તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજાવટ:ગણેશોત્સવ વખતે ઘરની કરો સુંદર સજાવટ

દિવ્યા દેસાઇ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તહેવાર દરમિયાન બાપ્પાનાં આગમનને વધાવવા માટે ઘરમાં સુંદર ગણેશ મંડપ તૈયાર કરીને ઘરને સારી રીતે સજાવવામાં આવે છે. આ દિવસો દરમિયાન પૂજા માટે ઘર સજાવવાથી એની રોનકમાં વધારો થઇ જાય છે. આ સજાવટને કારણે ઘરમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાઇ જાય છે

ભારત તહેવારોનો દેશ છે અને શક્ય હોય ત્યાં સુધી દરેક ઉત્સવની ઉજવણી ભારે ઉત્સાહ અને શ્રદ્ધાથી કરવામાં આવે છે. હવે ગણેશોત્સવને ગણતરીના દિવસોની જ વાર છે ત્યારે ભક્તોએ આ તહેવારની ઉજવણી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ તહેવાર દરમિયાન બાપ્પાનાં આગમનને વધાવવા માટે ઘરમાં સુંદર ગણેશ મંડપ તૈયાર કરીને ઘરને સારી રીતે સજાવવામાં આવે છે. આ દિવસો દરમિયાન પૂજા માટે ઘર સજાવવાથી રોનકમાં વધારો થઇ જાય છે. } ફૂલોની સજાવટ ભગવાનની પૂજામાં તો ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે પણ જો ઇચ્છો તો ગણપતિનાં સ્વાગત માટે પણ ફૂલોથી ઘરની સજાવટ કરી શકાય છે. જોકે ફૂલોથી સજાવટ કરવી હોય તો એવા ફૂલોની પસંદગી કરવી જોઇએ જે તરત કરમાઇ ન જતાં હોય. ઘરની સજાવટ કરવા માટે માટે ગલગોટાંનાં ફૂલ સારો વિકલ્પ સાબિત થાય છે. આ ફૂલ ઓછામાં ઓછા બેથી ત્રણ દિવસ સુધી ખીલેલાં અને ફ્રેશ રહે છે. આ સિવાય ફૂલ અને પાંદડાંનાં કોમ્બિનેશનથી રંગોળી બનાવી શકાય છે. તહેવાર દરમિયાન ઘરનાં પ્રવેશદ્વાર પર આસોપાલવનાં પાંદડાંનું તોરણ બનાવીને લગાવવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ અટકાવી શકાય છે. આ સિવાય ફૂલોની માળાથી પણ મેઇન ગેટ સજાવી શકાય છે. } રંગોળી અને લાઇટથી સજાવટ ગણપતિનાં સ્વાગત માટે ઘરમાં રંગબેરંગી અને આકર્ષક રંગોળી બનાવી શકે છે. આ રંગોળી બનાવવા માટે ઇન્ટરનેટ પરથી અવનવી ડિઝાઇના અનોખા આઇડિયા મળી શકે છે. આ રીતે ઓછી મહેનત કરીને સ્ટાઇલિશ રંગોળી બનાવી શકાય છે. આ સિવાય માર્કેટમાંથી બજેટને પરવડે એવો ડેકોરેશનનો સામાન લઇને ફુગ્ગા અને બીજી એક્સેસરીની મદદથી ઘરને સારી રીતે સજાવી શકાય છે. આ સિવાય માર્કેટમાં મળતી રંગબેરંગી લાઇટથી ઘરની રોનક વધારી શકાય છે. } થર્મોકોલથી સજાવટ પૂજા ઘરની તેમજ ઘરની સજાવટ માટે થર્મોકોલનો ઉપયોગ પણ કરી શકાય છે. આના માટે માત્ર થર્મોકોલ શીટ્સ અને સર્જનાત્મકતાની જરૂર પડે છે. થર્મોકોલથી સજાવટ કરવા માટે શીટ્સ પર સુંદર આકૃતિઓ દોરીને એને રંગ કરીને આ આકૃતિને કટર કે પછી ચાકુથી સારી રીતે કટ કરી લો. થર્મોકોલ ડેકોરેશનથી ગણપતિ પૂજા બહુ આકર્ષક અને બીજા કરતા અનોખી બની જશે. } છોડથી સજાવટ ભગવાન ગણપતિની મૂર્તિની આસપાસ રંગબેરંગી અને સુંદર છોડથી સજાવટ કરી શકાય છે. હાલમાં સજાવટ કરવા માટે બામ્બૂ પ્લાન્ટનો ઉપયોગ ટ્રેન્ડમાં છે. આ સિવાય તમે ઘરમાં જે ઇન્ડોર પ્લાન્ટનો ઉપયોગ ઘરની સુંદરતા વધારવા માટે કરી રહ્યા હો એનો જ ઉપયોગ કરીને ગણપતિનાં સ્થાપન સ્થાનની સુંદરતા વધારીને અનોખી સજાવટ કરી શકો છો. ગણપતિનાં સ્વાગતની આ સ્ટાઇલ સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે. } દુપટ્ટા કે સ્કાર્ફનો ઉપયોગ ઘર અને ભગવાન ગણેશનાં સિંહાસન તેમજ આસપાસના ભાગની સજાવટ કરવા માટે રંગબેરંગી દુપટ્ટા તેમજ સ્કાર્ફનો ઉપયોગ કરી શકાય છે. આ દુપટ્ટાને અલગ અલગ કોમ્બિનેશનમાં પડદાની જેમ સીધા લટકાવી શકાય છે અથવા તો અલગ અલગ ડિઝાઇન બનાવીને સ્ટાઇલિશ સજાવટ કરી શકાય છે. સજાવટની આ બહુ સરળ ટ્રિક છે જે ગણતરીની મિનિટોમાં ઝડપથી આખી જગ્યાનો લુક બદલી નાખે છે. } ન્યૂઝપેપર કે પછી રંગીન પેપરથી સજાવટ જો તમને થોડી સર્જનાત્મક સજાવટ કરવામાં રસ હોય તો ઘરમાં પડેલા જૂનાં ન્યૂઝપેપરની મદદથી ભગવાન ગણેશનાં સિંહાસનની સજાવટ કટી શકાય છે. આ ન્યૂઝપેપરની મદદથી આકર્ષક કટિંગ બનાવીને એનાથી સિંહાસન સજાવી શકાય છે. જો તમારે ન્યૂઝપેપરનો ઉપયોગ ન કરવો હોય તો રંગીન પેપરની મદદથી પણ સજાવટ કરી શકાય છે. રંગીન પેપરથી અલગ અલગ ડિઝાઇન બનાવીને એનાથી ઘર સજાવટ કરવાનું કામ બહુ મહેનત માગી લે છે પણ એ અલગ જ લુક આપે છે.

સર્જનાત્મકતા વધારે સુંદરતા ગણપતિ ઉત્સવની ઉજવણી 3થી 11 દિવસ સુધી કરવામાં આવે છે. ઘરમાં ગણપતિ બાપ્પાનાં આગમન પૂર્વે જ શ્રદ્ધાળુઓ ઘરની સજાવટ માટેની ટિપ્સ શોધવાની શરૂઆત કરી દેતા હોય છે. આ ઉત્સવ વખતે ઘરની સજાવટમાં થોડી સર્જનાત્મકતા દાખવીને વિચારવામાં આવે તો બહુ ઓછા સમયમાં અને બહુ ઓછા ખર્ચમાં ઘરને નવો લુક આપીને બાપ્પાનાં આગમનને વધાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...