તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લઘુનવલ:તારી સ્ત્રીનું જોબન માણી લેવા દે, પછી એમાંથી કમાણીના ઘણા રસ્તા છે મારી પાસે!

કિન્નરી શ્રોફ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રકરણ -8 ત્મહત્યા. મલ્હારને બીજો ઉપાય દેખાતો નથી. બ્લેકમેલરની સૂચના મુજબ કાલે અને પરમદિવસે આબુનો પ્રોગ્રામ બનાવ્યો એની વીક એન્ડને કારણે શર્મિષ્ઠાને નવાઇ ન લાગી. ઘણા સમયે એ સાથે આવવા માની પણ ગઈ, પણ કાલે શું થવાનું છે એની બિચારીને ક્યાં ખબર છે? કાલની રાત પછી તારી જિંદગી દોજખ બની જવાની છે, પતિ તરીકે હું એ જોઇ ન શકંુ, સહી ન શકું. મરવા સિવાય બીજો આરો નથી. જાણું છું, મારા મરવાથી બ્લેકમેલર શર્મિષ્ઠાને નહીં છોડે, પણ એ જોવા હું જીવતો નહીં હોઉં એ પૂરતું છે! બ્લેકમેલરની વાત નથી માનતો તો અમારી ફિલ્મ ફરતી થઇ જાય...એ આઘાત શર્મિષ્ઠા માટે જેવો તેવો નહીં હોય! અંગત ક્ષણોને ઉઘાડી થતી જોવા કરતા મરવું બહેતર. આબુનાં કન્ફર્મેશન માટે બ્લેકમેલરનો ફોન આવ્યો ત્યારે પોતે ઘણું કરગર્યો હતો કે તું માંગે એટલા પૈસા આપંુ, બસ, એક આ માગણી ભૂલી જા! પણ એ તો વાસનાઘેલો વરુ નીકળ્યો: નો વે, તારી સ્ત્રીનું જોબન માણી લેવા દે, પછી એમાંથી કમાણીના ઘણા રસ્તા છે મારી પાસે! હલકટ. અરે, એક વિચાર એવો પણ થયો કે એ પુરુષ આબુની અમારી રૂમ પર આવે ત્યારે ચાકુ કે છૂરીથી હુમલો કરી એને મારી જ નાખવો, પછી ભલે મને ફાંસી થતી, શર્મિષ્ઠા તો સેફને! પછી સાંભર્યુ કે બદમાશે અમારો વિડીયો એના મિત્રોને બતાવ્યો છે. કોઇ પાસે કોપી હોય ને એ પોતાના સાથીના અંજામથી ગિન્નાઇને ફિલ્મ ફરતી કરી દે તો ખૂનનો અર્થ પણ શું સરે? કોણ છે આ બ્લેકમેલર? ના, અમારી ફિલ્મ ઉતારનાર પ્લમ્બરનું આમ નંબર બદલી બ્લેકમેલ કરવાનું ગજુ નહીં. જરૂર એણે કોઇને ફિલ્મ વેચી હોવી જોઇએ! પ્લમ્બરના રસ્તે બ્લેકમેલર સુધી પહોંચાય ખરું, પણ એનો ફાયદો શું? નહીં, આ આદમીને છંછેડવામાં સાર નથી. અમારી ફિલ્મનું બ્રહ્માસ્ત્ર એની પાસે છે. ધારેલું કર્યા વિના એ નહીં જ માને. મલ્હારને પોતાની પોઝિશન, રુતબો બધું વ્યર્થ લાગતું હતું. કોઇ બીજાની આત્મહત્યાના ખબર સાંભળીએ ત્યારે આપણો પ્રત્યાઘાત એવો જ હોય કે દુનિયામાં દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે, આમ આવડી વાતમાં જીવ દેવાતો હોય! પણ જાત પર વીતે ત્યારે ભાન થાય