સજાવટ:ઘરનો લુક બદલતી મેકઓ‌વર ટ્રિક્સ

12 દિવસ પહેલાલેખક: દિવ્યા દેસાઇ
  • કૉપી લિંક

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે એનું ઘર બધાથી અલગ અને સુંદર લાગે પણ એવું થાય એ માટે ઘરને સજાવવાનો તેમની પાસે સમય નથી હોતો. જોકે કેટલીક ટ્રિક્સ છે જેની મદદથી તમે બહુ સરળતાથી ઘરનું મેકઓવર કરી શકશો. સ્ટાઇલિશ ટાયર ટ્વિસ્ટ સામાન્ય રીતે આપણે નકામા ટાયરને ફેંકી દઇએ છીએ અથવા તો ઘરના ખૂણામાં મૂકી રાખીએ છીએ. જોકે થોડી સર્જનાત્મકતા દાખવવામાં આવે તો એનો ઉપયોગ ઘરની સજાવટમાં કરી શકાય છે. જો તમારી પાસે જૂનાં ટાયર ન હોય તો એને તમે પંચરવાળાને ત્યાંથી બહુ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. આ ટાયર ઉપરગ્લાસ લગાવીને એનો ઉપયોગ ટેબલની જેમ કરી શકાય અને એને ઘરમાં ગમે ત્યાં રાખી શકાય છે. નાના અને મોટા ટાયરનો ઉપયોગ બેસવાના ફર્નિચર તરીકે પણ કરી શકો છો. આ ટાયરની મદદથી તમે ગાર્ડનને ક્રિએટિવ લુક આપી શકાય છે. જૂનાં કપડાંમાંથી નવા પડદા પડદા રૂમને નવો લુક આપે છે પણ વારંવાર પડદા બદલવાનું શક્ય નથી હોતું કારણ કે પડદા પ્રમાણમાં થોડા મોંઘા હોય છે. જો તમે ઇચ્છો તો જૂનાં કપડાંમાંથી પણ પડદા બનાવી શકો છો. આના કારણે ઘરને ફેશનેબલ લુક મળશે. જો તમે ઇચ્છો તો અલગ અલગ રંગના સ્ટોલ કે દુપટ્ટાને ‘મિક્સ મેચ’ કરીને પડદા બનાવી શકો છો. સિલ્કની સાડીમાંથી બનાવવામાં આવેલા પડદા રૂમને એથનિક લુક આપે છે. ચાદરમાંથી બનતા પડદા સસ્તા પડે છે અને તે રૂમને કલરફુલ લુક આપે છે. પ્લાન્ટિંગથી ઘરને ગ્રીન લુક ઘરની સજાવટ કરીને તમે પ્રકૃતિની નજીક રહી શકો છો. ઇન્ડોર પ્લાન્ટિંગ ઘરની સુંદરતા વધારવાની સાથે સાથે તમને પણ વ્યસ્ત રાખશે. જો તમારું ઘર બહુ મોટું ન હોય તો ઘરના એક ચોક્કસ ખૂણાને ગ્રીન લુક આપી શકાય છે. આ ગ્રીન લૂક આપવા માટે બોન્સાઇ પ્લાન્ટ, પામ ટ્રી કે પછી મની પ્લાન્ટ જેવા પ્લાન્ટની મદદ લઇ શકાય છે. આનાથી ઘરનું વાતાવરણ બદલાઇ જશે.

અન્ય સમાચારો પણ છે...