તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- રચના સમંદર
જ્યારે કોઇ પણ વ્યક્તિના આંખમાં આંસુ દેખાય છે ત્યારે પહેલી લાગણી એવી થાય છે કે એ વ્યક્તિ બહુ પીડામાં છે, તકલીફમાં છે અને એટલે એ રડી રહી છે. આ વિચાર આવતા જ આપણે એ વ્યક્તિ રડે નહીં અને એના આંસુ બંધ થાય એ રીતે આખી વાતને વાળવાનો પ્રયાસ કરવા લાગીએ છીએ. આપણી આ વર્તણૂક પાછળ આપણાં હૈયામાં એ વ્યક્તિનું હિત વસેલું હોય છે, પણ હકીકતમાં આંસુને રોકવા કરતા એને વહેવા દેવાથી વધારે માનસિક રાહત મળે છે.
રડવું આવે ત્યારે ખુલ્લા દિલે રડી લો. આંસુને વહેવા દો. જાહેરમાં રડવું આવે તો પણ દબાવી ન રાખો. આંસુ તમને વધુ મજબૂત બનાવશે. અઘરી પરિસ્થિતિમાં અથવા તો કોઇ પણ સંવેદનશીલ વાત પર ભાવુક થઇ જવાય અને રડી પડાય તો એમાં કશું ખરાબ કે ખોટું નથી. કોઇ ટેન્શન, કોઇ નિષ્ફળતા, કોઇ દર્દ, કોઇ વેદના કે કોઇ યાદ વખતે રડવું આવે ત્યારે રડી લેવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણા લોકો સ્વજનના મૃત્યુ વખતે રડી શકતા નથી. એનું કારણ એને લાગેલો જબરજસ્ત આઘાત હોય છે. કોઇ રડે નહીં ત્યારે એટલે જ એવું કહે છે કે, એને ગમે એમ કરીને રડાવો. રડી લેશે એટલે હળવા થઇ જશે. ન રડીએ તો મન અને મગજમાં નકારાત્મકતા આવી જાય છે. જે રડી શકતા નથી એ અનેક શારીરિક અને માનસિક રોગનો ભોગ બને છે. આપણી લાગણીઓના કારણે આપણે રડીએ ત્યારે આંસુની સાથે સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થાય છે. સાયકોલોજિકલ સ્ટડી એવું કહે છે કે, રડવાથી આપણા ઇમોશન્સ શાંત પડે છે. રડી લેવાથી મન શાંત થાય છે. સ્ટ્રેસમાં ઘટાડો થાય છે. આપણે રડીએ ત્યારે આપણને નજીકની વ્યક્તિ સાંત્વના આપીને શાંત કરવાનો પ્રયાસ કરે છે. તેની પણ આપણા મન ઉપર હકારાત્મક અસર થાય છે. રડવા વિશે એવું પણ કહેવામાં આવે છે કે, જો કોઇ રડતું હોય તો એને તરત શાંત પાડવાનો પ્રયાસ ન કરો, એને થોડુંક રડી લેવા દો. એના ખભે હાથ પસવારો પણ એને રડતા રોકો નહીં. સાચું રડી શકે છે એ સારું જીવી શકે છે.
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.