તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્સ સેન્સ:ચુંબન : બે હોઠની સાથે હૃદયને બાંધતું બંધન

મેધા પંડ્યા ભટ્ટ7 દિવસ પહેલા
 • કૉપી લિંક

હોઠો સે છૂલો તુમ, મેરા ગીત અમર કર દો... બન જાઓ મીત મેરે, મેરી પ્રીત અમર કર દો... હોઠનો સ્પર્શ થતા મૌન સર્જાય છે અને મૌનને પણ સાંભળી શકાય છે. મૌનમાં જે ક્રિયા હોઠ દ્વારા થાય છે, તેને આપણે ચુંબન કહીયે છીએ. ચુંબન એક એવી ક્રિયા છે જે બે મનની સાથે તનને પણ એકરૂપ કરે છે. આ શબ્દ સાંભળતાની સાથે જ તન-મનમાં એક અલગ પ્રકારની ઝણઝણાટીનો અનુભવ થાય છે. ચુંબન એ ફક્ત બે વ્યક્તિને નહીં પણ બે હૃદયને પણ એકબીજા સાથે જોડી દે છે. તેનાથી બે વ્યક્તિને એકબીજા પ્રત્યે રહેલી લાગણી અને ખેંચાણનો અનુભવ થાય છે. તમે તમારા પ્રિયજનને લાંબા સમય પછી મળો ત્યારે એકમેકની સાથે ચુંબનની જે આપ-લે થાય છે, તેનું આકર્ષણ કેવું અને કેટલું હોય તે તો તે વ્યક્તિ જ અનુભવી શકે છે. જોકે ચુંબનના અનેક પ્રકાર છે. તમને તમારા પ્રિયજન તરફથી ક્યા પ્રકારનું ચુંબન શરીરના ક્યા ભાગ પર કરવામાં આવે છે તે પણ સંબંધમાં મહત્ત્વનું હોય છે. જો તમારા પ્રિયજન તરફથી તમને કપાળમાં ચુંબન કરવામાં આવતું હોય તો તમે એકબીજા સાથે ખૂબ ખુશ રહી શકો છો અને બંનેને એકબીજા માટે પ્રેમ-કાળજી છે તેવો સંકેત મળે છે. જો હાથ પર ચુંબન કરવામાં આવતું હોય તો તમે એકબીજા પ્રત્યે ખૂબ આદર-સન્માન જાળવો છો તેવો સંકેત અને જો ગળાના ભાગમાં ક્યારેક ચુંબન કરવામાં આવતું હોય તો તમને એકબીજાની જરૂર છે અને એકબીજા વિના રહી શકતા નથી તેવો સંકેત મળે છે. તમે પ્રેમમાં ક્યારેક ખભા પર ચુંબન હળવી કે આક્રમક પ્રતિક્રિયારૂપે કરી દેતા હો તો તે દર્શાવે છે કે તમે બંને એકબીજા સાથે પરફેક્ટ છો. તે સિવાય જો ક્યારેક ચુંબનની ક્રિયા બચકાં ભરવાની ક્રિયા બની જતી હોય તો પણ સમજવાની જરૂરી છે. તેને પ્રેમની ભાષામાં લવ બાઇટ્સ કહેવામાં આવે છે. જોકે તે પ્રેમીજનોને ખૂબ પસંદ હોય છે. પ્રેમી દ્વારા પ્રેમના નિશાન શરીર પર લેવાં અને આપવાં તે ઝનૂની પ્રેમની તેમજ એકબીજા પ્રત્યે આક્રમકતાની નિશાની ગણાય છે. તે પ્રેમમાં કેટલું ઊંડાણ અને સહનશીલતા છે, તેનો નિર્દેશ કરે છે. અંતે જ્યારે હોઠ પર ચુંબન કરવામાં આવતું હોય છે તો તે કેટલું લાંબું અને ગાઢ હોય છે તેના આધારે પ્રેમીના પ્રેમની સાબિતી મળે છે. ગાઢ આલિંગનની જેમ ગાઢ ચુંબન કરનાર પણ ગળાડૂબ પ્રેમમાં હોય છે. તેઓ એકબીજાને ખૂબ પસંદ કરે છે અને પ્રેમ કરે છે તેવું હોઠ પરના ચુંબનથી સાબિત થાય છે. મોહિકા અને કલ્પન બંને ત્રણ વર્ષથી પ્રેમમાં હતા અને હવે લગ્ન કરવા જઇ રહ્યા છે. બંનેની સગાઇ થઇ ત્યારે કલ્પન દ્વારા મોહિકાને વીંટી પહેરાવીને જે હાથ પર ચુંબન કરવામાં આવ્યું તે મોહિકા માટે સૌથી વધારે પ્રિય બની ગયું. બધાની હાજરીમાં કલ્પને તેને ગળે લગાવીને તેના કપાળે ચુંબન કર્યું ત્યારે મોહિકાની આંખમાં ઝળઝળીયાં આવી ગયા. બંને જ્યારે એકલા પડ્યા ત્યારે મોહિકાએ કહ્યું કે તારું હોઠ પરનું ચુંબન મને હંમેશાથી પસંદ છે અને રહેશે પણ આજે જે બન્યું તેમાં મને તારો મારી પ્રત્યેનો પ્રેમ, કાળજી અને આદર અનુભવાયો. હું તારા સ્પર્શથી અને ચુંબનથી હંમેશા ઓળઘોળ થઇ જાઉં છું પણ આજે મને જે અનુભવ થયો તે દિલની સાથે મારી આત્માને પણ સ્પર્શી ગયો. મોહિકાએ આટલું બોલીને કલ્પનના ખભે માથું અડાડી દીધુ. કલ્પને ફરી તેને કપાળે ચુંબન કર્યું અને તેને પોતાના બાહોપાશમાં લઇ લીધી. એક નાનકડાં ચુંબનનો પણ કેટલો અને કેવો અહેસાસ હોય છે, તે આજે બંને જણા સમજી અને અનુભવી શક્યા હતા. દરેક વખતે હોઠ પર કરવામાં આવતું ચુંબન જ અસરકારક હોય છે તે જરૂરી નથી. તમે કઇ રીતે અને કેવા ભાવથી ચુંબન કરી રહ્યા છો તે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. જેના પ્રત્યે પ્રેમ હોય તેના પ્રત્યે આપોઆપ આકર્ષણ થતું હોય છે અને હોઠ સાથે હોઠ મળ્યાની ક્રિયાનું જોડાણ કુદરતી રીતે થઇ જતું હોય છે. ઘણીવાર જે વાતો દિલ નથી કહી શકતી કે કરી શકતી તે ફક્ત બે હોઠ કરી દે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો