લેટ્સ ટોક:લેબિયાપ્લાસ્ટી : ટાઇટ કપડાંમાં ફિટ થવા કરાતી વજાઇનલ સર્જરી

25 દિવસ પહેલાલેખક: મુક્તિ મહેતા
  • કૉપી લિંક
  • લેબિયાપ્લાસ્ટી માટે યોગ્ય સર્જનની પસંદગી કરવાનું અત્યંત જરૂરી છે

ટાઇટ જીન્સ પહેરવાની ઇચ્છા હોય અને એ એ પહેરી શકાય એવું આકર્ષક ફિગર હોવા છતાં અનેક યુવતીઓ ટાઇટ જીન્સ પહેરવાનું ટાળતી હોય છે જેનું કારણ છે ‘કેમલ ટો’. હકીકતમાં ઘણી વખત ટાઇટ પેન્ટ અથવા તો બોટમ પહેર્યા પછી યુવતીઓનાં જનનાંગોનો ઉભાર દેખાય છે જેને ‘કેમલ ટો’ તરીકે ઓળખવામાં આવે છે. હકીકતમાં પેન્ટ, જીન્સ, જેગિંગ્સ અથવા તો લેગિંગ્સ એટલા ટાઇટ ફિટ હોય છે કે ઇન્ટિમેટ એરિયા સાથે ચપોચપ બેસી જાય છે જેના કારણે એ વિસ્તારનો ઉભાર સ્પષ્ટપણે નજરે ચડે છે. આ શેપ ઉંટના પગ જેવો લાગતો હોય છે અને આ કારણે તેને ‘કેમલ ટો’ના નામે ઓળખવામાં આવે છે. કેટલીક યુવતીઓ ‘કેમલ ટો’ને કારણે ભારે શરમ અનુભવે છે તો કેટલીક યુવતીઓને એનાથી ખાસ ફરક નથી પડતો. વિદેશમાં તો હવે કેટલીક યુવતીઓ ‘કેમલ ટો’ હાઇલાઇટ થાય એવું ડ્રેસિંગ કરતી થઇ ગઇ છે કારણે તેઓ માને છે જે કે જે રીતે સ્તનનો ઉભાર સ્વાભાવિક છે એવી જ રીતે આ ઉભાર પણ સ્વાભાવિક છે. જોકે ઘણી યુવતીઓ યોનિની આવી રચનાને કારણે શરમ અનુભવતી હોય છે અને આ સંજોગોમાં ટાઇટ કપડાંમાં ફિટ થવા માટે ‘લેબિયાપ્લાસ્ટી’ તરીકે ઓળખાતી વજાઇનલ સર્જરી કરાવતી થઇ
ગઇ છે.
આકર્ષક લુકની ઘેલછા
આપણા ભારતીય સમાજમાં સૌદર્યંને વધારે પડતું મહત્ત્વ આપી દેવામાં આવ્યું છે જેને કારણે મોટાભાગની દરેક યુવતી વિજાતીય પાત્રને આકર્ષે એવો લુક મેળવવા માટે તત્પર હોય છે. તે ટાઇટ વસ્ત્રોમાં પોતાના સૌદર્યંનું પ્રદર્શન કરવા ઇચ્છે છે અને હવે તે ટાઇટ સ્વેટપેન્ટ્સ કે પછી બોટમ્સમાં ફિટ થવા ડિઝાઇનર વજાઇના (યોનિ)ની ડિમાન્ડ કરતી થઇ ગઇ છે અને આ માટે સર્જરીની મદદ લેતા પણ અચકાતી નથી. લેટેસ્ટ આંકડા પ્રમાણે 2022માં લેબિયાપ્લાસ્ટી કરાવનાર યુવતીઓની સંખ્યા ગત વર્ષ કરતા બમણી થઇ ગઇ છે.
લેબિયાપ્લાસ્ટી શું છે?
લેબિયાપ્લાસ્ટી કરીને મહિલાની યોનિની સાઇઝમાં ઘટાડો કરવામાં આવે છે. મહિલાઓ જ્યારે મોટી યોનિના કારણે ટાઇટ લોઅર પહેરવામાં શરમ અનુભવે છે ત્યારે આ સર્જરી કરાવે છે. જે મહિલાને સર્જરી ન કરાવવી હોય તે આવા ટાઇટ પેન્ટ્સ પહેરવાનું ટાળે છે. આ સર્જરી કરવા માટે જનરલ એનેસ્થેસિયા અથવા તો લોકલ એનેસ્થેસિયાની મદદ લેવામાં આવે છે. આ સર્જરીમાં વજાઇનાના અનવોન્ટેડ ટિશ્યુને લેસર કે પછી નાની સર્જરીથી દૂર કરવામાં આવે છે અને પછી ટાંકા લેવામાં આવે છે. આ સર્જરીમાં એકથી બે કલાક જેટલો સમય લાગે છે અને વ્યક્તિ એ જ દિવસે ઘરે જઇ શકે છે.
લેબિયાપ્લાસ્ટીની આડઅસર
લેબિયાપ્લાસ્ટી એક પ્રકારની કોસ્મેટિક સર્જરી છે જે દૈહિક સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે પણ આ સર્જરીની પણ અનેક આડઅસર છે. એક મેડિકલ રિસર્ચ પછી માહિતી મળી છે કે આ સર્જરી કરાવનાર કેટલીક મહિલાઓ આ સંવેદનશીલ અંગની સંવેદનશીલતા ગુમાવી બેસે છે તો કેટલીક મહિલાઓને સર્જરી પછી ઇન્ફેક્શન તેમજ ઇજાને લગતી અનેક સમસ્યાઓ સર્જાઇ છે. સામાન્ય રીતે આ સર્જરી 18 વર્ષની વય પછી જ કરવામાં આવતી હોય છે કારણ કે આ વય સુધી હજી જનનાંગોનો વિકાસ થઇ રહ્યો હોય છે.
યોગ્ય સર્જનની પસંદગી
જો તમે લેબિયાપ્લાસ્ટી કરાવવાનું નક્કી જ કરી લીધું હોય તો એ માટે યોગ્ય સર્જનની પસંદગી કરવાનું અત્યંત જરૂરી છે. આ સર્જરી માટે જાહેરાતોનો પણ વ્યક્તિના વ્યક્તિગત અનુભવને પ્રાધાન્ય આપવું જોઇએ. આ સર્જરી માટે સર્જનની પસંદગી કરતી વખતે તેના ક્વોલિફિકેશન તેમજ અનુભવ વિશે ખાસ જાણો અને તેના સફળતાના દર વિશે ખાસ જાણો.

અન્ય સમાચારો પણ છે...