થઇ. એને આલિંગી અરેન માને પ્રણામ કરવા ઝૂક્યો એમાં તક ઝડપી ઝરણાએ રેવાને સંભળાવી દીધંુ: તંુ તો રાતના અંધારામાં અરેનને લેવા આવેલી, હું દિનદહાડે છડેચોક લઇ જાઉં છું. તારા અનુરાગમાંથી છોડાવીને, મારા રાગમાં બાંધવા! ત્રણ માસ પછી અરેન કારાગારમાંથી છૂટી મારા પાલવડે બંધાઇ જવાના! ટેક માય વર્ડસ! ગુમાનભેર અરેનના હાથમાં હાથ પરોવી એ નીકળી ને રેવાને થયું સાચે જ અરેન ઝરણાના રાગમાં જકડાઈ રહ્યા છે! (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...