સજાવટ:મોંઘા પેઇન્ટિંગની જાળવણી જરૂરી

3 મહિનો પહેલાલેખક: દિવ્યા દેસાઇ
  • કૉપી લિંક
  • ગ્લાસથી ફ્રેમ ન કરેલી હોય એવી પેઇન્ટિંગ બાથરૂમમાં લગાવવાનું ટાળો કારણ કે બાથરૂમમાં ભેજનું પ્રમાણ ઘણું વધારે હોય છે જેના કારણે કેન્વાસ ખરાબ થઇ શકે છે. પેઇન્ટિંગને રસોડામાં લગાવવાની ભૂલ ક્યારેય ન કરો

પેઇન્ટિંગની સફાઇ માટેની ટિપ્સ Â સફાઇ માટે પેઇન્ટિંગ કાઢતી વખતે કે પછી લગાવતી વખતે એને હંમેશાં નીચેની બોર્ડરથી પકડો જેથી ફ્રેમનું વજન કૂણા તેમજ બોર્ડર પર ન પડે. પેઇન્ટિંગને સુતરાઉ કે પછી મલમલના કપડાંથી સાફ કરો. સુતરાઉ કપડાંથી પેન્ટિંગ પર જમા થયેલી ધૂલ અને માટી સરળતાથી નીકળી જાય છે. Â પેઇન્ટિંગને બહારની દીવાલ પર ન લગાવો. બદલાતી સિઝન તેમજ વધારે આકરા તડકા અથવા તો વરસાદના ભેજથી પેઇન્ટિંગ ખરાબ થઇ શકે છે. Â વર્ષમાં બે વખત પેઇન્ટિંગને દીવાલ પરથી ઉતારીને એમાં કોઇ તિરાડ તો નથી પડી ને એ ચેક કરી લો. Â પેઇન્ટિંગને પ્લાસ્ટિકની શીટને બદલે પાતળી સુતરાઉ ચાદરથી કવર કરીને રાખો. સુતરાઉ મટીરિયલના છિદ્રોની અંદરની હવાની અવરજવર થઇ શકે છે જેના કારણે પેઇન્ટિંગ ખરાબ નહીં થાય. Â વજનદાર પેઇન્ટિંગ લગાવવા માટે દીવાલ પર મજબૂત હુક લગાવો જેથી પેઇન્ટિંગની સારી રીતે સપોર્ટ મળે. વધારે વજન ધરાવતા પેઇન્ટિંગને લગાવવા માટે ઓછામાં ઓછા બે હુકનો ઉપયોગ કરો. Â ચોમાસામાં પેઇન્ટિંગ વધારે ઝડપથી ખરાબ થઇ જાય છે એટલે એને વચ્ચે-વચ્ચે ચેક કરતા રહો. Â પેઇન્ટિંગને ફ્રેમ કરાવતી વખતે કેન્વાસને હાથથી સ્પર્શ ન કરો કારણ કે આંગળીઓ તૈલી હોવાના કારણે કેન્વાસ પર એના ડાઘા પડી જાય છે.

અન્ય સમાચારો પણ છે...