સેક્સ સેન્સ:ઇચ્છા જાણો અને આનંદ માણો

એક મહિનો પહેલાલેખક: મેધા પંડ્યા ભટ્ટ
  • કૉપી લિંક

તીય સંબંધની વાત આવે ત્યારે મોટાભાગે સ્ત્રીઓની ઇચ્છા અને કામેચ્છાને મહત્ત્વ આપવામાં આવતું નથી. જેના કારણે ઘણી સ્ત્રીઓ સેક્સમાં સંતોષ અનુભવી શકતી નથી. આનું કારણ એ છે કે પુરુષો તેમની પાર્ટનરને જાતીય સંબંધમાં કેવા પ્રકારની ઇચ્છા છે અને શું જોઈએ છે તે જાણવાનો પ્રયાસ કરતા નથી. તેમની પાર્ટનરને જાતીય જીવનનો આનંદ કઇ રીતે માણવો છે, કેવા પ્રકારે માણવો છે અને કેટલી હદે માણવો છે, તે તમામ બાબતો પુરુષોને ખબર હોવી જરૂરી છે. સમાગમની ક્રિયા જ્યારે ક્રીડામાં પરિણમે ત્યારે તેમને કેવા પ્રકારની વાતો, વિચારો, વસ્તુઓની ઇચ્છા થતી હોય છે તેના વિશે પણ પુરુષોએ માહિતગાર રહેવું જરૂરી છે.
પુરુષોની જેમ મહિલાઓ પણ ઇચ્છતી હોય છે કે તેમના પાર્ટનર તેમની બોડી લેંગ્વેજ પરથી સમજે કે આજે તેઓ ખૂબ જ રોમેન્ટિક મૂડમાં છે અને તેઓ પથારીમાં તેમના પાર્ટનર પાસેથી ઘણું ઈચ્છે છે. મહિલાઓ પણ પુરુષોને તેમની કામેચ્છા વધવાના અને સમાગમની ઇચ્છા હોવાના અનેક સિગ્નલ આપતી હોય છે. તે સિગ્નલને સમજવાની આવડત પુરુષોમાં હોવી જરૂરી છે. જેથી તેઓ પોતાની પાર્ટનરને યોગ્ય સમયે યોગ્ય રીતે સંતોષ પૂરો પાડી શકે. મોટાભાગના પુરુષો એવું વિચારે છે કે તેઓ સ્ત્રી જીવનસાથીને કેવી રીતે ખુશ કરવી તે જાણે છે પરંતુ તેઓ ખોટા છે. આવું એટલા માટે છે કારણ કે તેઓએ એ સમજવાનો પ્રયાસ પણ કર્યો નથી કે તેમના પાર્ટનરને અંતે શું જોઈએ છે. જો તમે તમારા પાર્ટનરને પથારીમાં ખરેખર સંતુષ્ટ અનુભવવા માગો છો, તો કેટલીક બાબતોની જાણકારી તમને હોવી જરૂરી છે..
બૅડ ટોક: તમને આશ્ચર્ય થશે કે જ્યારે પુરુષો પથારીમાં બૅડ ટોક કરે છે ત્યારે સ્ત્રીઓને એ ગમે છે, પરંતુ ઘણી મહિલાઓ ઈચ્છે છે કે તેમનો પાર્ટનર તેમની સાથે પથારીમાં તેમની સાથે જાતીય આનંદને લઇને ખુલ્લેઆમ ચર્ચા કરે. આ પ્રકારની વાતચીત મહિલાઓને વધારે ઉત્તેજિત કરવામાં મદદ કરે છે. જેનાથી સેક્સનો અનુભવ સારો થાય છે.