કે જિંદગી ક્યારેક એટલી જટિલ બની જાય છે કે એનાથી છૂટવામાં જ સાર લાગે છે! રાત વીતતી ગઇ એમ મલ્હારનો ઇરાદો દૃઢ થતો ગયો. મરવંુ કઈ રીતે એ માટે બહુ વિચારવું ન પડ્યું: માઉન્ટ આબુ, માય ફેવરિટ પ્લેસ! ત્યાંની પર્વતમાળાનાં શિખર પરથી ખીણમાં ખાબકી પ્રકૃતિની ગોદમાં સમાઇ જવું છે મારે! સોરી, શર્મિષ્ઠા, તને મઝધાર છોડી જાઉં છું, પણ શું કરું, ધેર ઇઝ નો અધર વે. અને શનિની સવારે સાડાસાતના સુમારે મલ્હાર આબુ માટેનો સામાન કારમાં મૂકતો હતો કે મોબાઇલમાં મેસેજ ઝબૂક્યો: ડોન્ટ લૂઝ હોપ, મલ્હારભાઇ. વી આર વિથ યુ. આબુમાં આપણે મળીએ છીએ. એ પહેલા કશું ખોટું વિચારતા કે કરતા નહીં, પ્લીઝ! અને હા, શર્મિષ્ઠાભાભીને મારા મેસેજ વિશે કહેતા પણ નહીં- ઉર્વી. આ એક મેસેજે મલ્હારને તર્ક-વિતર્કના રવાડે ચડાવી દીધો! Â Â Â ‘શર્મિષ્ઠા, બાઇકની વ્યવ્સ્થા કરી હું કલાકેકમાં આવ્યો.’ આબુની ‘મહારાજા’ હોટલનાં સ્વીટમાં પતિ-પત્ની થાળે પડયાં એની થોડી વારમાં મલ્હાર નીકળ્યો. હોપ, હવે એના મરવાના જ ખબર આવે! ધારોકે રાત સુધીમાં એ આત્મહત્યા ન કરે તો? કદાચ એણે મને સાથે લઇ મરવાનું ઠેરવ્યું હોય તો? મારા પછી શર્મિષ્ઠા દુખી થાય એના કરતા સાથે જ કેમ ન મરીએ! અરે, મરવાને બદલે એ બ્લેકમેલરની હત્યાનું પ્લાનિંગ કરી બેઠો તો... આ સવાલો સ્વાભાવિક હતા, પણ અખિલેશ કહેતો હોય છે એમ આપણો ધાર્યો અંક જ આવશે એમ માની પાસા ફેંકીએ તો પોબાર પડે જ! સાવધ જરૂર રહેવું, પણ થવાનું તો આપણું ધાર્યું જ... ફિંગર ક્રોસ કરી શર્મિષ્ઠાએ બાજુની હોટલમાં ઉતરેલા અખિલેશને ફોન જોડ્યો, ‘હી હેઝ લેફ્ટ.’ ‘ગ્રેટ. હું પાછળ જાઉં છું, એ કેવી રીતે મરવા માંગે છે, જોઉં તો ખરો.’ અખિલેશે કોલ કટ કર્યો. એ જ વખતે બેલ વાગી. અત્યારે કોણ હશે? દરવાજો ખોલતા જ કાળજે ચીરો પડ્યો. સામે હોટલ મેનેજરની સાથે વર્દીધારી ઇન્સ્પેક્ટર હતો! પાછળ બે હવાલદાર પણ દેખાયા. ‘વાત એમ છે સર...’ આધેડ વયના મેનેજરે ઠાવકાઇ દાખવી, ‘આપના વિશે આબુના અમારા ઇન્સ્પેક્ટર ચૌધરીસાહેબને બાતમી મળી છે કે તમે ડ્રગનો વેપાર કરતી સિન્ડિકેટ સાથે સંકળાયેલા છો.’ ‘નોનસેન્સ’ બેબુનિયાદ આરોપે અખિલેશનો પિત્તો હટ્યો, ‘તમારી કંઇ ભૂલ થાય છે, સાહેબ. હું શરીફ માણસ છું.’ ‘શરીફ હોવાનો ઢોલ પીટવાની જરૂર બદમાશને જ વધુ પડતી હોય છે. ખૈર, મને કહો કે આ સેલનંબર તમારો પોતાનો જ છે?’ આંગળી વચ્ચે સ્ટિક રમાડતા ચૌધરીએ કહેલા દશ આંકડા અખિલેશને ભીતર ધ્રુજાવી ગયા: આ તો રાજે મને આપેલો નંબર! મલ્હારનાં બ્લેકમેલિંગ માટે પોતે રાજ પાસેથી ચારેક સીમકાર્ડ લીધેલા. રાજ ડ્રગનો કારોબાર પણ કરે છે? બદમાશે એવો નંબર પધરાવ્યો જેનો સંબંધ ડ્રગ માફિયા સાથે રહ્યો હોય? હે ભગવાન! અખિલેશને ક્યાંથી ખબર હોય કે આ નંબર ખરેખર રાજે તો રીમા માટે વાપરેલ હતો, જે એક્ટિવ થતા અરેનની ટીમે એક રાતમાં તો એનો ડેટા હેક કરી આખો પ્લાન જાણી લીધો છે ને અત્યારે પોતે એના જ ટ્રેપમાં ફસાઇ ચૂક્યો છે! ‘આત્મારામ’ ઇન્સ્પેક્ટરે હવાલદારને આદેશ આપ્યો, ‘રૂમની તલાશી લો, મોબાઇલ-લેપટોપ જે હોય એ કબજે કરો, ક્વિક!’ આ શું થઇ રહ્યંુ છે! ઇન્સ્પેક્ટરે કહેલા નંબરવાળંુ કાર્ડ અત્યારે પણ પોતાના મોબાઇલમાં છે એ વિચારે જ અખિલેશને તમ્મર આવ્યા. એને રૂમમાં દોરતા ઇન્સ્પેક્ટરે પોતાના ફોનમાંથી મેસેજ કરી દીધો: ડન. Â Â Â ‘ઇટ્સ ડન’ મેસેજ વાંચી અરેને કહ્યંુ. ઉર્વીએ હાશકારો અનુભવ્યો. ‘આ બધું શું છે અરેન-ઉર્વી?’ મલ્હારે પૂછ્યંુ. બપોરે સ્વીટમાં થાળે પડ્યા કે ઉર્વીનો મેસેજ આવ્યો હતો: થોડીવારમાં તમે નખી લેકની ઉત્તરે આવેલી ‘દાવત’ રેસ્ટોરાંમાં પહોંચો. એકલા અને ભાભીને કહ્યાં વિના... પ્લીઝ! એટલે પોતે બાઇકના બહાને નીકળ્યો. ના, મરવાનો ઇરાદો બદલાયો નહોતો, પણ એ પહેલા ઉર્વીને આખરીવાર મળી તો લઉં! અહીં આવીને જોયુ તો ઉર્વી સાથે અરેન પણ મૌજૂદ હતો. થોડીવાર આડીતેડી વાતો ચાલી એમાં ઉર્વીના મેસેજીસનું હાર્દ પકડાયું નહીં. આખરે મામલો શું છે? ‘કહું છું, મલ્હારભાઇ’ ઉર્વીએ શ્વાસ લઇ વાત માંડી, ‘કથા તમારી છે પણ એનો છેડો રીમાને સ્પર્શે છે. રીમાએ આત્મહત્યા પરીક્ષાનાં પરિણામના ડરથી નહોતી કરી.મલ્હારભાઇ, રાજ નામના યુવાને એને પ્રેમનાં નામે ફસાવી, એની ગંદી તસવીર બનાવી એને બ્લેકમેલિંગથી વેશ્યા બનાવવાના પ્રયાસ કર્યા.’ હેં. મલ્હાર ડઘાયો. દુખ પણ થયું: બિચારી રીમા! ‘રીમાએ બરબાદ નહોતંુ થવંુ એટલે એણે આત્મહત્યા કરી, પણ જતાં પહેલા મને પત્ર લખી રાજના કરતૂત જણાવ્યા, એની કોન્ટેક્ટ ડિટેલ્સ પણ આપી... આટલી માહિતી પછી પણ અમે એને ઝડપી ન શક્યા, કેમકે એ નંબર્સ ટ્રેસેબલ રહ્યા નહોતા...ગઇ કાલે એકાએક એ નંબર એક્ટિવ થયો, અને એનું કનેકશન તમારી સાથે નીકળ્યું!’ મતલબ... મલ્હારને ઝબકારો થયો. ‘જી, એ તમારા બ્લેકમેલરનો નંબર હતો!’ ચોંકી ગયો મલ્હાર. અરેન-ઉર્વી બધું જ જાણે છે? ‘વેલ, આમ તો કોઇ નંબર ટ્રેસ યા હેક કરવા અમારે મલ્ટિપલ સ્તરે પરવાનગી લેવી પડે, પણ ક્રાઇમ પેટ્રોલિંગમાં ક્યારેક કેટલાક કામ આઉટ ઓફ વે જઇને કરવા અમે ટેવાયેલા છીએ.’ અરેને ફોડ પાડ્યો, ‘તમારી વાતચીતનો ડેટા, એણે મોકલેલી ક્લિપ- વી હેડ એવરી થિંગ એટ ધ અવર ઓફ મિડનાઇટ.’ ‘અરેને મને જાણ કરી. પહેલા તો થયું રાજ મારી પ્રિય વ્યક્તિઓને જ શિકાર બનાવે એ કેવો જોગાનુજોગ! પણ પછી તમારી ફિલ્મોના સંદર્ભે હું ચમકી.’ (અડધી રાતે અરેને બ્લેકમેલિંગનો ફોડ પાડતા ઉર્વી સાચે જ ચમકેલી: મલ્હારભાઇ-ભાભીની અંગત ક્ષણોની ફિલ્મ? એ કેમ બને! ‘એમાં ન બનવા જેવંુ શું છે?’ ‘છે, અરેન.’ ઉર્વી હાંફી ગયેલી, ‘થોડા દિવસ પહેલા જ મને ખુદ શર્મિષ્ઠાભાભીએ એવું કહ્યંુ કે મલ્હારભાઇ પુરુષત્વ ગુમાવી ચૂક્યા છે! એમનું સંવનન જ શક્ય ન હોય તો એનો વિડીયો ઉતરે જ કેમ?’ પણ ક્લિપ બનાવટી નહોતી, બેડરૂમનું કેલેન્ડર ગવાહી પૂરે છે કે ફિલ્મ આ જ મહિનાની છે. આનો એક જ અર્થ થાય- શર્મિષ્ઠાભાભી જૂઠ બોલ્યાં! પોતાનો આડો સંબંધ ખુલ્લો ન પડી જાય એ માટે પતિને નપુંસક બતાવનારી નારી જ કેમ બ્લેકમેલિંગનાં મૂળમાં ન હોય? આ તર્કને કામે લગાડતા દુશ્મનની બાજી ખુલ્લી ગઇ હતી! હવે મલ્હારભાઇ સમક્ષ પર્દાફાશનો સમય આવી ગયો...) ‘યા, ઇટ્સ શોકિંગ’ મલ્હારથી નિશ્વાસ નંખાઇ ગયો. ‘મારા માટે એ બીજા અર્થમાં શોકિંગ હતંુ, મલ્હારભાઇ’ ઉર્વીને શ્રમ વર્તાયો, ‘કેમકે હજુ ચાર દિવસ પહેલા જ મને કોઇએ એવું કહ્યું કે તમે પુરુષમાં નથી રહ્યા!’ વોટ! મલ્હાર સમસમી ગયો અને બોલી ઉઠ્યો કે આવી બેહૂદી વાત તને કહી કોણે? ઉર્વીએ હોઠ કરડ્યો. જ્વાળામુખીનાં સ્ફોટનની ઘડી આવી પહોંચી હતી. ‘મને ક્ષમા કરજો, મલ્હારભાઇ, તમારી અતિ પ્રિય વ્યક્તિનો નકાબ ઉતારવા જઇ રહી છું.’ ઉર્વીના અવાજમાં થડકો ભળ્યો. મલ્હારની છાતીના ધબકારા વધી ગયા, હૈયે અંદેશો ભરડો લેવા લાગ્યો. ‘પતિની આટલી ખાનગી વાત કહેનારી પત્ની જ હોય, મલ્હારભાઇ! શર્મિષ્ઠાભાભીએ તમારા પાડોશી અખિલેશ સાથેનો આડો સંબંધ છૂપાવવા મને સ્ટોરી કહી, અત્યારે એ અખિલેશ ઉર્ફે બ્લેકમેલર પોલીસના પહેરામાં છે.’ ઉર્વીની વાત સાંભળીને મલ્હારને આઘાત તો અનુભવાયો પણ સાથે સાથે સાથે અસહ્ય દુખની લાગણી થઇ અને એ પોતાની આંખો મીંચી ગયો.(ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...