રસથાળ:નવરાત્રિના ઉપવાસમાં બનાવો ફરાળી વાનગી

બિંદિયા ભોજક20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રિના દિવસોમાં અલગ અલગ સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ બનાવીને તહેવારની મજામાં વધારો કરી શકાય છે

શ્રદ્ધા ડાંગર : ઘરમાં બનતા પરંપરાગત ‘ગળ્યા સાટા’ ફેવરિટ

જાણીતી ગુજરાતી ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે આજના નવરાત્રી સ્પેશિયલ રસથાળમાં તેમનાં ઘરે નોરતાના પાવન દિવસોમાં અચૂક બનાવાતી પારંપરિક મીઠાઈ ‘ગળ્યા સાટા’ની રેસિપી શેર કરી છે. શ્રદ્ધા જણાવે છે કે આ વાનગી સાથે મારા બાળપણની મીઠાશ જોડાયેલી છે. મારાં કામના કારણે આ દિવસોમાં અત્યારે હું ઘરથી દૂર છું, તેથી હાલ તો કોઈ દુકાનમાંથી ખરીદીને પણ હું મારાં પરિવાર સાથેની યાદોને તાજી કરી રહી છું. જાતને ખૂશ કરી રહી છું. આપ સૌ અચૂક મારી શેર કરેલી આ રેસિપી ઘરે બનાવશો.