ધીરજ રાખો: પુરુષોએ ખાસ ધ્યાન રાખવું કે જ્યારે સમાગમની ઇચ્છા હોય ત્યારે શરૂઆતમાં ચુંબન હોય, સેક્સ હોય કે ફોરપ્લે...તેને ક્યારેય 10 મિનિટમાં સમાપ્ત કરવું જોઈએ નહીં. તમારી પાર્ટનર ક્યાંય ભાગી રહી નથી, તે પણ મૂડમાં જ આવી રહી છે. આવી સ્થિતિમાં આરામથી મસ્તી કરતાં કરતાં આગળ વધો અને દરેક ક્ષણનો આનંદ અનુભવો. આ પ્રકારની જાતીય પ્રવૃત્તિ તેમને વધુ આનંદ આપશે અને ચરમસીમા સુધી પહોંચવામાં મદદરૂપ બનશે.
સેક્સ ટોયનો ઉપયોગ: મહિલાઓ બધા સેક્સ ટોયનો ઉપયોગ કરવામાં માનતી નથી પણ વાઇબ્રેટર એવી વસ્તુ છે જેનો ઉપયોગ તેમને કરવો ગમે છે. તે ઇચ્છે છે કે તેમનો પાર્ટનર સેક્સ દરમિયાન તેનો ઉપયોગ કરે. જો તમને લાગે કે તમારા પાર્ટનરને તે ગમશે નહીં અને તમે ક્યારેય તમારા પાર્ટનર સાથે તેની ચર્ચા કરી નથી તો તે વાઇબ્રેટરનો ઉપયોગ કરવા માગે છે કે નહીં તેની ચર્ચા તેની સાથે જરૂરથી કરો. જો તે તમને અન્ય કોઈ સેક્સ ટોય વિશે કહે છે, તો તે પણ સેક્સ દરમિયાન સામેલ થઈ શકે છે. તમે તમારા પાર્ટનરને કઇ રીતે સંતુષ્ટ કરી શકો છો, તે તમામ પ્રયત્નો કરવા તમારા હાથની વાત છે. તો તેને અમલમાં મૂકવામાં અને તેની ચર્ચા કરવામાં ક્ષોભ અનુભવવો નહીં.
કપડાં ઉતારવાં: જ્યારે બે વ્યક્તિઓ આકર્ષાઇને એકમેકમાં ભળવાની શરૂઆત કરે છે ત્યારે પોતપોતાના કપડાં ઊતારતી હોય છે. મહિલાઓને ગમે છે કે તેનો પાર્ટનર પોતાનાં કપડાં ઉતારવાને બદલે તેના કપડાં ઉતારે. આ કરવાની બે રીત છે. એક તો આક્રમક બનીને અને બીજી ધીમે ધીમે પ્રેમથી કપડાં ઊતારી શકો છો. પુરુષ જ્યારે આક્રમક બનીને કપડાં ઊતારવાના મૂડમાં હોય તો ખાતરી કરો કે તે તેમની પાર્ટનરે જે કપડાં પહેર્યા છે તે તેમનાં મનપસંદ તો નથી ને? જેથી આક્રમકતામાં તેને ફાડી નાખ્યા પછી તેણે તમારા પર ગુસ્સો ન કરવો જોઈએ. નહીંતર પ્રેમનો આનંદ ગુસ્સાનું રૂપ લઇ લેશે.
કદર: જેમ પુરુષો ઈચ્છે છે કે મહિલાઓ તેમની પ્રશંસા કરે, તેમ સ્ત્રીઓ પણ ઈચ્છે છે કે પુરુષો સમાગમ ક્રિયા દરમિયાન તેમની પ્રશંસા કરે, તેના કપડાંની પ્રશંસા કરે, તેના શરીરના ભાગોની પ્રશંસા કરે. આ બાબતો દ્વારા તેમના આત્મવિશ્વાસમાં વધારો કરો.
સુગંધનો ઉપયોગ: સેક્સ દરમિયાન મહિલાઓ ઈચ્છે છે કે તેમના પાર્ટનરમાંથી પરસેવાની કે બીજી કોઈ ગંધ ન આવે. તમારા પાર્ટનરને ગમે તેવી સુગંધના પરફ્યુમનો ઉપયોગ કરો
medha.pandya@gmail.com

અન્ય સમાચારો પણ છે...