આહાર:જરૂરી પોષકતત્ત્વોની ઊણપ થકવી દેશે...

અમિતા સિંહ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણું શરીર એક મશીન જ છે.

જેવી રીતે મશીનના યોગ્ય સંચાલન માટે નિયમ પ્રમાણે સર્વિસિંગ કરાવવી જરૂરી હોય છે એવી જ રીતે શરીરને પણ યોગ્ય સારસંભાળની સર્વિસિંગની જરૂર હોય છે.

આ કારણે શરીરમાં જે પોષકત્ત્વોની ઊણપ હોય એ દૂર કરવી જરૂરી હોય છે.

આ ઊણપ ભલે પહેલી નજરે જોવા ન મળે પણ એની શરીર પર ચોક્કસપણે નકારાત્મક અસર પડે છે

છોકરીઓ, યુવતીઓ કે પછી મહિલાઓ માટે ત્રણ ખાસ પોષકતત્ત્વો બહુ જરૂરી છે અને એની ઊણપ ઘણી સમસ્યાઓ ઊભી કરે છે પણ તેમને આ વાતનો અહેસાસ જ નથી હોતો.

આ પોષકતત્ત્વો છે પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન. શરીર સારી રીતે કામ કરે એ માટે આહારમાં પૂરતાં પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન લેવું.

 પ્રોટીનની ઊણપ હોય તો સતત થાક લાગે છે, વાળ ખરે છે, નાનકડી બીમારીમાંથી સાજા થવામાં લાંબો સમય લાગી જાય છે અથવા તો કોઇ ઇજા થઇ હોય તો રિકવર થવામાં સરેરાશ કરતા વધારે સમય લાગે છે. કેવી રીતે મળે છે પ્રોટીન? Â બંને સમયના ભોજનમાં એક-એક વાટકી દાળ ખાઓ. (માંસાહારી હો તો દાળની જગ્યાએ એક ઇંડું કે થોડા પ્રમાણમાં માંસાહાર કરો.) Â બંને સમયના ભોજનમાં બે રોટલી અને એક ચમચો ભાત ખાઓ. Â રોજ એક મુઠ્ઠી ભરીને ચણા કે મગફળી ખાઓ.

 કેલ્શિયમ અને વિટામિન ડીની ઊણપથી પગ અને પીઠમાં દુખાવો, મસલ્સમાં નબળાઇ અને હાથ-પગમાં જાણે શક્તિ ન હોય એવો અનુભવ થાય છે. વિટામિન ડીની ઊણપની અસર રોગપ્રતિકારક શક્તિ પર પણ થાય છે. કેવી રીતે મળે વિટામિન ડીનો દૈનિક ડોઝ? Â રોજ 300 મિલીલીટર દૂધ પીઓ અથવા તો ખીર કે પછી ઘરમાં બનેલો આઇસ્ક્રીમ ખાઓ. Â રોજ 45 મિનિટ જેટલો સમય કુમળા તડકામાં ગાળો. Â રોજ ભોજનમાં બે નાનકડી ચમચી તેલના તેલનો સમાવેશ કરો. Â રોજ સવારે 8-10 ભીંજવેલી બદામ ખાઓ. Â અઠવાડિયામાં બેથી ત્રણ વખત બાજરા કે જુવારની રોટલી ખાઓ.

 નિસ્તેજ ચહેરો, બે-ત્રણ કલાકમાં જ થાકી જવું, ચિડિયાપણું, ભૂખ ન લાગવી તેમજ નખ સફેદ થઇ જવા જેવા લક્ષણો આયર્નની ઊણપનો નિર્દેશ કરે છે. ભોજનમાં સમાવેશ કરવાની વસ્તુઓ Â અઠવાડિયામાં ત્રણ વખત ફણગાવેલું અનાજ અથવા કઠોળ. Â અઠવાડિયામાં ત્રણ વખત મઠ અને ચણાનું સેલડ. Â નિયમિત રીતે કિસમિસનું સેવન. (આ તમામ વસ્તુઓમાં રોજ ઓછામાં ઓછી બે વસ્તુઓનું ચોક્કસ સેવન કરો) ધ્યાન રાખો : Â આ આહાર સાથે વિટામિન સીના ડોઝનું પણ ધ્યાન રાખો. સંતુલન માટે પૌંઆ કે સેલડમાં લીંબુ નાખો. આ સિવાય રોજબરોજના આહારમાં શક્ય હોય ત્યાં સુધી આંબળાંનો સમાવેશ કરો. આ આહારના સેવનના 2-3 કલાક સુધી કેફીનયુક્ત ડ્રિન્ક, ચા કે કોફી બિલકુલ ન પીઓ.

અન્ય સમાચારો પણ છે...