સામગ્રી : મેંદો-1 કપ, ઘી-2 કપ, ખાંડ-1 કપ, બદામ કતરણ-4 ચમચી, પીસ્તા કતરણ-4 ચમચી, ઈલાયચી પાઉડર-અડધી ચમચી, કાજૂ પાઉડર-4 ચમચી, બેકિંગ પાઉડર-અડધી ચમચી, રવો-૩ ચમચી, દૂધ-1 કપ, કેસરના તાંતણા-8થી 10, દેશી ગુલાબની પાંદડીઓ-સજાવટ માટે રીત : સૌપ્રથમ મેંદાને ચાળી તેમાં બેકિંગ પાઉડર, ઘી, રવો, કાજુ પાઉડર અને દૂધને ધીરે ધીરે ઉમેરી લોટ બાંધવો. બાંધેલા લોટને થોડીવાર બાજુ પર રાખી દેવો. હવે તેમાંથી એકસરખાં આકારની ગોળ પૂરી વણી લેવી. કાંટા ચમચી વડે તેમાં કાણા પાડી લેવાં. કડાઈમાં ઘી ગરમ થવા મૂકવું. અન્ય કડાઈમાં ખાંડ, ઈલાયચી પાઉડર અને કેસર ઉમેરી અઢી તારની ચાસણી થવા મુકવી. ઘી ગરમ થાય એટલે વણેલા સાટાને તેના અંદર તળી લેવા. ચાસણી થઇ જાય એટલે આંચ પરથી નીચે ઉતારી લેવી. તળેલાં સાટાને તેમાં ડીપ કરી અને બહાર કાઢી બટર પેપર પર મૂકતા જવા. ડ્રાયફ્રૂટ કતરણ અને ગુલાબની પાંદડીઓથી સજાવો. થોડીવારમાં ચાસણી ઠંડી થઇ અને થીજી જશે. પારંપરિક ગળ્યા સાટામાં જગદંબાને પ્રસાદ સ્વરૂપે ધરાવો. ક્રીમી ફ્રેશ ફ્રૂટ પુડિંગ સામગ્રી : સમારેલા મિક્સ ફ્રૂટ-1 કપ, દૂધ-અડધો કપ, ફ્રેશ ક્રીમ-1 કપ, ખાંડ-4 ચમચી, ડ્રાયફ્રૂટ કતરણ-7 થી 8 ચમચી રીત : એક કાચના બાઉલમાં ફ્રેશ ક્રીમ, દૂધ અને બુરું ખાંડ ઉમેરો. આ બાઉલને આઈસ બાથમાં રાખો.(આઈસ બાથ એટલે બાઉલમાં બરફના ટુકડાઓ લઈ તેના ઉપર અન્ય બાઉલ રાખવો). હવે એક વ્હિસ્કરની મદદથી તેને ફેંટવું. થોડીવાર સુધી સતત ફેંટવાથી જાડું ક્રીમ તૈયાર થશે. હવે તેના અંદર મનપસંદ ફ્રૂટ મિક્સ કરો. થોડાં ફ્રૂટ અલગ રહેવા દેવા. સર્વિંગ ગ્લાસમાં પહેલાં અલગ રાખેલા ફ્રૂટનું લેયર કરવું. ત્યારબાદ તેનાં પર તૈયાર કરેલ ક્રીમ ફ્રૂટનું લેયર કરવું અને તેનાં ઉપર ડ્રાયફ્રૂટની કતરણ ભભરાવવી. આ રીતે બે કે ત્રણ લેયર કરવા. મનપસંદ ફ્રૂટથી સૌથી ઉપરનાં લેયરને સજાવી એકદમ ઠંડુ ફ્રેશ ફ્રૂટ ક્રીમી પુડિંગ સર્વ કરવું. સાબુદાણા રબડી સામગ્રી : સાબુદાણા-1 કપ, દૂધ-1 લિટર, ખાંડ-અડધો કપ, છીણેલું પનીર-પા કપ, બદામ પિસ્તાની કતરણ-4 ચમચી, ઇલાયચી પાઉડર-1 ચમચી, દૂધમાં પલાળેલું કેસર-7થી 8 તાંતણા, ટુકડા કાજુ-2 ચમચી, ચારોળી-1 ચમચી, દેશી ગુલાબની પાંદડીઓ-સજાવટ માટે રીત : સાબુદાણાને એક કલાક સુધી પાણીમાં પલાળી રાખો. હવે એક તપેલીમાં દૂધને ઉકળવા મૂકો. 15 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો. હવે દૂધમાં પલાળેલા સાબુદાણા મિક્સ કરી હલાવતા જાઓ. ગેસ એકદમ ધીમો રાખો જેથી સાબુદાણા ચોંટે નહીં. સાબુદાણા ચડી જાય એટલે તેમાં ખાંડ, બદામ પિસ્તાની કતરણ, કાજુ, પલાળેલું કેસર, ચારોળી અને પનીરની છીણ ઉમેરી પાંચ મિનિટ સુધી સતત હલાવતા થવા દો. હવે ગેસ બંધ કરી સ્વાદિષ્ટ સાબુદાણા રબડીને સર્વિંગ બાઉલમાં લઈ ગુલાબની પાંદડીઓ અને પિસ્તા કતરણથી સજાવીને સારી રીતે સર્વ કરો. ફરાળી

સામગ્રી : ફરાળી લોટ-1 કપ, બાફેલા બટાકા-2 નંગ, સમારેલાં યેલો કેપ્સિકમ-પા કપ, ગ્રીન કેપ્સિકમ-પા કપ, ગાજરની છીણ-અડધો કપ, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, સમારેલી કોથમીર-પા કપ, છીણેલું પનીર-અડધો કપ, અધકચરાં વાટેલાં શિંગદાણા-પા કપ, ફુદીના ચટણી-2થી 3 ચમચી, ખાંડ-પા ચમચી, લીંબુનો રસ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તેલ-3 ચમચી, ઘી-શેકવા માટે રીત : ફરાળી લોટમાં સ્વાદ મુજબ મીઠું અને કોથમીર ઉમેરી લોટ બાંધો અને 30 મિનિટ ઢાંકીને રાખો. હવે એક કડાઈમાં સ્ટફિંગ તૈયાર કરવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલાં અધકચરા શિંગદાણા, કેપ્સિકમ, ગાજરની છીણ અને લીલાં મરચાંને સાંતળવા. એ થઈ જાય એટલે બાફેલા બટાકાનો માવો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવું. બધું યોગ્ય સંતળાઈ જાય એટલે ખાંડ અને લીંબુનો રસ નાખી ગેસ બંધ કરી દેવો. તૈયાર થયેલાં મિશ્રણને ઠંડુ પડવા દેવું. હવે બાંધેલા લોટમાંથી ફ્રેન્કીની રોટલી તૈયાર કરી લેવી. તૈયાર થયેલી રોટલીને એક નોનસ્ટિક તવા પર મૂકી તેમાં ફુદીના ચટણી લગાવી સ્ટફિંગને મધ્યમાં મૂકી તેનાં ઉપર પનીરની છીણ ભભરાવી અને બંને સાઈડથી બંધ કરી લેવી. બંને બાજુ ઘી લગાવીને ફ્રેન્કીને ક્રિસ્પી શેકી લેવી. સ્વાદિષ્ટ ફરાળી ફ્રેન્કી ઉપવાસના દિવસોમાં કંઈક અલગ લાગશે. સૂરણ

