તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંબંધનાં ફૂલ:જીવન સતત કંઇક શીખવે છે...

રચના સમંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રેરણાત્મક કિસ્સો હંમેશાં ચર્ચામાં રહ્યો છે. આ કિસ્સા પ્રમાણે એક વ્યક્તિ જ્યારે ઇન્ટરવ્યૂ દેવા ગયો ત્યારે તેને એના અભ્યાસ, ડિગ્રી તેમજ પ્રમાણપત્ર દેખાડવાનું કહેવામાં આવ્યું. આ તમામ વસ્તુઓની ચકાસણી કર્યા પછી એ વ્યક્તિને એવું કોઇ પ્રમાણપત્ર બતાવવાનું કહ્યું જેનાથી તેના જ્ઞાન અને સમજણ વિશે માહિતી મળી શકે. આ માગણી સાંભળીને ઇન્ટરવ્યૂ આપવા આવનાર વ્યક્તિએ એક નાનકડો કાગળ આગળ ધર્યો અને કહ્યું કે ‘મારું ઔપચારિક શિક્ષણ તો બહુ ઉચ્ચ સ્તરનું નથી પણ ચોક્કસપણે સમજણ વધારે એવું છે.’ ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિએ કાગળ પર અછડતી નજર નાખીને સવાલ કર્યો કે આ કાગળમાં શું લખેલું છે? આ સવાલનો જવાબ આપતા ઇન્ટરવ્યૂ આપનાર વ્યક્તિએ કહ્યું કે ‘આ મારાં જીવનની ભૂલોની યાદી છે. આ એવી ભૂલો છે જે કર્યાં પછી મને જીવનના અનેક મહત્ત્વના પાઠ શીખવાની તક મળી છે અને એનાં કારણે મારું ઘડતર થયું છે. મને જિંદગીએ શીખવ્યું છેકે હું જીવનમાં કોઇપણ કામ કરવા માટે સક્ષમ છું.’ આ જવાબ સાંભળીને નોકરી માટે એ વ્યક્તિની પસંદગી કરી લેવામાં આવી. જો ભૂલનો સારી રીતે સ્વીકાર કરવામાં આવે, એને છુપાવવાની જગ્યાએ સમજીને યોગ્ય રીતે વિશ્લેષણ કરવામાં આવે તો ઘણું શીખી શકાય છે. કર્તા તો આપણે જ છીએ...પછી સફળતા મળે કે નિષ્ફળતા. આ કારણસર જો અલગ પરિણામ જોઇતું જ હોય તો આપણાં જ આચરણમાં જ બદલાવ કરવો જરૂરી હોય છે. અનેક અસફળ પ્રયાસોનું પરિણામ છે સફળતા. હકીકતમાં સફળતાનો પ્રકાશ ચમકે છે એટલે એ દેખાય છે પણ એની પાછળ નિષ્ફળતાનો હાથ હોય છે. સફળતા ઉજવણી કરવાની તક આપે છે પણ પરાજયમાંથી મળતો પાઠ અનેક સફળતા માટેના મજબૂત પાયાનું ઘડતર કરે છે.

અન્ય સમાચારો પણ છે...