તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂડ એન્ડ માઇન્ડ:ખુદી કો કર બુલંદ ઇતના

11 દિવસ પહેલા
 • કૉપી લિંક

દરેક ઘરમાં અત્યારે સંવેદનશીલ વાતાવરણ ચાલી રહ્યું છે. દરેક માણસ પોતાની રીતે ઘરકામમાં મદદ કરી રહ્યો છે. નાનાં બાળકથી લઇને વયોવૃદ્ધ વ્યક્તિ સુધીનાં બધાં જ સભ્યો પોતાના ભાગે આવતું કામ પણ કરે છે અને પરિવારનો સ્ટ્રેસ પણ વહેંચી રહ્યા છે. આ સમયે જરૂરી છે કે દરેક સભ્ય પોતાની જાતને મોટિવેટ કરે અને આ વિશિષ્ટ સમયમાં ટકી રહે. સેલ્ફ કમ્પેશનનો રોલ ખૂબ જ મહત્ત્વનો બની ગયો છે. દરેકે વિચારવું જોઇએ કે અત્યારની પરિસ્થિતિ માત્ર એના માટે જ નથી, દરેક માણસ તેને સહન કરી રહ્યો છે. વધારે પડતા કરુણાર્દ્ર પોતાનાં માથાં પર બધો જ ભાર લઇને ફરવાની પણ જરૂર નથી. જરૂર છે સ્ટ્રેસને વહેંચવાની, આવું કરવાથી જ ટેન્શન દૂર થશે. પરિવારના તમામ સભ્યો યોગ્ય પ્રમાણમાં પોતાની ક્ષમતા અનુસાર સ્ટ્રેસની વહેંચણી કરી શકે છે. જ્યારે પણ કોઇ અસામાન્ય લાગણીઓનો અનુભવ થાય ત્યારે બધાંએ શાંતિથી બેસીને તેનું એસેસમેન્ટ કરવું જોઇએ. વધુ પડતી ઉતાવળ બેદરકારીને સ્થાન આપે છે. માઇન્ટફુલનેસ ટેક્નિક દ્વારા માત્ર લાગણીઓનો જવાબ શોધવાની જગ્યાએ તર્કબદ્ધ રીતે ચર્ચા-વિચારણા કરવાથી યોગ્ય રસ્તો મળી આવે છે. જ્યારે કોઇ વ્યક્તિ આફતભરી સ્થિતિમાં મુકાઇ જાય છે ત્યારે તેમાંથી બહાર આવવા માટે તેણે પોતાની સાથે સેલ્ફ ટોક કરવી જરૂરી બની જાય છે. આ સેલ્ફ ટોકમાં નકારાત્મક વાતો જેવી કે ‘મારો વાંક છે… મારી ભૂલ છે… મારાથી કંઇ જ થઇ શક્યું નહીં…’ જેવાં વિધાનો કરવાં ન જોઇએ. નકારાત્મક વિધાનોથી પરિસ્થિતિ વણસી શકે છે. સ્વયંને મોટિવેટ કરી શકાય તે માટે હકારાત્મક વિધાનો વિચારવા જોઇએ. ‘ના’ શબ્દનો ઉપયોગ નહીંવત્ કરવો જોઇએ. આ ઉપરાંત પોતાનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સાચવવું જોઇએ. પોષણયુક્ત ખોરાક અને પૂરતી ઊંઘ શરીરને સ્વાસ્થ્ય બક્ષે છે. તે જ રીતે ડીપ બ્રીધિંગ અને રિલેક્સેશન જેવી ટેક્નિકથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. અત્યારે માણસની સૌથી મોટી જરૂરિયાત કરુણા છે. આ માટે પરિવારના તમામ સભ્યો વચ્ચે એકમત હોવો જોઇએ. બધા સભ્યો વચ્ચેનો તાલમેલ અને દરેકની જરૂરિયાતને સમજવાની મેચ્યોરિટી ખૂબ મહત્ત્વની બની જાય છે. શક્ય તેટલા ઓછા મતભેદ સર્જાય અને હવે પછી શું કરીશું તેનો રસ્તો યોગ્ય રીતે શોધી શકાય તે માટે બધાંએ સાથે રહીને ચાલવું જોઇએ. આ વાત આપણે આપણા મન પાસેથી જ શીખવાની છે. સેલ્ફ કમ્પેશન (સ્વકરુણા)થી વધારે આ બાબત માટે આપણી પાસે બીજું કોઇ સારું હથિયાર નથી. સમય વિકટ છે, એ ચાલ્યો જશે, પરંતુ સમય સાથે મનની મક્કમતા જળવાઇ રહે તે જરૂરી છે. મૂડમંત્ર ઃ નિ:સહાયતા સામે મનની અંદર ડોકિયું કરીને જેટલા પણ રિસોર્સિસ બચ્યા હોય તેનો સદુપયોગ કરવો તે જ સફળતાનું રહસ્ય છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો