તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિટનેસ મંત્ર:વર્કિંગ વુમન માટે કામ જેટલું જ જરૂરી ફિટનેસ જાળવવાનું

રશ્મિ શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓફિસ જતી વખતે લિફ્ટને બાય-બાય કહો અને પગથિયાં ચડવાનું શરૂ કરો. ઓફિસમાં

વર્કિંગ વુમનની મોટી સમસ્યા ટાઇમ મેનેજમેન્ટ હોય છે. ઘરનું કામ અને પ્રોફેશનલ જવાબદારી બંને વચ્ચે સંતુલન જાળવવાના પ્રયાસોમાં મહિલા મોટાભાગે પોતાની હેલ્થ પ્રત્યે દુર્લક્ષ સેવતી હોય છે. ટાઈમની કમી હોવાથી જરૂરી કામ તો પતાવી લે છે પરંતુ પોતાની ફિટનેસ માટે સમય કાઢી નથી શકતી. આ જ કારણે વર્કિંગ વુમન ઘણી પ્રકારની બીમારીઓનો ભોગ બને છે. જોકે તે પોતાની દૈનિક લાઇફસ્ટાઇલ તેમજ ખાવા-પીવાની આદતોમાં ફેરફાર કરીને ફિટનેસ સુધારી શકાશે. નાના પ્રયાસો, મોટો ફાયદો ઓફિસ જતી વખતે લિફ્ટને બાય-બાય કહો અને પગથિયાં ચડવાનું શરૂ કરો. વધુમાં વધુ ચાલવાનું રાખો. ઓફિસમાં બેઠા-બેઠા જ હાથને ઉપર લઈ જઈને સ્ટ્રેચ કરો. જો કમ્પ્યૂટર પર કામ કરવાનું હોય તો થોડા થોડા સમયે ઊભા થઈને આખી બોડીને સ્ટ્રેચ કરો. લંચ બ્રેકમાં થોડું ચાલો. કામ કરતી વખતે નાના-નાના બ્રેક લો. હેલ્ધી ફૂડ કરો સ્ટોર ઓફિસમાં જંક ફૂડનું સેવન અટકાવવા હેલ્ધી ફૂડ સ્ટોર કરો. શેકેલા ચણા, મગફળી, કોર્નને ઓફિસ ટાઈમમાં ખાઈ શકો છો. મલ્ટિ ગ્રેન બિસ્કિટ, એનર્જી બાર અને થોડા ફ્રૂટ્સ અને સલાડ હંમેશાં પોતાની પાસે રાખો. ઘર હોય કે ઓફિસ દરરોજના ખોરાકમાં આ વસ્તુઓ સામેલ કરો. સુવિધા મુજબ એક્સરસાઈઝ નક્કી કરો. આ સિવાય ઘરમાં પણ સ્વાસ્થ્યપ્રદ આહારનું સેવન કરો. બ્રેકફાસ્ટને અચૂક કરો. નાસ્તામાં ઓટ્સ ખાઓ, આ તમારા નાસ્તા માટે કમ્પલિટ ફૂડ છે. દહીં, દૂધ કે ફ્રૂટ જ્યૂસ સાથે ઓટ્સ ખાઈ શકો છો. સ્વાદ અને સ્વાસ્થ્ય માટે આ બંને સારો વિકલ્પ છે. કુકીઝ, ચોકલેટ, બર્ગર, રાઈસ કે મેદામાંથી બનેલી વસ્તુઓને ખાવાનું ટાળો. આ બધી વસ્તુઓ તમારા સ્વાસ્થ્યની દુશ્મન છે. ફ્રાઈડ વસ્તુઓના બદલે બેક કરેલી પ્રોડક્ટ્સ ખાઓ. ફ્રોઝન ફૂડના બદલે ફ્રેશ ફૂડ ખાઓ. નિયમિત એક્સરસાઇઝ તમારા શીડ્યૂલને ધ્યાનમાં રાખીને કસરતની એક પેટર્ન તૈયાર કરો. અઠવાડિયામાં બે વખત કોઈ પણ પ્રકારની સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો. વીકએન્ડ દરમિયાન વોકિંગ અથવા સાઈકલિંગ કરો. સાંજે સમય હોય તો જમ્યાના 4 કલાક બાદ પ્રાણાયામ કરો. એબ્સ કે બેલી ફેટ ઘટાડવા માટે ક્રંચિઝ સેટથી સારું કશું જ નથી. પોતાના બેડ કે સોફા પર અઠવાડિયામાં બે-ત્રણ વાર 10 સુધી કાઉન્ટ કરી ક્રંચિઝ કરો. શરીરને લચીલું બનાવા માટે જમીન પર બને તેટલી વધારે વાર ઊઠક-બેઠક કરો અથવા તો નમીને કામ કરવાનો પ્રયાસ કરો. રોજ શક્ય એટલું વર્કઆઉટ કરો.

અન્ય સમાચારો પણ છે...