તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્યૂટી:ચહેરા પર મેકઅપ સારો નથી લાગતો...શું કરું?

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી વય 42 વર્ષની છે. મને લાગે છે કે મારી ત્વચા ધીમે ધીમે ઢીલી પડી રહી છે. હું પ્રાકૃતિક ઉપાયો કરીને મારી ત્વચાને કઇ રીતે શક્ય એટલી વધારે ટાઇટ રાખી શકું? એક મહિલા (સુરત) ઉત્તર : વયની અસર ચોક્કસપણે ત્વચા પર પડે છે. જોકે કેટલાક ઉપાયો ત્વચાને સ્વસ્થ અને સુંદર જાળવી રાખ‌વામાં મદદ કરશે. ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે નિયમિત રીતે એલોવેરાનો પ્રયોગ કરો. એલોવેરા અને ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને 15 મિનિટ ચહેરા પર લગાવી ઠંડાં પાણીથી ધોઈ લો. દૂધમાં કેસર પલાળીને રોજ રાત્રે ચહેરા પર લગાવો. સવારે ઊઠીને પાણીથી ચહેરો ધોઈ નાખો. આનાથી સ્કિનમાં નિખાર આવશે. પાકા પપૈયામાં મધ મિક્સ કરીને પણ લગાવી શકો. આનાથી કાળી પડેલી ત્વચા ગોરી બનશે અને કરચલીઓ દૂર થશે. ચહેરા પર થતી કરચલીઓ દૂર કરવા માટે ગુલાબની પાંખડીઓમાં ગ્લિસરીન ભેળવીને રાત્રે સૂતી વખતે ચહેરા પર લગાવો. સવારે ચહેરો ધોઇ લો. આનાથી ત્વચા પરના ડાઘા દૂર થશે અને કરચલીઓ પણ ઓછી થશે. પ્રશ્ન : મારા ગળાની આસપાસ અને હાથના વિસ્તારમાં મસા થઇ ગયા છે. આના કારણે મને કોઇ દુખાવો નથી થતો પણ એ દેખાવમાં બહુ ખરાબ લાગે છે. આ મસાને કઇ રીતે દૂર કરી શકાય? એક યુવતી (વડોદરા) ઉત્તર : શરીર પરના મસા વ્યક્તિની સુંદરતા ઓછી કરી દે છે. મોટાભાગે મસા સમયની સાથે એની જાતે દૂર થઇ જાય છે પરંતુ ક્યારેય ક્યારેક એના માટે સારવાર કરવાની જરૂર પડે છે. ડુંગળીના નાના ટુકડા કરી લો. ડુંગળીના ટુકડાને મસા પર ઘસો અને આવું કરવાથી મસા ધીરે ધીરે નાના થવા લાગશે અને ક્રમશ: દૂર થઇ જશે. મસાથી છુટકારો મેળવવા માટે લસણની એક કળી લો અને એને છોલીને ઉપરથી કાપી લો. હવે આ કળીને મસા પર ઘસો. થોડાક દિવસો સુધી સતત લસણને આ પ્રયોગ ચહેરાના મસાને દૂર કરવા માટે કરી શકાય છે.

પ્રશ્ન : મારી સમસ્યા એ છે કે મને કોઇપણ મેકઅપ સારો નથી લાગતો. મારો ફેસ ઓવલ શેપ છે અને મેકઅપ કર્યા પછી હું વધારે ખરાબ લાગું છું. યોગ્ય રીતે મેકઅપ કરવા શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : દરેકનો ફેસ કટ અલગ હોય છે. જો તમારો ફેસ ઓવલ શેપનો હોય તો મેકઅપ કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારો ફેસ ઓવલ શેપ હોય તો ડાર્ક શેડની લિપસ્ટિક લગાવો. લિપસ્ટિક પર તમે ગ્લો અને સ્પાર્કલનો ઉપયોગ કરી શકો છો. આઇ મેકઅપ કરતી વખતે લિપસ્ટિકના શેડનું ખાસ ધ્યાન રાખો અને આંખ તેમજ હોઠ બંનેને સાથે હાઇલાઇટ ન કરો. જો આંખને હાઇલાઇટ કરવી હોય તો ક્રીમી આઇ શેડોનો ઉપયોગ કરવો જોઇએ. ઓવલ શેપના ફીચર સારા દેખાય એ માટે બને ઓછામાં ઓછું બ્રોન્ઝર વાપરો. વધારે બ્રોન્ઝર લુક ખરાબ કરી નાખે છે. આટલી વાતનું ધ્યાન રાખશો તો મેકઅપ તમારી સુંદરતાને ચાર ચાંદ લગાવી દેશે.

અન્ય સમાચારો પણ છે...