તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેટિંગ ડાયરી:લંચટાઇમ અને રસીલું પ્રેમપ્રકરણ

ડિમ્પલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવસો વીતવા સાથે બાકીના સ્ટાફ સાથે પણ હું મિક્સ થઇ. અમે સૌ સાથે લંચ લેવા લાગ્યા, પણ એ યુવાન તો સૌથી અલગ જ હતો...

મારી પહેલી જોબ અને ઓફિસમાં મારો એ પહેલો દિવસ. એ દિવસે મને એક સ્માર્ટ યુવાને કેટલીક ફાઇલ્સ આપતા કહ્યું, ‘આમાં જે ક્લાયન્ટ્સના એડ્રેસ છે એ બધાંની એક્સેલ શીટ બનાવજો અને તે પછી આપણા સિનિયર મિ. શાહને આપી દેજો.’ બપોરે લંચનો સમય થયો ત્યારે એ યુવાન ઓફિસમાંથી ગાયબ થઇ ગયો અને લંચ અવર પૂરો થતાં એ ફરી ઓફિસમાં આવી ગયો. દિવસો વીતવા સાથે બાકીના સ્ટાફ સાથે પણ હું હળવા-મળવા લાગી. ધીરે ધીરે અમે સૌ સાથે લંચ લેવા લાગ્યા, પણ એ યુવાન તો સૌથી અલગ જ હતો. એની મધર બીમાર હોવાથી લંચ અવરમાં ઘરે જઇને એમને જમાડતો અને પાછો આવતો. આ વાત જાણ્યા પછી મારું આકર્ષણ ‘પ્રેમ’માં ફેરવાઇ ગયું. એક વાર મેં સામે ચાલીને લંચ અવર પહેલાં એને પૂછ્યું, ‘ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન આઇ અકંપની યુ ટુડે ઇન લંચ અવર?’ એણે જવાબ આપ્યો, ‘આઇ ડોન્ટ માઇન્ડ.’ અને લંચ અવર થતાં અમે બંને એની બાઇક પર એના ઘરે પહોંચી ગયા. એનાં મમ્મીની તબિયત સાચે જ સારી નહોતી. પોતાની મમ્મીને જમાડવા સાથે એણે મને પણ લંચ ઓફર કર્યું. થોડી આનાકાની પછી મેં એની પાસેથી થાળી લઇ લીધી અને જમી. એના હાથની રસોઇ સાચે જ ટેસ્ટી હતી. એક દિવસ ઓફિસ અવર્સ પૂરા થયા બાદ જ્યારે બધાં નીકળી ગયા ત્યારે મને મારું કામ કરતી જોઇ એ બોલ્યો, ‘તમારે ઘરે જવાનું નથી આજે?’ મેં નકારમાં માથું હલાવ્યું અને એ થોડી વાર મારે સામે જોઇ પાછો કામમાં ડૂબી ગયો. આખરે ઓફિસ બંધ કરવાનો સમય આવ્યો ત્યારે હું અને એ બંને ઊભા થયાં. એણે મને મારા ઘરે ડ્રોપ કરવાની ઓફર કરી જે મેં સ્વીકારી લીધી. એ દિવસે તે મને ઘરે ડ્રોપ કરી એ જતો હતો, ત્યારે મેં એને થેન્ક્સ કહેતાં પૂછી લીધું, ‘ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કાલે મારાં મમ્મી-પપ્પા તમારાં મમ્મીને મળવા આવે તો તમને ગમશે?’ અને શરમથી મારી નજર નમી ગઇ. એ પણ સમજી ગયો અને સસ્મિત બોલ્યો, ‘આઇ ડોન્ટ માઇન્ડ…’ અને બીજા દિવસે મારાં મમ્મી-પપ્પા એના ઘરે એનાં મમ્મીને મળીને અમારાં લગ્નની વાત કરી આવ્યાં. કોઇ જાતના નખરાં વગરની આપસી સમજદારીથી બંધાયેલો અમારો સંબંધ આજે પણ અકબંધ છે. ફરક એટલો જ છે કે મારાં સાસુના અવસાન બાદ પણ એ હજી લંચ અવરમાં ઘરે આવે છે અને અમે બંને સાથે લંચ લઇએ છીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો