ઉત્તરાયણ વખતે ધાબા પર ચડીને એકબીજા સાથે મળીને પતંગ ઉડાવવાની મજા જ અનોખી હોય છે. પતંગ ચગાવવાના શોખીનો આ આખો દિવસ ધાબા પર પસાર કરતા હોય છે. આ સંજોગોમાં પતંગરસિયાઓનું ગ્રુપ આખો દિવસ સારી રીતે પતંગ ચગાવવાની મજા માણી શકે એ માટે ધાબા પર પૂરતી વ્યવસ્થા હોવી જરૂરી છે. Â સ્વચ્છતાનું ધ્યાન જો તમે આખો દિવસ ધાબે રહેવાના હો તો એ સ્વચ્છ હોય એ બહુ જરૂરી છે. ધાબાની સ્વચ્છતા જાળવી રાખવા માટે ઉત્તરાયણના બે-ત્રણ દિવસ પહેલાંથી એને રોજ સાફ કરતા રહો. જો બે-ત્રણ દિવસ એને નિયમિત રીતે સાફ કરશો તો ઉત્તરાયણના દિવસે ડસ્ટ ફ્રી વાતાવરણમાં તહેવારની મજા માણી શકશો. ધાબા પર એક મોટી ડસ્ટબિનની વ્યવસ્થા રાખવી જોઇએ જેથી બધો કચરો ધાબામાં ગમે ત્યાં નાખવાને બદલે સીધો ડસ્ટબિનમાં નખાય. Â બેઠક વ્યવસ્થા પતંગ ઉડાડવવા માટે બાળકો અને વડીલો સહિત ઘરના તમામ સભ્યો ધાબા પર જતા હોય છે. આ સંજોગોમાં ધાબા પર બેસવા માટે પૂરતી વ્યવસ્થા હોવી જરૂરી છે. ધાબા પર પૂરતા પ્રમાણમાં ખુરશીઓ અને ચટાઇ હોવી જોઇએ.આ ખુરશીઓ પ્લાસ્ટિકની એકની અંદર ગોઠવી શકાય એવી ખુરશી હોય તો વધારે સારું. આવી ખુરશીઓ જ્યારે વપરાશમાં ન હોય ત્યારે એક ખૂણામાં એનો થપ્પો કરી શકાય છે. આના કારણે ધાબા પર વધારે જગ્યા નથી રોકાતી. Â ખાનપાનની વ્યવસ્થા જો ઉત્તરાયણ દરમિયાન આખો દિવસ ધાબા પર રહેવાના હોય તો ખાનપાન માટેની યોગ્ય વ્યવસ્થા હોવી જરૂરી છે. આ માટે ધાબા પર એક મોટું ટેબલ હોવું જોઇએ જેના પર બધી ખાનપાનની વસ્તુઓ તેમજ પીવાના પાણીના જગ રાખી શકાય છે. આ સિવાય ટેબલ પર પૂરતા પ્રમાણમાં ડિસ્પોઝેબલ વાટકા અને પ્લેટ તેમજ ગ્લાસ હોવા જોેઇએ જેથી વ્યક્તિ પોતાની ઇચ્છા અને જરૂરિયાત પ્રમાણે પોતાને મન પડે ત્યારે મનગમતા ફૂડની મજા માણી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.