તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંબંધનાં ફૂલ:જીવનમાં ઉતારી લેવા જેવા જીવનમંત્ર

રચના સમંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસાધારણ જીવન જીવવા માટેના આ રસ્તા બહુ સરળ છે. આ રસ્તાઓ પર ચાલવાથી સિદ્ધિ મળી શકે છે

હાલમાં એક અર્થસભર લખાણ વાંચવા મળ્યું. આ લખાણમાં અસાધારણ જીવન જીવવા માટેના જીવનમંત્ર જણાવવામાં આવ્યા હતા. પહેલો જીવનમંત્ર છે જ્યારે બીજા વિચાર કરવામાં અને કલ્પના કરવામાં વ્યસ્ત હોય ત્યારે તમે કામ કરવાનું શરૂ કરી દો. બીજા જીવનમંત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે બીજા નિંદર કરી રહ્યા હો ત્યારે તમે વાંચો. ત્રીજો જીવનમંત્ર છે જ્યારે બીજા તેમના લક્ષ્યાંકોની યાદી બનાવતા હોય ત્યારે તમે મહેનત કરો. ચોથા જીવનમંત્રમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે બીજા વેડફાટ કરી રહ્યા હોય ત્યારે તમે સંચય કરો. પાંચમો મંત્ર છે કે જ્યારે બીજા બોલવામાં ઊર્જા વાપરતા હોય ત્યારે તમે સાંભળીને શીખવાનો પ્રયાસ કરો. છઠ્ઠા જીવનમંત્ર પ્રમાણે જ્યારે બીજા મેદાન છોડવા માટે તત્પર હોય ત્યારે તમે મેદાનમાં ટકી રહો. સાતમો જીવનમંત્ર છે જ્યારે બીજા વિલંબ કરી રહ્યા હોય ત્યારે ત્વરિત નિર્ણય લો. આઠમો જીવનમંત્ર છે કે જ્યારે બીજા દિવસે સપનાં જોઇ રહ્યા હોય ત્યારે તમે તૈયારી કરો અને નવમો જીવનમંત્ર છે કે જ્યારે બીજા અકળાઇ રહ્યા હો ત્યારે શાંત ચિત્ત જાળવી રાખો. અસાધારણ જીવન જીવવા માટેના આ રસ્તા બહુ સરળ છે. આ રસ્તાઓ પર ચાલવાથી સિદ્ધિ મળી શકે છે. આજનું જીવન સંપૂર્ણ રીતે જીવવું અને સાથે સાથે ભવિષ્ય માટે તૈયાર કરતા રહેવું...આ સતર્કતા જ જીવનને સફળતા તરફ દોરી જાય. આપણે એ રસ્તા પર નજર રાખવી જોઇએ જેના પર આપણે પોતે ચાલી રહ્યા છીએ. સપનાંને સાકાર કરવા માટે મહેનત કરવાથી, બોલવાથી વધારે કામ કરવાથી અને યોગ્ય સમયે નિર્ણય લેવાથી અસાધારણ જીવન જીવી શકાય છે. આમ, સાધારણ રસ્તાઓની સરળતા જ તમને અસાધારણ સફળતા તરફ દોરી જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો