તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
્રશ્ન : હું કોલેજના બીજા વર્ષમાં ભણતી યુવતી છું. મારી સોસાયટીમાં રહેતો એક યુવક મારો સારો મિત્ર છે. મારી બહેનપણી તો કહે છે કે એ મને પ્રેમ કરે છે પણ મને એવું નથી લાગતું. શું છોકરો અને છોકરી મિત્ર ન હોઇ શકે? જો એ મને પ્રેમ કરતો હોય તો અને મને એ કહે નહીં તો મને આ વાતની કઇ રીતે ખબર પડે? એક યુવતી (રાજકોટ) ઉત્તર : શું એક છોકરા અને એક છોકરી વચ્ચે ક્યારેય દોસ્તી શક્ય નથી? આ સવાલ વર્ષોથી ચર્ચાતો રહ્યો છે. જીવનમાં મિત્ર બહુ જરૂરી છે પણ જ્યારે એક છોકરી અને છોકરો મિત્ર હોય ત્યારે છોકરીને એવો ડર સતાવતો હોય છે કે ક્યાંક છોકરો તેના પ્રેમમાં ના પડી જાય. ઘણીવાર કોઇ વિજાતીય મિત્ર છોકરી માટે ખૂબ જ લાગણી દર્શાવતો હોય અને તેના જીવનની દરેક પળનો ભાગ બનવા માગતો હોય. જ્યારે તે છોકરીની વધુ પડતી સંભાળ લેવા માગે ત્યારે એવું જણાઈ આવે છે કે આ છોકરો તે છોકરી માટે ખાસ લાગણી અનુભવી રહ્યો છે. ઘણીવાત આ વાતનો અહેસાસ છોકરીને આસપાસની વ્યક્તિને થાય છે પણ છોકરીને નથી થતો. જ્યારે છોકરીનો વિજાયતીય બેસ્ટ ફ્રેન્ડ તેને ફોન અથવા મેસેજ પર એવું પૂછવા લાગે કે શું તે જમી લીધું? તું અત્યારે શું કરે છે?...ત્યારે સમજી લેવું કે તે વધુ નજીક આવવા માગે છે. આનો મતલબ એ થાય છે કે એ છોકરાના મનમાં છોકરીના વિચારો છવાયેલા છે. એનો મતલબ એવો થાય છે કે છોકરો તેની ફ્રેન્ડ કે જે છોકરી છે તેના માટે સતત વિચારી રહ્યો છે. પ્રશ્ન : હું 28 વર્ષનો છું. મારી પત્નીની વય મારા કરતા ત્રણ વર્ષ મોટી છે. મને સગાઇ કરતી વખતે આ વાત સામે કોઇ સમસ્યા નહોતી કારણ કે મારી પત્ની મને બહુ પસંદ પડી હતી અને મારા માટે તે પરફેક્ટ પસંદગી છે. હવે લગ્ન પછી મને ડર લાગે છે કે સમયની મારી પત્નીની વધારે વય કોઇ સમસ્યાનું કારણ તો નહીં બની ને? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. એક યુવક (વડોદરા) ઉત્તર : શંકા દરેક સમસ્યાનું કારણ છે. મનમાંથી શંકા કાઢી નાખો. ખોટી શંકાને કારણે લગ્નજીવન પર અવળી અસર પડવાની શક્યતા છે. સમાજ વ્યવસ્થામાં પતિની વય પત્ની કરતા પાંચથી છ વર્ષ વધારે હોય છે એની પાછળ શારીરિક અને માનસિક કારણો જવાબદાર છે. સમય જતાં સ્ત્રીઓમાં થતા આંતરસ્ત્રાવીય ફેરફારને લીધે તેઓ પુરુષો કરતા વધારે વયસ્ક દેખાવા લાગે છે. છોકરાઓની તુલનાએ છોકરીઓની શારીરિક ક્ષમતા જલ્દી ઓછી થવા લાગે છે. જો તમે માનસિક રીતે આ વાત સ્વીકારી લીધી હોય તો પત્નીની વય બેથી ત્રણ વર્ષ વધારે હોવાથી કોઇ સમસ્યા ઉભી નથી થતી. ઉંમરના તફાવતને કારણે તમારા લગ્નજીવન પર અસર પડશે નહીં. સમાજમાં એવા અનેક ઉદાહરણ છે જેમાં પત્ની પતિ કરતા બે-ત્રણ વરસ મોટી હોય અને સફળ લગ્નજીવન જીવતી હોય. તમારે તમારું લગ્નજીવન સફળ બનાવવું હોય પત્ની સાથે નિખાલસપણે ચર્ચા કરી તમારા મનની શંકા દૂર કરો. પ્રશ્ન : મારી બહેન બહુ આઝાદ મિજાજની છે. તેને પ્રી-મેરિટલ જાતીય સંબંધોમાં કંઇ અયોગ્ય નથી લાગતું. શું આ યોગ્ય છે? એક મહિલા (સુરત) ઉત્તર : પ્રી-મેરિટલ જાતીય સંબંધો એટલે લગ્ન પહેલાના જાતીય સંબંધો. આ આમ તો વ્યક્તિગત પસંદગીની વાત છે પણ એના દૂરગામી પરિણામ આવી શકે છે એક સર્વેમાં જાણવા મળ્યું છે જે લોકો ઓછી ઉંમરમાં લગ્ન વગર જાતીય સંબંધ બાંધે છે, તેમના લગ્નજીવનમાં ટૂંક સમયમાં જ અસંતોષ, વિવાદો, અસુરક્ષા અને ડિવોર્સ જેવી પરિસ્થિતિ ઉભી થાય એવી શક્યતા વધી જાય છે. લગ્ન પહેલા જાતીય સંબંધ બાંધવામાં અનેક માનસિક સમસ્યા પણ સર્જાય છે. હકીકતમાં એક સંબંધમાં બંધાયા પછી કોઈ બીજી વ્યક્તિ સાથે સંબંધમાં બંધાવું અઘરું છે, કારણ કે બીજા સંબંધમાં તમે જાણતા-અજાણતા પહેલા સંબંધોને શોધતા હો છો. એક સંબંધ તૂટયા બાદ સંબંધો ઉપરથી વિશ્વાસ તૂટી જાય છે. મહિલાઓને તેનો પાર્ટનર તેને છોડીને ન જતો રહે ને? એવી ચિંતા સતાવવા લાગે છે. તમે તમારી બહેનને આ વાત સારી રીતે સ્પષ્ટ શબ્દોમાં સમજાવી શકો છો.
પ્રશ્ન : મારા છ મહિના પહેલા જ લગ્ન થયાં છે. હું પોસ્ટ ગ્રેજ્યુએટ છું અને દેખાવમાં પણ સુંદર છું. મને ઘરના કામ કરવામાં તેમજ ભોજન બનાવવામાં પણ રસ છે. મારા પરિવાર તેમજ સાસરિયાં મારા ખૂબ વખાણ કરે છે પણ મારા પતિને મારી કદર નથી. હું અને મારા પતિ નોકરીના કારણે પરિવારથી અલગ રહીએ છીએ. મારા પતિ મારી દરેક વાતમાં અને દરેક કામમાં મારી ભૂલ કાઢે છે. તેમને દરેક કામ પરફેક્ટ જોઇએ છે. મારા પતિની આ વર્તણૂંકને કારણે મારું તો જીવન ઝેર જેવું થઇ ગયું છે અને લગ્નમાંથી મારો રસ ઊડી ગયો છે. મારે હવે શું કરવું? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : જેમ બે વ્યક્તિઓ અલગ અલગ હોય છે તેમ તેમની પરફેક્ટની વ્યાખ્યા પણ અલગ અલગ હોય છે. એક વ્યક્તિને જે વાત પરફેક્ટ લાગતી હોય એ બીજી વ્યક્તિને પરફેક્ટ ન લાગે એવું પણ બની શકે છે. હકીકતમાં ભૂલ કાઢવાની આદત એક મનોવિકાર છે. જે વ્યક્તિને આવી કુટેવ હોય તેમને બીજાના દરેક કામમાં અને વર્તનમાં ભૂલ જ દેખાય છે. દરેક વ્યક્તિ સરખી નથી હોતી. જો તમારા પતિને દરેક કામ પરફેક્ટ જોઇતું હોય તો તેમણે એ પણ સમજવું જોઇએ કે ઘરની તમામ વ્યવસ્થા તમે એકલા હાથે સંભાળી રહ્યા છો. ઘર અને ઓફિસમાં તફાવત હોય છે. ઓફિસમાં સફાઇ અને વ્યવસ્થા માટે પગારદાર માણસ રાખવામાં આવે છે જ્યારે પત્નીના ભાગે બધી જ જવાબદારી હોય છે. જો તમારા પતિ દરેક કામમાં પરફેક્શનનો આગ્રહ રાખતા હોય તો તેમણે ઘરની જવાબદારીમાં પણ ફાળો આપવો જોઇએ. પરફેક્શનના દુરાગ્રહને કારણે ઘણીવાર ઘર જેલ જેવું બની જાય છે. આવા લોકોથી પરિવારજનો પણ અંતર જાળવે છે અને મહેમાનો તેમના ઘરે આવવાનું ટાળે છે. તમારી સમસ્યાનો સવાલ છે ત્યાં સુધી તમારા લગ્નને હજી છ મહિના જ થયાં છે. તમારા બંને વચ્ચે હજી સમજણનો સેતુ વિકસી રહ્યો છે ત્યારે આટલી નાની વાતથી લગ્નમાંથી રસ ઉડી જાય એ યોગ્ય નથી. તમે જબરદસ્તીથી કે પછી લડાઇ કરીને તમારી વાત પતિને નહીં સમજાવી શકો. જો તમે તાર્કિક રીતે પ્રેમથી તમારી વાત સમજાવાનો પ્રયાસ કરશો તો એ પણ સમજી જશે. ભૂલ એનાથી જ થાય છે જે કામ કરે છે. પતિ અને પત્ની બંને અલગ વ્યક્તિત્વ ધરાવે છે અને એકબીજા સાથે સુમેળ સાધવો જ પડશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.