પહેલું સુખ તે...:લોઅર બેક પેઇન : થોડી સાવધાની આપે અસહ્ય પીડામાંથી મુક્તિ

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોઅર બેક પેઇન પર સમગ્ર સ્વાસ્થ્યની સીધી અસર પડે છે. જો તમે સમગ્ર ફિઝિકલ ફિટનેસ અને જનરલ હેલ્થની સ્વસ્થતા પર ધ્યાન રાખશો તો ચોક્કસપણે લોઅર બેક પેઇનની સમસ્યામાં રાહત મળશે

મોટાભાગના લોકો ક્યારેક ને ક્યારેક જીવનના કોઇ તબક્કે લોઅર બેક પેઇનનો અનુભવ કરે છે. આ પેઇન કેટલાક કલાકો માટે, અઠવાડિયાઓ માટે કે પછી એનાથી પણ વધારે લાંબા સમય માટે પીડા આપી શકે છે. આ સમસ્યા સામાન્ય પણ હોઇ શકે છે અને જરૂરી નથી કે આ પીડા અસહ્ય હોય. સીધી ઇજા ન થાય એનું ધ્યાન રાખીને, ઇનડાયરેક્ટ ટ્રોમાને રોકીને કે પછી થોડો દુખાવો હોય તો પણ સમસ્યાને આગળ વધતી અટકાવવાના આગોતરાં પગલાં લઇને લોઅર બેકની સુરક્ષાનું ધ્યાન રાખી શકાય છે. આ કોલમમાં આજે હું તમને બેક પેઇનને કાબૂમાં રાખવાના કેટલાક રસ્તા જણાવીશ. 1. લોઅર બેક પેઇન થવાનું મુખ્ય કારણ વધારે પડતું વજન ઉંચકી લેવાની ભૂલ છે. સામાન્ય રીતે રોજબરોજનાં જીવનમાં આપણે ઘણી વખત ખોટી રીતે વજન ઉંચકી લેતા હોઇએ છીએ. ગ્રોસરી બેગ ઉંચકવાની હોય કે પછી બાળકને તેડવાનું હોય...ખોટી રીતે વજન ઉંચકવામાં આવે તો લોઅર બેક પેઇનની સમસ્યા થઇ શકે છે. કમર નમાવીને આંચકા સાથે વજન ઉંચકવામાં આવે અથવા તો ખોટી રીતે કમર વાળવામાં આવે તો લોઅર બેકમાં અચાનક ઇજા પહોંચી શકે છે. જો આવું વારંવાર થાય તો ક્રોનિક ટિશ્યુ ડેમેજની સ્થિતિ ઉભી થઇ શકે છે. જોકે કેટલીક વાતની કેર કરીને આવું ન થાય એનું ધ્યાન રાખી શકાય છે. Â લોઅર બેકથી વળવાને બદલે હંમેશાં ઘૂંટણથી વળો. વળતી વખતે લોઅર બેક પર વધારે દબાણ કરવાથી લિગામેન્ટ કે ડિસ્ક ઇન્જરી થઇ શકે છે. Â લોઅર બેકને કારણ વગર વાળવાને બદલે શક્ય હોય ત્યાં સુધી પગ અને હિપ વિસ્તારની મદદથી હલન-ચલન કરો. Â કરોડરજ્જૂ હંમેશાં સીધી રાખો અને કોઇ પણ વસ્તુને ઉંચકતી વખતે એને છાતી પાસે નજીક રાખો. 2. લોઅર બેક પેઇન પર સમગ્ર સ્વાસ્થ્યની સીધી અસર પડે છે. જો તમે સમગ્ર ફિઝિકલ ફિટનેસ અને જનરલ હેલ્થની સ્વસ્થતા પર ધ્યાન રાખશો તો ચોક્કસપણે લોઅર બેક પેઇનની સમસ્યામાં રાહત મળશે. નાના નાના ઉપાયોથી લોઅર બેક પેઇનની સમસ્યા પર શરૂઆતથી જ કાબૂ મેળવી શકાય છે. Â એક્ટિવ રહો. Â પૂૂરતું પાણી પીઓ. Â આલ્કોહોલનું સેવન ન કરો. Â સારી રીતે પૂરતી નિંદર લો. Â બેલેન્સ્ડ ડાયેટનું સેવન કરો. Â સ્મોકિંગ કે નિકોટિનનું કોઇ પણ રીતે સેવન ન કરો. 