સેક્સ સેન્સ:સંબંધના જાણો ફાયદા દૂર કરો તમારા કાયદા

20 દિવસ પહેલાલેખક: મેધા પંડ્યા ભટ્ટ
  • કૉપી લિંક
  • સેક્સ એ કુદરતી ક્રિયા છે. જે અલગ-અલગ યુગલો માટે તેમની જાતીય ઈચ્છાઓના આધારે અલગ અલગ હોઈ શકે છે કારણ કે દરેક વ્યક્તિ અને એની પસંદગી એકબીજાથી અલગ છે

સેક્સ એ માનવ જીવનનો મહત્ત્વનો ભાગ છે પરંતુ તેને હંમેશાં સૌથી છેલ્લું સ્થાન આપવામાં આવે છે. પતિ-પત્નીના જીવનમાં તેને ફક્ત સાથે રહેતાં હોવાથી એક શારીરિક ક્રિયાના ભાગરૂપે અથવા તો વંશવેલો આગળ વધારવા માટે કરવામાં આવતી ક્રિયા ગણવામાં આવે છે. સેક્સ કરવાથી સ્ત્રીઓ અને પુરુષોને શારીરિક અને માનસિક રીતે ફાયદો પણ થાય છે. દરેક વ્યક્તિને કેટલો ફાયદો થાય છે એ એના પર નિર્ભર કરે છે કે તમારી સેક્સ કરવાની રીત કેવા પ્રકારની છે. તમે તમારા પાર્ટનર સાથે સેક્સ કરો છો, ત્યારે તમારી માનસિકતા કેવી છે અને તમે આ ક્રિયાને તમારા જીવનમાં શા માટે સ્થાન આપો છો તે અતિ મહત્ત્વનું છે. સેક્સ ફક્ત એકબીજાને ભોગવી લેવા કે ચરમસીમા પ્રાપ્ત કરી લેવા પૂરતી કરવામાં આવતી કોઇ ક્રિયા નથી. પહેલાં તો એ સમજવું જરૂરી છે કે સેક્સ શું છે. દરેક સ્ત્રી અને પુરુષ જાણે છે કે સેક્સ એ મુખ્યત્વે સ્ત્રીની યોનિમાર્ગમાં પુરુષના શિશ્નને દાખલ કરવાની પ્રક્રિયા છે. જે એકદમ સામાન્ય છે અને તેના દ્વારા દરેક મનુષ્યને સુખ પ્રાપ્ત થાય છે. સેક્સ આનંદના હેતુ માટે અથવા પ્રજનન માટે કરવામાં આવે છે. સેક્સનો આનંદ બીજા બધા આનંદોથી અલગ છે. સેક્સ એ કુદરતી ક્રિયા છે. જે અલગ-અલગ યુગલો માટે તેમની જાતીય ઈચ્છાઓના આધારે અલગ અલગ હોઈ શકે છે કારણ કે દરેક વ્યક્તિ એકબીજાથી અલગ છે. દરેક વ્યક્તિ પોતાની માનસિક અને શારીરિક તરસને સંતોષવા માટે સેક્સ કરે છે. સેક્સની કેટલીવાર કરવું તે ક્યારેય નક્કી હોતું નથી કારણ કે સેક્સ કરવું એ વ્યક્તિગત પસંદગી પર નિર્ભર કરે છે. તમારા જીવનમાં બનતી સારી કે ખરાબ ઘટનાઓ તમારી સેક્સ ડ્રાઈવ પર અસર કરી શકે છે. આ સ્ત્રી અને પુરુષ બંનેના જીવનને અસર કરે છે. સેક્સ કરવાના ફાયદા

બ્લડ પ્રેશર ઘટાડે છે

રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે

હૃદયરોગનું જોખમ ઘટાડે છે

આત્મસન્માનમાં વધારો

હતાશા અને ચિંતામાં ઘટાડો

કામવાસનામાં વધારો

તાત્કાલિક કુદરતી પીડામાંથી રાહત

તમને સારી ઊંઘમાં મદદ કરે છે

શારીરિક અને લાગણીશીલ તણાવમાં ઘટાડો

પુરુષો માટે સેક્સના ફાયદા 1. સેક્સ કરવાથી પુરુષોની પ્રજનન ક્ષમતા વધે છે, તે તેમનામાં થતાં વીર્યની ગુણવત્તામાં સુધારો થવાથી જોવા મળે છે. આનાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર વધે છે, જે પુરુષોના જાતીય સ્વાસ્થ્ય માટે જરૂરી છે. 2. સેક્સ મૃત્યુની વયને પણ અસર કરી શકે છે. 3. પુરુષોના સ્નાયુઓને સુધારવામાં પણ સેક્સની ભૂમિકા હોય છે. 4. પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ ઓછું થાય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્ખલનની સંખ્યા સાપ્તાહિક ત્રણ કરતા વધુ વખત વધારવી પ્રોસ્ટેટ કેન્સરના જોખમમાં 15% ઘટાડા સાથે સંકળાયેલ છે. 5. વધુ સેક્સ પુરુષોને લાંબા સમય સુધી તરુણાવસ્થા તરફ દોરી જાય છે, જે તેમની ત્વચાના સ્વાસ્થ્ય અને ઊર્જા સ્તરમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. 6. સ્ખલન પ્રક્રિયા તણાવ ઘટાડવામાં અને સ્ખલિત વીર્ય સાથે શરીર દ્વારા કાર્સિનોજેનિક એજન્ટોને બહાર કાઢવામાં મદદ કરે છે. સ્ત્રીઓને થતાં ફાયદા મહિલાઓમાં સેક્સના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. મહિલાઓ એક ચોક્કસ ઉંમર પછી કે બાળકો થયા પછી ઘણીવાર પતિ સાથે સેક્સ કરવાનું ટાળતી હોય છે. આવી મહિલાઓને રેગ્યુલર સેક્સ કરવાથી થતાં ફાયદા વિશે ખબર હોતી નથી. 1. સેક્સથી મહિલાઓમાં એસ્ટ્રોજનનું સ્તર વધે છે, જેનાથી તેમની પ્રજનન ક્ષમતા વધે છે. પ્રજનનક્ષમતા ઉપરાંત એસ્ટ્રોજન સ્ત્રીઓમાં અન્ય ઘણા કાર્યો પણ કરે છે. 2. તે સ્તનની પેશીઓના વિકાસમાં મદદરૂપ થાય છે. 3. તે યોનિમાર્ગ લુબ્રિકેશનને પણ સુધારે છે. 4. સ્તન કેન્સરનું જોખમ ઓછું થાય છે. 5. સેક્સથી મહિલાઓની ત્વચા પણ સારી થઈ શકે છે. ચહેરાની ઝીણી રેખાઓ અને કરચલીઓ ઘટાડવામાં તેની ભૂમિકા છે. સ્ત્રીઓની ત્વચાની ગુણવત્તાને સુધારવામાં સેક્સ ભૂમિકા ભજવી શકે છે. medha.pandya@gmail.com

અન્ય સમાચારો પણ છે...