તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેશન:લાખેણી લખનવી ચિકનકારીમાં શોભે નાજુક નમણી નાર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લખનવી ચિકનકારી વર્ક કોટન પર કરવામાં આવે છે, પરંતુ હવે એ વોયલ, સિલ્ક, જ્યોર્જેટ તેમજ શિફોન જેવા ફેબ્રિક પર પણ કરવામાં આવે છે

ભારતમાં દરેક પ્રાંતની પોતાની આગવી કારીગરી છે અને દેશના દરેક પ્રાંતમાં બીજા પ્રાંતની કારીગરીને ખુલ્લા દિલથી સ્વીકારવામાં આવે છે. આવી જ એક સુંદર કારીગરી છે લખનઉની લખનવી ચિકનકારી. ઓલ્ડ ઇઝ ગોલ્ડ તેમ જ આ કારીગરી જેટલી જૂની થતી જાય છે એની ખ્યાતિ એટલી જ વધતી જાય છે. } લખનવી ચિકનકારી વર્કની લોકપ્રિયતા લખનવી ચિકનકારી વર્ક મોટાભાગે કોટન પર કરવામાં આવે છે, પરંતુ બદલાતી ફેશન સાથે એ વોયલ, સિલ્ક, જ્યોર્જેટ તેમજ શિફોન જેવા બધાં ફેબ્રિક પર કરવામાં આવે છે. એમાંથી સલવાર-કમીઝ, કુરતા, ટોપ્સ, દુપટ્ટા અને સ્કર્ટ બનાવવામાં આવે છે. લખનવી ચિકનકારી સંપૂર્ણ હેન્ડવર્ક છે અને આ વર્ક હંમેશાં વાઇટ કલરના થ્રેડથી કરવામાં આવે છે. આ વર્ક મોટે ભાગે વાઇટ અથવા પેસ્ટલ શેડનાં કોટન પર કરવામાં આવે છે. આ કારણે એનો લુક સાદગીભર્યો આવો છે જેમાં અનોખી સુંદરતા જોવા મળે છે. } લખનવી ચિકનકારી સલવાર-કમીઝ લખનવી ચિકનકારીની સૌથી વધારે વેરાયટી સલવાર-કમીઝમાં જોવા મળે છે. આ સલવાર-કમીઝમાં રેડીમેડ અને સૂટપીસ મટીરિયલ એમ બે વિકલ્પ મળે છે. જો તમારો આગ્રહ પરફેક્ટ ફિટિંગવાળો ડ્રેસ પહેરવાનો હોય તો સૂટપીસ મટીરિયલમાંથી સિવડાવી શકાય છે. આ વિકલ્પમાં કમીઝ નીચે પહેરવા માટે ચૂડીદાર કે પેન્ટ સિવડાવવું હોય તો થઈ શકે. જો રેડીમેડ લખનવી ડ્રેસ પહેરવો હોય તો એમાં સ્લિપ પહેરવી જરૂરી છે, કારણ કે ડ્રેસમાં ફ્રન્ટ સાઇડ તો વર્કથી ભરેલી હોય છે; પરંતુ બેક સાઇડ આખી પ્લેન હોય છે અને કોટનમાં બનાવેલો હોવાથી ખૂબ પાતળો લાગે છે. જો સલવાર-કમીઝ સિવડાવવાનું પ્લાનિંગ હોય તો લાઇનિંગ જરૂર નાખવું જેથી એક ફિનિશ્ડ લુક આવે. આ લખનવી ચિકનકારી સલવાર-કમીઝ સાથે કોટન અથવા તો ફ્લોઇ દુપટ્ટો પહેરી શકાય છે. } સ્ટાઇલિશ ટોપ અને કુરતી જો તમારે આખો લખનવી ડ્રેસ ન પહેરવો હોય તો તમે કુરતી અથવા ટોપ પહેરી શકો છો. ડેનિમ સાથે શોર્ટ કુરતી સારી લાગશે. હિપ લેન્થની કુરતી અથવા લખનવી ટોપ રેડી હોઝિયરી ધોતી સાથે પણ પહેરી શકાય. જો તમારું સુડોળ શરીર હોય તો કુરતી અથવા ટોપની અંદર બસ્ટિયર પહેરી શકો અથવા તો વાઇટ કલરની કુરતીની અંદર તમે પિન્ક અથવા બ્લુ કલરની બસ્ટિયર પહેરી શકો. } અનોખું ડ્રેસિંગ લખનવી ચિકનકારીમાં સ્ટાઇલિશ સ્કર્ટ યુવતીઓમાં લોકપ્રિય છે. આ સ્કર્ટ એ-લાઇન સ્કર્ટ અને ફ્લેરી એમ બન્ને પેટર્નમાં મળે છે. જો તમારું સુડોળ શરીર હોય તો તમે ફ્લેરી સ્કર્ટ પહેરી શકો.

યુવકોમાં પણ લોકપ્રિય મેન્સવેરમાં લખનવી ચિકનકારી કુરતા બહુ પ્રખ્યાત છે. વ્હાઇટ કુરતા-પાયજામા એક ક્લાસી લુક આપે છે. જો તમારી પાસે લખનવી ફેબ્રિક હોય તો તમે કંઈક અલગ ટ્રાય કરવા માટે એમાંથી શર્ટ બનાવી શકો. શર્ટ તમે ડેનિમ સાથે પહેરી શકો. આ શર્ટ ફુલ સ્લીવ્ઝનું ન બનાવવું અને એને સ્લિમ ફિટ લુક આપવો.

અન્ય સમાચારો પણ છે...