3. લોઅર બેકમાં એક નાનકડા ટિશ્યુને નુકસાન થાય તો પણ બાયોકેમિકલ ચેન્જ થાય છે જેના કારણે ક્રમશ: લોઅર બેકનાં સમગ્ર સ્ટ્રક્ચરને અસર પહોંચે છે. આના કારણે લોઅર બેક, હિપ કે પગમાં દુખાવો થઇ શકે છે. આવું ન થાય એ માટે સ્નાયુઓને મજબૂત કરતી એક્સરસાઇઝ કરવી જોઇએ. આવી એક્સરસાઇઝની મદદથી ઇજા પહોંચતી અટકાવીને સ્થિરતા વધારી શકાય છે અને સાથે સાથે ફ્લેક્સિબિલિટીમાં પણ વધારો થાય છે. આ સિવાય બેલી ફેટ પર કાબૂ રાખવાથી પણ લોઅર બેક પેઇનમાં રાહત મળે છે. 4. વજન પર નિયંત્રણ રાખો. તમારાં શરીરના મધ્યભાગમાં રહેલા વધારાના વજનને કારણે ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર બદલાય છે અને લોઅર બેક પર વધારે લોડ પડે છે. આના કારણે બેક પેઇનની સમસ્યા વકરી શકે છે. નિયમિત રીતે સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવાથી લોઅર બેક પેઇનની સમસ્યાને કાબૂમાં રાખી શકાય છે. 5. બેક પેઇન પર કાબૂ મેળવવા માટે દૈનિક આદતોમાં થોડો ફેરફાર કરવો જરૂરી છે. Â અર્ગોનોમિક ચેરનો ઉપયોગ કરો. આવી ખુરશી પીઠ અને પગને પૂરતો સપોર્ટ આપે છે અને તમને ટટ્ટાર રહેવામાં મદદ કરે છે. Â તમને વળવામાં, બેસવામાં કે ચાલવામાં બાધારૂપ સાબિત થાય એવા ટાઇટ કપડાં પહેરવાનું ટાળો. આના કારણે પણ બેક પેઇન થઇ શકે છે. Â એકદમ ઠાંસીને ભરેલાં વોલેટ પર લાંબો સમય બેસી રહેવાથી અસહજ થઇ જવાય છે અને બેક પેઇન થઇ શકે છે. જો તમારે ડ્રાઇવિંગ કરતી વખતે અથવા તો ઓફિસમાં કામ કરતી વખતે લાંબો સમય બેસી રહેવાનું હોય બેક પોકેટમાંથી વોલેટ કાઢી લેવું જોઇએ. Â યોગ્ય હેન્ડબેગ કે બ્રિફકેસની પસંદગી કરો. આ હેન્ડબેગ કે બ્રિફકેસ એક ખભા પર લટકાવાને બદલે ક્રોસમાં ભરાવો. આના કારણે એનું વજન બંને ખભા વચ્ચે સારી રીતે વહેંચાઇ જશે અને એનો ભાર બેક પર નહીં પડે. જો તમે પટ્ટા વગરની ભારે બેગ ઉંચકીને જઇ રહ્યા હો તો થોડા થોડા સમયે હાથ બદલતા રહો. જેથી શરીરના એક હિસ્સાએ વધારે ભાર ઉંચકવો ન પડે. Â બેક પેઇન ન થાય એ માટે કમ્ફર્ટેબલ અને ઓછી હિલના શૂઝની પસંદગી કરો. આવા શૂઝને કારણે તમે જ્યારે ઉભા રહેશો ત્યારે પીઠ પર ખોટું દબાણ નહીં આવે. Â મજબૂત હાડકાં ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગથી બચાવે છે. સામાન્ય રીતે વધતી વયે ઓસ્ટોપોરોસિસને કારણે બેક પેઇન થતું હોય છે અને મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવા મળતી હોય છે. આવી પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે આહારમાં કેલ્શિયમ અને વિટામિન ડી ધરાવતા દહીં, દૂધ, લીલાં પાંદડાંવાળા શાકભાજી, ઇંડાં તેમજ ચીઝ જેવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ. જો કોઇને લોઅર બેકમાં અસહ્ય પીડા થતી હોય અને સામાન્ય સ્ટ્રેચિંગ કે એક્સરસાઇઝથી એમાં રાહત ન મળતી હોય તો તરત ડોક્ટરની સલાહ લેવી જોઇએ. ડોક્ટરની સલાહ વગર આપમેળે કોઇ દવા કે સપ્લિમેન્ટ ન લેવા જોઇએ. contact@sapnavyas.com

અન્ય સમાચારો પણ છે...