બ્યુટી:મેકઅપ કિટ ન બની જાય બીમારીનું કારણ!

એક મહિનો પહેલાલેખક: કાવ્યા વ્યાસ
  • કૉપી લિંક

સુંદર દેખાવાનું અને એ મારે પ્રસંગોપાત કે પછી નિયમિત રીતે મેકઅપ કરવાનું દરેક મહિલાને ગમતું હોય છે. આના કારણે ઉત્સાહમાં તેઓ ઢગલાબંધ કોસ્મેટિક્સ ખરીદી તો લે છે પણ લાંબા સમયથી વપરાયા વગરની પડેલી આ પ્રોડક્ટ્સથી ભવિષ્યમાં ત્વચાને લગતી સમસ્યા ઊભી થઈ શકે છે. તેથી સમય સમયાંતરે મેકઅપ કિટને રી-અરેન્જ કરી લેવી જોઇએ. Â સ્વચ્છતા જરૂરી : જેમ પીવાના પાણી માટે વોટર પ્યોરિફાયર જરૂરી છે એવી જ રીતે આપણી સ્કિન માટે હાઇજીનિક મેકઅપ જોઈએ. ઘણા વખતથી વાપર્યા વગરની બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતાં પહેલાં સ્પિરિટ અથવા વેટ ટિશ્યુથી ક્લીન કરી એને બેક્ટેરિયા-ફ્રી કરો. મેકઅપ અપ્લાય કરતાં પહેલાં તમારા હાથ, મેકઅપ માટે વપરાતાં બ્રશ, સ્પન્જ અને અન્ય ટૂલ્સ સ્વચ્છ હોવાં જરૂરી છે. સમયાંતરે મેકઅપ બ્રશ અને સ્પન્જને ડેટોલ અથવા મેકઅપ રિમૂવરથી વોશ કરવાં. એના પર ધૂળ અને ભેજ ન લાગે એનું ધ્યાન રાખો. લાંબા સમયથી વાપર્યા વગરની બ્યુટી પ્રોડક્ટ્સને સ્પિરિટ અથવા વેટ ટિશ્યુથી ક્લીન કરી બેક્ટેરિયા-ફ્રી કરો. દરેક પ્રોડક્ટની એક્સપાયરી ડેટ જોવાનું ન ભૂલવું. Â નકામી પ્રોડક્ટનો નિકાલ : આંખો સુંદર દેખાય એ ઘણી યુવતીઓ કાજલ અને આઇલાઇનરનો ઉપયોગ કરતી હોય છે. આ પ્રોડક્ટનો છ મહિનાની અંદર વપરાશ કરી લેવો જોઇએ. લિપસ્ટિક સારી છે કે ખરાબ એની પણ સાઇન છે. લિપસ્ટિકને લગાવતી વખતે હોઠ પર પિગમન્ટ બરાબર ન આવે અથવા સ્મેલ ચેન્જ થઈ ગઈ હોય તો ડસ્ટબિનમાં નાખી દેવી. બ્રાન્ડેડ લિપસ્ટિકની આવરદા દોઢ વર્ષ સુધીની હોય છે. કોમ્પેક્ટને બે વર્ષ સુધી વાપરવામાં વાંધો આવતો નથી. જોકે ઘણી વાર એવું બને કે પ્રોડક્ટ વહેલી ખરાબ થઈ જાય. એને ઓળખવા માટે પિગમન્ટ લેયર પર ધ્યાન આપવું. મેકઅપ બ્રશની પણ લાઇફ છે. બ્રશના હેર સ્કિન પર વાગતા હોય અથવા હેર ખરી પડતા હોય તો એને બદલી નાખવા જોઇએ. ત્વચાની સંભાળમાં સમાધાન ન કરવું. એક્સપાયર થઇ ગયેલા મોંઘાં કોસ્મેટિક્સ ફેંકી દેતાં એક વાર જીવ બળશે પણ સ્કિનકેરની દૃષ્ટિએ જોશો તો સસ્તું પડશે અને ત્વચાને કોઇ નુકસાન નહીં પહોંચે.

અન્ય સમાચારો પણ છે...