તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સેસરીઝ:ચોમાસામાં જ્વેલરીનું કરો જીવની જેમ જતન

આસ્થા અંતાણી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્સેસરી પહેરીને યુવતીઓ હંમેશાંં આકર્ષક તો લાગી શકે છે પણ એની જાળવણીનું કામ મહેનત માગી લે એવું હોય છે

સુંદર અને આકર્ષક દેખાવાની શોખીન યુવતીઓ પાસે જ્વેલરી અને એક્સેસરીનું કલેક્શન હોય છે. આની મદદથી યુવતીઓ હંમેશાંં આકર્ષક તો લાગી શકે છે પણ એની જાળવણીનું કામ મહેનત માગી લે એવું હોય છે. ચોમાસામાં જ્વેલરીનું જીવની જેમ જતન કરવું પડતું હોય છે. }મોતીની જ્વેલરી મોતી બહુ નાજુક હોય છે અને આ કારણે એની જ્વેલરી પહેરવાથી સોફ્ટ લુક મળે છે. આ મોતીની જ્વેલરીની સારી સંભાળ રાખવી બહુ જરૂરી છે. ભેજના સંપર્કમાં આવતા મોતીની ચમક ઝાંખી થઈ જાય છે. આવું ન થાય એ માટે મોતીની જ્વેલરીને સિલ્ક-લેધર કે સોફ્ટ કપડાંમાં ભેજ ન લાગે એવી જગ્યાએ મૂકવી અને એક્સપર્ટ પાસે જ એને સાફ કરાવવી. }ડાયમંડની સંભાળ ડાયમંડ જ્વેલરીની ઉપરનો ડિઝાઈનવાળો ભાગ ડાયમંડ અને ડાયમંડના સેટિંગ માટેના દાંતાના લીધે ખરબચડો હોય છે. જો આ ડિઝાઇનમાં ધૂળ ફસાઇ જાય તો હીરાની ચમક ઝાંખી પડી જાય છે. ડાયમંડની એક્સેસરીની સફાઈ માટે એને થોડા સમય માટે ગરમ પાણીમાં રાખી મૂકો અને પછી એને સોફ્ટ ટૂથબ્રશથી સાફ કરો. આ સમયે હીરો નીકળી ન જાય એનું ધ્યાન રાખીને હળવા હાથે સફાઇ કરવી. }ચાંદીની જ્વેલરી ચાંદીની ધાતુમાંથી બનેલી એક્સેસરી પાઉચ કે બોક્સમાં ખુલ્લી રાખવામાં આવે તો તે જલદી કાળી પડી જાય છે. ચાંદીની વસ્તુઓને વ્યવસ્થિત સાફ કરી પ્લાસ્ટિકની બેગ કે ઝિપ લોકમાં પેક કર્યા પછી જ બોક્સ કે પાઉચમાં રાખો. }ગોલ્ડ અને પ્લેટિનમની એક્સેસરી ગોલ્ડ અને પ્લેટિનમની એક્સેસરીને ચોમાસામાં વિશેષ કાળજીની જરૂર નથી હોતી. }મેટલની આર્ટિફિશિયલ જ્વેલરી વરસાદના વાતાવરણમાં કેટલીક ધાતુઓ પર ભેજના લીધે કાટ પણ લાગી જાય છે. આવી આર્ટિફિશિયલ જ્વેલરીનો ઉપયોગ કરો ત્યારે એમાંથી બરાબર ભેજ ઊડી ગયા પછી જ જ્વેલરીને બોક્સ કે પાઉચમાં મૂકો.

અન્ય સમાચારો પણ છે...