બ્યૂટી:બેકલેસ પહેરતા પહેલાં બેકને બનાવો બ્યૂટીફૂલ

14 દિવસ પહેલાલેખક: કાવ્યા વ્યાસ
  • કૉપી લિંક

ફેશનેબલ યુવતીઓ નવરાત્રિમાં ટ્રેડિશનલ ચણિયાચોળીને થોડો ગ્લેમરસ ટચ આપવા માટે બેકલેસ ચોળી પહેરવાનું પસંદ કરતી હોય છે. જો તમે પણ બેકલેસ ચોળી પહેરવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો પહેલાં બેકને બ્યૂટીફૂલ બનાવવાની કાળજી લેવી પડશે. જો પીઠ સુંદર હશે તો જ તમે બેકલેસ ડ્રેસમાં આકર્ષક લાગશો. પીઠની કાળજી સામાન્ય રીતે આપણે જેટલું ધ્યાન ચહેરાને ચમકાવવામાં આપીએ છીએ એટલું પીઠ પર ક્યારેય નથી આપતાં. બેકલેસ ચોળીમાં સ્કિન શો થાય છે એટલે એને પહેરતાં પહેલાં પીઠ ક્લિયર છે કે નહીં એના પર અચૂક ધ્યાન આપો. જો તમારી પીઠ પર ડાઘ કે ખીલ હોય તો સ્નાન કરતી વખતે પીઠ પર સ્ક્રબિંગ અચૂક કરો. પાર્લરમાં પણ પીઠનું ક્લીન-અપ પણ કરાવી શકાય. જો પીઠની ત્વચા ડ્રાય અને નિસ્તેજ હોય તો સ્નાન કરતાં પહેલાં નિયમિત રીતે પીઠ પર બેબી ઓઈલથી મસાજ કરો. સ્નાન કરો એ પછી પીઠ પર સારું બોડી લોશન લગાવો. ચહેરાની જેમ પીઠ પર પણ રોજ મોઈશ્ચરાઈઝર લગાવો તેમ જ ભરપૂર પાણી પીઓ. જે દિવસે બેકલેસ ડ્રેસ પહેરવાનો હોય એ દિવસે પીઠ પર સ્ક્રબિંગ કરો, જેથી મૃત ત્વચા દૂર થાય અને પીઠ સુંવાળી તેમ જ ચમકદાર દેખાય. ડર્મેટોલોજિસ્ટની મદદ જો પીઠ પર ખીલ થતા હોય અને એના ડાઘ પડી ગયા હોય તો સૌથી પહેલાં તો ઘરગથ્થુ ઉપચાર કરીને એને દૂર કરવાનો પ્રયાસ કરો. જો ખીલ અને ડાઘ ઓછા ન થતા હોય તો ડર્મેટોલોજિસ્ટની પણ મદદ લઇ શકો છો. એ તમને ડાઘાઓથી છુટકારો મેળવવા માટે સાચી સલાહ આપશે અને જો જરૂર હશે તો દવા પણ સૂચવશે. મદદગાર મેકઅપ પીઠ પર કોઇ નાના ડાઘ કે ખીલ હોય તો રાત્રે ગરબા રમવા જતી વખતે જેમ ફેસ પર કન્સિલર લગાવીએ એમ પીઠ પર એવા જ સ્કિનટોનનું કન્સિલર લગાવો. એ પછી તમારી ઇચ્છા હોય તો ટિન્ટેડ બોડી લોશન કે ગ્લિટર લગાવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...