સેક્સ સેન્સ:નૈનોં કો બાતેં કરને દો...

મેધા પંડ્યા ભટ્ટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એકસાથે રહેતા હોય ત્યારે આંખોના ઇશારા અને ભાવ દ્વારા સમજાવવાના પ્રયત્નો થતા રહે છે

દરેક પતિ-પત્ની પોતાની સેક્સ લાઇફમાં કંઇ નવું કરવા માટે વિચારે છે, ઇચ્છે છે, સપનાં જુએ છે પણ ઘણાં તેને અમલમાં મૂકવાની બાબતમાં શૂન્ય સાબિત થતા હોય છે. પતિ પત્ની બંને એકબીજા પાસેથી ઇચ્છે છે કે પત્ની તેના માટે કંઇક નવું પ્લાનિંગ કરે, તેને ક્યારેક સરપ્રાઇઝ આપે, ક્યારેક તેને વધારે મહત્ત્વ આપે અને મનગમતો પ્રેમ અને સમય આપે. બંને એકબીજા પાસેથી અપેક્ષા રાખે છે પણ બેમાંથી કોણ પહેલ કરે તે વિચારમાં ને વિચારમાં સમય પસાર થવા લાગે છે અને સમય જતાની સાથે પ્રેમ ઓછો થવા લાગે છે. મનમાં અનેક ઉમંગો હોય પણ તેને શારીરિક કે માનસિક રીતે કે પછી શાબ્દિક રીતે રજૂ કરવાનો સંકોચ હળાહળ હોય છે. એકસાથે રહેતા હોય ત્યારે એકબીજાને જોઇ જોઇને આંખોના ઇશારા અને ભાવ દ્વારા સમજાવવાના પ્રયત્નો થતા રહે છે પણ જ્યાં સમય જ વહી રહ્યો હોય ત્યાં કોઇ ઇશારા કે ભાવને સમજવાની શક્તિ રહેતી જ નથી. આવા સમયે દરેક પતિ-પત્નીને મનમાં એક વાત સતત સતાવતી હોય છે કે તેમનો પાર્ટનર તેમનાથી સંતુષ્ટ તો હશે ને...બંને પાત્ર જો એકબીજાની સાથે વાતચીત કરીને લાગણી દર્શાવી ન શકતા હોય તો તે સમસ્યાનું એકમાત્ર સમાધાન છે, તમારી આંખોથી લાગણી અને ભાવને પ્રદર્શિત કરો. જ્યારે પણ તમે તમારા સાથી સાથે સમાગમની ક્રિયાનો આનંદ માણી રહ્યા હો તો તમારાં તન-મનમાં જે ઇચ્છા અને તૃપ્તિના ભાવ હોય તેને આંખોમાં લાવીને તેને પ્રદર્શિત કરો. તેનાથી તમારા સાથીને તમે કેટલું આકર્ષણ અનુભવી રહ્યા છો, તે સ્પષ્ટ સમજાઇ જશે. પૂર્વી અને રાજન સંયુક્ત કુટુંબમાં રહે છે. ઘરમાં પ્રસંગનું વાતાવરણ હોવાથી ઘણા સમયથી મહેમાનો અને સગા સંબંધીઓની ભીડ રહે છે. તેવામાં એક લાંબો સમય થઇ ગયો હોવા છતાંય બંનેને એકબીજા માટે જોઇતી સ્પેસ મળી શકી નહોતી. પૂર્વી ખૂબ જ સુંદર અને આકર્ષક હોવાના કારણે રાજનને તેના પ્રત્યે અપાર પ્રેમ રહે છે પણ સમયના અભાવે જાણે પૂર્વી તેના પ્રેમને અને તેની જરૂરીયાતને સમજતી નથી તેવું તેને લાગવા લાગ્યું. રાજન ધીમે ધીમે આ વાતને મનમાં રાખીને તેનાથી દૂર થવા લાગ્યો. પૂર્વી ઘરનાં કામોમાં વ્યસ્ત હોવાથી તેણે આ વાતને ધ્યાને ન લીધી પણ એક દિવસ તેણે જ્યારે રાજનને તેની સાથે બહાર કંઇક જરૂરી વસ્તુ લેવા જવાનો આગ્રહ કર્યો, તો રાજને જે છણકો કરીને ના પાડી તેનાથી તેને નવાઇ લાગી. બંને વચ્ચે કોઇ વાતને લઇને ઝગડો થયો ન હોવા છતાંય રાજનનું આ વર્તન તેને સમજાયું નહીં. પૂર્વીએ રાજનની વાતને ખોટા અર્થમાં લેવાના બદલે તેના ગુસ્સા કરવા પાછળ તેના પ્રેમની જરૂરીયાતને સમજવાનો પ્રયત્ન કર્યો. તે સમજી ગઇ કે ઘણા બધા દિવસોથી તે રાજનને સમય નથી આપી શકતી. તેણે વાતને સમજીને પોતાના સંબંધને તરત જ સુધારી લેવા એ દિવસે રાતે જ ઝડપથી કામ પતાવીને રાજન પાસે બેડરૂમમાં પહોંચી ગઇ. પડખું ફરીને સૂઇ ગયેલા રાજનની બાજુમાં જઇને તેને વળગી ગઇ. રાજને તેનો હાથ દૂર કર્યો તો તે મસ્તીના મૂડમાં આવી ગઇ. રાજને આ તકનો લાભ લીધો અને બંને પ્રેમક્રીડામાં ઓતપ્રોત થવા લાગ્યા. રાજનના પ્રેમની પ્રતિક્રિયા આપતી વખતે પૂર્વી પોતાની આંખો ખુલ્લી રાખીને તેના ભાવને દર્શાવી રહી હતી. સમાગમ દરમિયાન પણ તે પોતાની આંખોને ખુલ્લી રાખીને તેને ખૂબ જ પ્રેમપૂર્વક નિહાળી રહી હતી. રાજનને જાણે પૂર્વીના પ્રેમ, શરીર અને કાતિલ અદાઓ તેમજ આંખોનો નશો ચડ્યો હોય તેવું લાગી રહ્યું હતું. બંનેએ એકબીજાની આંખોમાં પ્રેમ, આકર્ષણ અને સંતોષને નિહાળીને ચરમસીમાનો બહોળો આનંદ માણ્યો. સમાગમની ક્રિયા દરમિયાન ઘણા લોકો આંખ બંધ કરી દેતા હોય છે, જેમાં સ્ત્રીઓ વધારે પ્રમાણમાં આ ક્રિયા કરતી જોવા મળે છે. એક વાત સમજવા જેવી છે કે તમારા પાર્ટનરની ઇચ્છા હંમેશા એવી હોય છે કે તેની સાથે આંખોનો સંપર્ક જાળવી રાખો, તેને પ્રેમથી નિહાળો, આંખોમાં ઉત્પન્ન થતા ભાવને જાણો અને માણો અને તેની પાછળ રહેલા મનને સમજવાનો પ્રયત્ન કરો................

અન્ય સમાચારો પણ છે...