સામગ્રી : બાફેલું સૂરણ-2 કપ, બાફેલા બટાકા-2 નંગ, મરી પાઉડર-અડધી ચમચી, શેકેલું જીરું પાઉડર-અડધી ચમચી, મોરૈયો-3 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, અધકચરા શિંગદાણા-અડધો કપ, તલ-3 ચમચી, તેલ-શેકવા માટે રીત : સૂરણ અને બટાકાને ધોઈ અને અલગ અલગ કૂકરમાં બાફી લેવા. ઠંડાં પડે એટલે હાથ વડે મેશ કરી લેવા. હવે આ માવાની અંદર ઉપરોક્ત તમામ ચીજ-વસ્તુઓ ઉમેરી લેવી. ટિક્કીનો શેપ આપીને થોડીવાર ફ્રીજમાં ઠંડી થવા દેવી. જમવા બેસતી વખતે ફ્એક નોનસ્ટિક તવા પર તેલ મૂકીને વાળેલી ટિક્કીને શેકવી. કોથમીરની ચટણી સાથે સૂરણ ટિક્કીને પીરસવી. સામગ્રી : પનીર-300 ગ્રામ, કિસમિસ-1 ચમચી, કાજુ ટુકડા-1 ચમચી, સમારેલી કોથમીર-1 ચમચી, મરી પાઉડર-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, આરારૂટ-3 ચમચી, ટામેટાં-4 નંગ, દૂધી-1 કપ, લવિંગ-2થી 3 નંગ, તજ-1 ટૂકડો, સૂકા લાલ મરચાં-2 નંગ, એલચો-1 નંગ, ઇલાયચી-2 નંગ, હળદર-અડધી ચમચી, ધાણાજીરું-અડધી ચમચી, લાલ મરચું-2 ચમચી, ફ્રેશ ક્રીમ-પા કપ, તેલ-4 ચમચી રીત : પનીરના એકથી દોઢ ઇંચના ચોરસ ટુકડા કાપી લો. થોડું પનીર છીણી લેવું. આરારૂટનું ખીરું તૈયાર કરવું. તેમાં જરૂરિયાત મુજબ મીઠું અને મરી પાઉડર ઉમેરવો. પનીરને તેમાં ડૂબોડીને ડીપ ફ્રાય કરો. ગ્રેવી બનાવવા માટે દૂધીને બાફી તેની પેસ્ટ બનાવો. ટામેટાં, લીલાં મરચાં, આદુ ઉમેરી તેની પણ પ્યુરી બનાવી લો. હવે કડાઈમાં તેલ મૂકી ખડા મસાલા ઉમેરો ને ટામેટાની પ્યુરી અને દુધી પેસ્ટ ઉમેરી સાંતળો. હવે તેમાં હળદર, ધાણાજીરુ, મરચું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું, પનીરની છીણ અને ક્રીમ ઉમેરી બે મિનિટ સાંતળો. તેલ છૂટું પડે એટલે તળેલાં પનીરના ટુકડાઓને ઉમેરી બધું મિક્સ થવા દો. કોથમીરથી સજાવી ગરમાગરમ શાક સર્વ કરો

અન્ય સમાચારો પણ છે...