ફેશન:માલા રે માલ, લહેરણિયું લાલ...ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ...

14 દિવસ પહેલાલેખક: પાયલ પટેલ
  • કૉપી લિંક

નવરાત્રિને હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે માનુનીઓએ નવે નવ દિવસ આકર્ષક બનીને ગરબે ઘૂમવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે જે યુવતીઓ ગરબાની મજાને મન ભરીને માણી નહોતી શકી તેમણે સ્ટાઇલિશ ચણિયાચોળીથી વોર્ડરોબને ભરી દીધો છે. હાલમાં ચણિયાચોળીના માર્કેટમાં અનેક નવી ડિઝાઇન અને લેટેસ્ટ ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યા છે. Â પેચવર્કનો ટ્રેન્ડ આ વર્ષે ગરબા માટેના ડ્રેસિંગમાં પેચવર્કવાળી ચણિયાચોળીની બોલબાલા છે અને મોટાભાગના ડિઝાઇનર્સે પેચવર્ક સ્ટાઇલમાં પોતાનું કલેક્શન લોન્ચ કર્યું છે. આ પ્રકારના ચણિયાચોળીના લહેંગમાં અનેક રંગોના કપડાંને જોડીને લહેંગાનો ઘેર તૈયાર કરવામાં આવે છે અને તેને ગોટા કે મિરરથી સજાવવામાં આવે છે. આ કલરફુલ પેચવર્ક લહેંગો ગરબા પાર્ટી માટે ઇન-ટ્રેન્ડ છે. Â વન શોલ્ડર ટોપ અને ક્રોપ ટોપ જો તમે ગરબા નાઇટમાં કંઇક ટ્રેન્ડી આઉટફિટ પહેરવા ઇચ્છતા હો તો વન શોલ્ડર ટોપ કે પછી ક્રોપ ટોપની પસંદગી કરી શકો છો. આ ટોપ તમારા ઇન્ડિયન ડ્રેસને વેસ્ટર્ન ટચ આપીને ફ્યુઝન લુક આપે છે. આ પ્રકારના બ્લાઉઝ સાથે દુપટ્ટો મિક્સ અને મેચ કરી શકાય છે. આ પ્રકારના ડ્રેસ સાથે બેલ્ટ પહેરવાથી સુંદરતામાં વધારો જ થાય છે.

 લહેરિયા સ્ટાઇલ યુવતીઓમાં લહેરિયાના ચણિયાચોળી પણ બહુ લોકપ્રિય રંગ છે. આ સ્ટાઇલમાં અનેક આકર્ષક ડિઝાઇન અને રંગ ઉપલબ્ધ છે. આ ડિઝાઇન રિચ લુક આપે છે. આની સાથે કોઇ હેવી એમ્બ્રોડરી કે ભારે દુપટ્ટાની જરૂર નથી રહેતી. આ લહેંગો પ્રમાણમાં હળવો હોવાના લીધે એ પહેરીને બહુ સારી રીતે ગરબા કરી શકાય છે. આ સિવાય લહેંગામાં બાટિક પ્રિન્ટ પણ બહુ લોકપ્રિય બની છે. આ બાટિક પ્રિન્ટના ચણિયાચોળી બધા કરતા અલગ જ લુક આપે છે.  બાંધણી પ્રિન્ટ ચણિયાચોળીમાં બાંધણી સ્ટાઇલ હાલમાં ટ્રેન્ડિંગ છે. આ ચણિયાચોળી પહેરીને બહુ કમ્ફર્ટેબલ લાગશે. હાલમાં ગોટા પ્રિન્ટ પણ બહુ ટ્રેન્ડમાં છે ગોટા પટ્ટી વર્ક એકદમ ખૂબસૂરત અને રોયલ લુક આપે છે.  નેટના ચણિયાચોળી નેટના ચણિયાચોળી વર્ષોથી ચલણમાં છે. આ એક સદાબહાર સ્ટાઇલ છે. નેટના ચણિયાચોળી હળવાફૂલ છે અને એ પહેરીને ગરબા રમવાનું સરળ પડે છે.

 બનારસી ચણિયાચોળી બનારસી ચણિયાચોળી એકદમ રોયલ અને રિચ લુક આપે છે. આ સ્ટાઇલના ચણિયાચોળી સાથે જ્વેલરી પહેરવાની જરૂર નથી પડતી.  પટોળાં પ્રિન્ટ ચણિયાચોળી પટોળાં પ્રિન્ટ ચણિયાચોળી સંપૂર્ણ ગુજરાતી લુક આપે છે. આ પટોળાંનું કામ ગુજરાતમાં જ કરવામાં આ‌વે છે અને એમાં બહુ મહેનત અને સમય લાગે છે. આ પટોળાં પ્રિન્ટ પહેરવાથી ગુજરાતી વાઇબ્સ મળે છે. અને ગરબા રમવાની મજા બમણી થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...