તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસથાળ:લો કેલરી સુપર સ્વાદિષ્ટ નાસ્તા

રિયા રાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝરમર વરસાદ વરસતો હોય અને વાતાવરણમાં ઠંડક પ્રસરેલી હોય ત્યારે સ્વાદિષ્ટ વાનગીઓ સ્વાદ મળી જાય તો મજા બમણી થઇ જાય છે. વળી, આ વાનગીઓ લો કેલરી હોય તો સ્વાસ્થ્યને નુકસાન થવાની ચિંતા નથી સતાવતી

પાલક સમોસા સામગ્રી : પડ બનાવવા માટે : મેંદો-દોઢ કપ, મીઠું-સ્વાદ મુજબ, તેલ-2 ચમચી, રવો-4 ચમચી, બેકિંગ પાઉડર-પા ચમચી, અજમો-ચપટી સ્ટફિંગ માટે : પાલક-2 કપ, છીણેલું પનીર-1 કપ, આદું-1 ટુકડો, લીલાં મરચાં-3 નંગ, લસણ-7થી 8 કળી, તેલ-1 ચમચી, ચાટ મસાલો-1 ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ચીલી ફ્લેક્સ-અડધી ચમચી, ઓરેગાનો-અડધી ચમચી, છીણેલું ચીઝ-2 ક્યૂબ, બાફેલો બટાકો-1 નંગ, મરી પાઉડર-પા ચમચી, મેયોનીઝ-1 ચમચી રીત : સૌપ્રથમ સમોસાનું પડ બનાવવા માટે મેંદાના લોટની અંદર પડ માટેની સામગ્રી ઉમેરી ગરમ પાણી વડે લોટ બાંધી અને ઢાંકીને મૂકી દો. હવે એક કડાઈમાં એક ચમચી તેલ મૂકી અજમો, ત્યારબાદ આદું-લસણ-મરચાંની પેસ્ટ અને ડુંગળી ઉમેરો. એક મિનિટ બાદ તેમાં સમારેલી પાલક ઉમેરી સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. હવે બાકી રહેલી તમામ સામગ્રી મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરવું. મિશ્રણ ઠંડું પડે એટલે સમોસા તૈયાર કરો. તેને ઓવનમાં 180 સેલ્સિયસ પર દસ મિનિટ માટે બેક કરો. દસ મિનિટ પછી બીજી બાજુ પલટાવી ફરી બીજી પાંચ મિનિટ માટે બેક કરો. તૈયાર છે હેલ્ધી પાલક સમોસા. સામગ્રી : બટાકા-8 નંગ, ઓલિવ ઓઈલ-4 ચમચી, ગાર્લિક પાઉડર-1 ચમચી, મિક્સ હર્બસ-1 ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, મરી પાઉડર-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ રીત : બટાકાને બરાબર ધોઈ લેવા પણ એની છાલ ઉતારવાની નથી. હવે બટાકાને ઉભા સમારી લેવા. એક મોટાં અને પહોળાં બાઉલમાં બીજી બધી વસ્તુઓ ભેગી કરીને સરસ હલાવી લેવું. હવે તેમાં બટાકા ઉમેરીને એ રીતે મિક્સ કરવું કે દરેક ટુકડા પર મસાલો બરાબર લાગી જાય. હવે ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે પર આ મસાલો લગાવેલાં પોટેટો વેજીસને ગોઠવીને 200 ડિગ્રી પર પ્રિહિટ કરેલા ઓવનમાં 20 મિનિટ માટે બેક કરવા. ત્યાર બાદ તપાસી લેવા. જો જરૂર લાગે તો બીજી પાંચ મિનિટ માટે બેક કરવું. પોટેટો વેજીસને કોઈ પણ પ્રકારનાં ડીપ અથવા તો ટોમેટો સોસ સાથે સર્વ કરી શકાય. દાળવડા ઇન અપ્પમ સ્ટાઇલ સામગ્રી : ચણાની દાળ-1 કપ, મીઠું-સ્વાદ મુજબ, આદું પેસ્ટ-1 ચમચી, લસણ પેસ્ટ-1 ચમચી, લીલાં મરચાની પેસ્ટ-1 ચમચી, સમારેલાં લીલાં મરચાં-1 ચમચી, સમારેલી કોથમીર-પા કપ, સમારેલી ડુંગળી-1 નંગ, લીમડાનાં પાન-8 થી 10, હિંગ-પા ચમચી, હળદર-1 ચમચી, જીરું-1 ચમચી, ચોખાનો લોટ-2 ચમચી રીત : સૌપ્રથમ ચણાની દાળને પાણીથી ધોઈને થોડા હૂંફાળાં પાણીમાં ચારથી પાંચ કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ દાળને મિક્સરમાં થોડી કરકરી પીસી લેવી. દાળ પીસવા માટે પાણીનો ઉપયોગ કરવાનો નથી, જો જરૂર લાગે તો જ બે ચમચી પાણી ઉમેરવું. હવે આ પીસેલી દાળને બાઉલમાં કાઢી ઉપરોક્ત તમામ સામગ્રી ઉમેરી બધું બરાબર મિકસ કરી લેવું. હવે એક પ્લેટને તેલ વડે ગ્રીસ કરી લો. દાળવડાનાં મિશ્રણના નાના નાના બોલ્સ બનાવી તેને ગ્રીસ કરેલી પ્લેટમાં દસથી પંદર મિનિટ માટે ફ્રિજમાં મૂકી દો. હવે અપ્પમ પેનમાં થોડું થોડું તેલ સ્પ્રેડ કરી દાળ વડાના બોલ્સ ગોઠવી દો. આ બોલ્સ પર પણ થોડું તેલ લગાવી મધ્યમ આંચ પર બંને બાજુ ગોલ્ડન રંગ આવે ત્યાં સુધી ચડવા દો. આ હેલ્ધી કિસ્પી દાળવડાને કોથમીર-ફુદીનાની ચટણી સાથે સર્વ કરો. સામગ્રી : મગની દાળ- અડધો કપ, ઓટ્સ-અડધો કપ, છીણેલી ડુંગળી-1 નંગ, દહીંનો મસ્કો-2 ચમચી, હળદર-પા ચમચી, ગરમ મસાલો-1 ચમચી, ચાટ મસાલો-અડધી ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, લીલાં મરચાંની પેસ્ટ-1 ચમચી, આદું પેસ્ટ-1 ચમચી, લસણ પેસ્ટ-અડધી ચમચી, બારીક સમારેલી કોથમીર-પા કપ, મીઠું-સ્વાદ મુજબ રીત : સૌપ્રથમ મગની દાળને બરાબર ધોઇને એક કપ પાણી ઉમેરી બાફી લો. હવે દાળ ઠંડી થાય એટલે એક મોટાં બાઉલમાં ડુંગળી, દહીંનો મસ્કો, ઓટ્સ,આદું-મરચાં-લસણની પેસ્ટ, બીજા મસાલા, કોથમીર અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ તૈયાર થયેલ મિશ્રણમાંથી મનગમતા આકારમાં ટિકકી બનાવી ગરમ તવા પર ધીમે તાપે થોડું તેલ લઈને બંને બાજુથી સોનેરી રંગની શેકો. મનગમતી ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

અન્ય સમાચારો પણ છે...