એક્સેસરીઝ:લાખનાં ઘરેણાંની લાખેણી ફેશન

એક મહિનો પહેલાલેખક: આસ્થા અંતાણી
  • કૉપી લિંક

લાખની ફેશન વર્ષોથી માનુનીઓના દિલ પર રાજ કરે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે ફેશનની હરીફાઈમાં હંમેશાં ટકી રહેતી હોય છે અને લાખની ફેશન પણ વર્ષોથી ચલણમાં છે. હાલમાં લાખના જ્વેલરીની ફેશન લોકપ્રિય બની છે એની પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે. Â દરેક પ્રસંગ માટે યોગ્ય લાખનાં ઘરેણાં તેની સ્ટાઇલ પ્રમાણે હેવી અને લાઇટ બંને લુક આપી શકે છે અને આ કારણે એને દરેક પાર્ટી કે પછી લગ્ન પ્રસંગમાં સહેલાઇથી પહેરી શકાય છે. ટ્રેડિશનલ પ્રસંગોમાં મહિલાઓ લાખ જવેલરી પહેરવાનું વધુ પસંદ કરે છે અને એટલે જ માર્કેટમાં લાખની બંગડીઓ, જડાઉ સેટ, વીંટી, ટો રિંગ, બ્રેસલેટ જેવી અનેક પ્રકારની એક્સેસરી મળે છે. આમ, લાખની જ્વેલરી દરેક પ્રસંગ માટે યોગ્ય છે. Â મલ્ટિકલર છે ફેવરિટ લાખની એક્સેસરી અલગ અલગ રંગમાં મળે છે જેને ડ્રેસ સાથે મેચ કરી શકાય છે.જોકે આમ છતાં લાખની એક્સેસરીમાં મલ્ટિ કલર એક્સેસરી સૌથી વધારે લોકપ્રિય છે. મલ્ટિ કલર સરળતાથી મળી રહેવાને કારણે તે પાર્ટી જવેલરીમાં પણ સામેલ થઈ ગયા છે. તેની ડિમાન્ડ સિઝનમાં ખાસ કરીને વધી જતી હોય છે. Â સ્ટાઇલિશ બંગડી-કડાં લાખની બંગડી માનુનીઓની ફેવરિટ છે. સ્ટોન જડેલાં લાખનાં કડાં તથા બંગડીઓની માગ પણ બહુ છે. રંગીન પથ્થર જડેલાં આ કડાં દરેક રંગરૂપમાં મળી રહે છે. પાતળી ચાર બંગડીઓ, પેયરની સાથે હાથમાં પહેરવામાં આવતાં કડાંની માગ પણ વધી રહી છે. મીનાકારીની સાથે મોતી અને ડાયમંડના કોમ્બિનેશનમાં તેની પર કરવામાં આવેલી શાનદાર કારીગરી મહિલાઓને આકર્ષિત કરે છે. તે લગભગ દરેક રંગમાં મળી રહેછે. મહિલાઓ અને યુવતીઓમાં તેની લોકપ્રિયતા વધી રહી છે. અસલી લાખની બંગડીઓ અને સેટ ૧૫૦થી ૨૦૦૦ રૂપિયા સુધીમાં મળી રહે છે. Â લાખ અને મીના વર્કનું કોમ્બિનેશન હાલમાં લાખની જવેલરી પર ગન મેટલ પર મીના વર્કની સ્ટાઇલ સૌથી વધારે લોકપ્રિય બની છે. આ સાથે મોતી, મોરની આકૃતિથી ઉભારેલો સેટ, ફૂલની આકૃતિ સાથે રાજસ્થાન થેવા ડિઝાઈન પણ હવે લાખમાં જોવા મળી રહી છે. કેટલાક સેટ્સમાં તો નખશિખ જવેલરી ઉપલબ્ધ હોય છે. આ સેટમાં ટીકો, ઝુમકાં, હાર, નથણી, બંગડી, વીંટી, બાજુબંધ, કરધન, પાયજેબ, બિછિયાની સાથે મેચિંગ બિંદી હોય છે.

અન્ય સમાચારો પણ છે...