એક્સેસરીઝ:ઘરની નકામી વસ્તુઓમાંથી જાતે બનાવો...ટ્રેન્ડી જ્વેલરી

23 દિવસ પહેલાલેખક: આસ્થા અંતાણી
  • કૉપી લિંક

ઘર, ઓફિસ કે પછી આસપાસની જગ્યામાં ઘણી એવી નકામી વસ્તુઓ પડેલી છે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરીને થોડી સર્જનાત્મકતા દાખવવામાં આવે તો આ જ વસ્તુઓમાંથી આકર્ષક અને ટ્રેન્ડી જ્વેલરી બનાવી શકાય છે. આવી ટ્રેન્ડી જ્વેલરી બહુ ઝડપથી તૈયાર થઇ શકે છે. આ માટે અલગ વિચારવાની જરૂર હોય છે. આ વસ્તુઓ બનાવવામાં કોઇ વધારાનો ખર્ચ નથી થતો અને એને સરળતાથી બનાવી શકાય છે. ઘરમાં પડેલાં નકામાં પેપર, પ્લાસ્ટિક, તાર, મોતી અને બટનની મદદથી આ ટ્રેન્ડી જ્વેલરી બનાવવામાં આવે છે. આવી જ કેટલીક જ્વેલરી નીચે પ્રમાણે છે. Â પેપર જ્વેલરી કે બ્રેસલેટ કલરફુલ પેપર જ્વેલરી દેખાવમાં જેટલી આકર્ષક લાગે છે એટલી જ પહેરવામાં હળવી હોય છે. આ પેપર જ્વેલરી બનાવવા માટે નકામા જાડા કાગળ, ગુંદર અને અને થોડી ક્રિએટિવિટીની જરૂર પડે છે. તમે એને મનપસંદ આકારમાં કાપીને આરામથી એમાંથી નેકલેસ અને ઇયરિંગ્સ બનાવી શકાય છે. આ જાડા પેપરમાંથી પેર બીડ્સ પણ બનાવી શકાય છે. પેપર બીડ્સને ઇલાસ્ટિકમાં પરોવીને એમાંથી બ્રેસલેટ પણ બનાવી શકાય છે. Â સાટિન રિબન પર્લ નેકલેસ એક રિબન લઇને એને બે ભાગમાં ફોલ્ડ કરીને વચ્ચે ગાંઠ મારી દો. આ પછી એમાં ક્રમશ મોતી પરોવતા જાઓ અને ગાંઠ મારતા જાઓ. હવે આખી સાટિન રિબન અને મોતીનો મનપસંદ આકાર મળી જાય એટલે એમાંથી નેકલેસ તૈયાર કરી લો. આ રીતે સાટિન રિબન પર્લ નેકલેસ તૈયાર કરી શકાય છે. આમાં તમે પસંદગીના રંગના પર્લની પસંદગી કરીને મેચિંગ જ્વેલરી તૈયાર કરી શકો છો. Â સેફ્ટી પિન બ્રેસલેટ સેફ્ટી પિનના બે-ત્રણ પેકેટ અને ઘરમાં પડેલાં વધારાના મોતી ભેગા કરો. આ સેફ્ટી પિનમાં એક-એક મોતી પરોવો. આ મોતીને સુરક્ષિત રાખવા માટે પિનને બંધ કરી દો. આવું બધું જ પિન સાથે કરો. આવી તમામ ડેકોરેટેટ સેફ્ટી પિનને ઇલાસ્ટિકના તારમાં એક પછી એક નાખીને પરોવો. આ ઇલાસ્ટિક તારના બંને છેડાને ગાંઠ મારીને બ્રેસલેટ બનાવો. થઇ ગયું અનોખું સેફ્ટી પિન બ્રેસલેટ તૈયાર. આ બ્રેસલેટ તમને અલગ જ લુક આપશે.

અન્ય સમાચારો પણ છે...