તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇશા અને યજ્ઞેશ બંનેનાં લગ્નને પાંચ વર્ષ થયાં હતાં. બંનેનાં ખાતામાં શિકાયતો અનેક હતી પણ એ માટેનું કોઇ કારણ ન હતું. લાઇફમાં કોઇ ચાર્મ નથી રહ્યો, રોબોટિક જીવન જીવી રહ્યાં હોય એવું લાગે છે. એવી ઘણીબધી ફરિયાદો બંને કરતા હતાં. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે પતિપત્ની વચ્ચે ખાસ ઝઘડા થતા ન હતા. કોઇ વાતનું ટેન્શન પણ ન હતું. બંને પાસે સારી જોબ હતી. આરામદાયક ઘર હતું અને ગાડી હતી. એક પૈસાનું દેવું ન હતું. તેમ છતાં કોઇ પણ બાહ્ય કારણ વિના જીવન ઉત્સાહ વગરનું બની ગયું હતું. રવિવારે રજા હોય ત્યારે પણ બંને જણા આખો દિવસ ઘરમાં રહીને આરામ કરવામાં પસાર કરી નાખતા હતા. કંઇક કારણ હોવું જોઇએ એવું તો બંનેને લાગતું હતું પણ એ શું હતું તેની સમજ પડતી ન હતી. એક સમય એવો પણ હતો જ્યારે ઇશા અને યજ્ઞેશ બંનેએ ખૂબ સ્ટ્રગલ કરી હતી ત્યારે આર્થિક અને સામાજિક પરિસ્થિતિ વિકટ હતી. મહેનતથી આગળ વધ્યા. સારી જોબ મેળવી. પ્રારંભના સમયમાં બંને જણા ધીમે ધીમે વિકાસ કરતા ગયાં અને લાઇફના એક પછી એક ગોલ્સ ‘એચિવ’ કરતા રહ્યાં. ત્યારે બંને જણા પાસે સાથે બેસવાનો, ભવિષ્યની યોજનાઓ બનાવવા માટેનો અને પરિવારજનોની જરૂરિયાતો સંતોષવા માટેનો પૂરતો સમય હતો. શનિ-રવિમાં બંને જોડે જ નાની-મોટી પિકનિક પર જવાનું આયોજન કરતા હતા. સમય જતાં આર્થિક સમસ્યા ઘટતી ગઇ. જોબમાં પ્રમોશન મળતું ગયું. બંને વ્યસ્ત થતાં ગયાં. વ્યવહારુ માપદંડ પ્રમાણે બંને વેલસેટલ્ડ થઇ ગયા. એ પછી માનસિક ખાલીપો સર્જાવા લાગ્યો. ‘ફિક્સ્ડ શેડ્યુલ્સ’ અને ‘મોનોટોનસ લાઇફ’માં ભરાઇ ગયાં. કામકાજ સિવાય આનંદનું બીજું કોઇ માધ્યમ રહ્યું નહીં. બંને જણા ફેમિલીથી અલગ રહેવા લાગ્યાં. મજા કરવા માટે એકમાત્ર રવિવાર બચ્યો હતો, જે આરામ કરવામાં અને થાક ઉતારવામાં વીતી જતો હતો. પર્સનલ સ્પેસ જેવું રહ્યું નહીં. ખાલીપો માથું ઊંચકવા લાગ્યો. આવું ઘણાંબધાં યુગલો સાથે બને છે. સફળતા પાછળ જે મહેનત કરી હોય તેનાં ફળ ચાખવાનો સમય આવે ત્યારે પતિપત્ની પાસે સમય જ હોતો નથી. જીવનના જે બિંદુ પર પતિપત્નીએ ડ્રીમ જોયું હોય ત્યારે ખુશી અનુભવી હોય પણ જ્યારે એ સપનું સાકાર થવાનો સમય આવે ત્યારે એટલી ખુશી માણી શકાતી નથી. રિસ્કેડ્યુલિંગ અને ઇન્સાઇટ ઓરિએન્ટેડ થેરાપી દ્વારા આવાં કપલને કાઉન્સેલિંગ આપવું જરૂર બને છે. ઇશા અને યજ્ઞેશ પણ ત્રણ-ચાર વારની મુલાકાતો પછી સફળતાનું સેલિબ્રેશન કરવાનું શીખી ગયાં. મૂડમંત્ર ઃ ઊંચાઇ પર પહોંચતા જ ખબર પડે છે કે આપણે એકલા છીએ. આ એકલતા ફરીથી નીચે ન લઇ આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.