રંગરાત્રિ:નવરાત્રિના ખાસ નવ રંગો જાણો અને તહેવારને માણો

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવ દિવસોમાં પ્રત્યેક દિવસ માટે એક ખાસ રંગનું મહાત્મ્ય હોય છે. આ કારણોસર હાલમાં દિવસને અનુરૂપ રંગને ધ્યાનમાં રાખીને ચણિયાચોળીનાં કલર કોમ્બિનેશન અને એક્સેસરીની પસંદગી કરવાનો ટ્રેન્ડ છે

નવરાત્રિ રંગો અને ઉત્સાહનો તહેવાર છે. આ તહેવારમાં દરેક યુવતી રોજ અલગ અલગ લુકમાં બધા કરતા અલગ દેખાવા ઇચ્છતી હોય છે. નવરાત્રિના નવ દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપની આરાધના કરવામાં આવતી હોય છે. આ નવ દિવસોમાં પ્રત્યેક દિવસ માટે એક ખાસ રંગનું મહાત્મ્ય હોય છે. આ વર્ષે નવરાત્રિ 7 ઓક્ટોબર એટલે કે ગુરુવારે શરૂ થાય છે અને વિજયાદશમી 15 ઓક્ટોબરે એટલે શુક્રવારે છે. ♦પહેલો દિવસ - પીળો રંગ નવરાત્રિની શરૂઆત ગુરુવારે થાય છે. આ દિવસે પીળો રંગ પહેરવાનો મહિમા છે. આ રંગ પહેરીને આનંદનો અનુભવ કરી શકાય છે. બીજો દિવસ - લીલો રંગ નવરાત્રિના બીજા દિવસની ઉજવણી કરતી વખતે લીલો રંગ પહેરવામાં આવે છે. આ રંગ પ્રકૃતિ અને સમૃદ્ધિના પર્યાય સમો છે. આ રંગ પહેરવાથી સમૃદ્ધિ અને શાંતિની શરૂઆત થાય છે. ત્રીજો દિવસ - ગ્રે નવરાત્રિના ત્રીજા દિવસે ગ્રે રંગનાં વસ્ત્રો શુભ માનવામાં આવે છે. ફેશનની દુનિયામાં પણ ગ્રે રંગ ખાસ રંગ ગણાય છે અને એની સાથે અનેક પ્રયોગ કરી શકાય છે. ચોથો દિવસ - નારંગી આ દિવસે ઓરેન્જ એટલે નારંગી રંગ પહેરવાનો મહિમા છે. આ રંગ ઉત્સાહનું પ્રતીક છે અને એને નવરાત્રિના ચોથા દિવસે પહેરવામાં આવશે. પાંચમો દિવસ - સફેદ આ દિવસે માતા સ્કંદમાતાની પૂજા થાય છે. માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે. આથી સ્કંદ માતા હોવાના કારણે માતાનું આ નામ પડ્યું છે. આ દિવસે સફેદ રંગ પહેરવો શુભ માનવામાં આવે છે. આ રંગ શાંતિનું પ્રતીક છે અને એ પહેરવાથી આંતરિક શાંતિનો અનુભવ થાય છે. છઠ્ઠો દિવસ - લાલ રંગ આ દિવસે લાલ રંગ પહેરવાનો મહિમા છે. લાલ રંગ સ્વાસ્થ્ય અને જીવનમાં ઉત્સાહ પ્રેરે છે. આ રંગ સાહસ અને પેશનનું પ્રતીક છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાજીને ખુશ કરવા માટે લાલ રંગનાં વસ્ત્રો ધારણ કરવાનો મહિમા છે. સાતમો દિવસ - રોયલ બ્લૂ બુધવારે નવરાત્રિના સાતમા દિવસે પહેરવા માટે રોયલ બ્લૂ પરફેક્ટ છે. આ રંગ પહેરવાથી રોયલ લુક મળે છે. આ રંગથી વિશ્વાસની લાગણીનો અહેસાસ થાય છે. આઠમો દિવસ - ગુલાબી આઠમા દિવસે ગુલાબી રંગ પહેરીને ઉજવણી કરવામાં આવે છે. આ રંગ પ્રેમ, આકર્ષણ અને સ્ત્રીત્વનું પ્રતીક છે. આ રંગથી પ્રેમની લાગણીનો અહેસાસ થાય છે જે મનને ઉત્સાહથી ભરી દે છે. નવમો દિવસ - જાંબુડી નવમા દિવસે જાંબુડી રંગની પસંદગી કરાય છે. આ રંગ ઊર્જાસભર છે અને એમાં લાલ રંગની વાઇબ્રન્સી અને બ્લૂ રંગના સ્થાયીત્વના ભાવનો સમાવેશ થાય છે. આ દિવસે જાંબુડી રંગ પહેરવાથી માતાજીના આશીર્વાદ મળે છે.

અન્ય સમાચારો પણ છે...