ફિટનેસ મંત્ર:પગને રાખો ફિટ & ફાઇન

એક મહિનો પહેલાલેખક: સ્નિગ્ધા શાહ
  • કૉપી લિંક

આપણે પગને તો મેનિક્યોર, નખને નેલપોલિશ દ્વારા ખૂબ સજાવીએ છીએ, પણ તેની યોગ્ય સંભાળ લેવાનો વિચાર ભાગ્યે જ આવે છે. જેના પરિણામે તળિયાં અને પંજાનો થાક, ખેંચાણ, ગોઠણ અને પંજામાં દુખાવો વગેરે થાય છે. આનાથી છુટકારો મેળવવો હોય કે તેને દૂર રાખવા હોય તો કેટલાક પગલાં પગ માટે પણ લેવા જરૂરી છે. ટોવેલ કર્લ : ખુરશી પર સીધાં બેસો. જમીન પર ટોવેલ કે નેપ્કિન પાથરી તેના પર પગ મૂકો. હવે માત્ર પગની આંગળીઓની મદદથી ટોવેલને તમારી તરફ ખેંચો. પંજાની મદદ નથી લેવાની. પછી આંગળીઓ ખોલીને ટોવેલ છોડી દો. આ જ પ્રક્રિયા બીજા પગથી પણ કરો. દરરોજ છથી આઠ વાર આ પ્રક્રિયા બંને પગથી કરવાનું રાખો. લાભ : આનાથી પગમાં લોહીનું પરિભ્રમણ અને પગની લચકમાં સુધારો થાય છે. રોલ ધ બોલ : ખુરશી પર બેસો. જમીન પર ટેનિસ બોલ રાખી તેને પગના તળિયાંથી રોલ કરો. એડીથી લઇને પગની આંગળીઓ સુધી આ બોલ ફેરવવાનો છે. આવું બે-ત્રણ મિનિટ કરો. બીજા પગથી પણ આ જ પ્રક્રિયા કરો. આવું રોજ બે વાર કરો. આના માટે નાનો બોલ પણ લઇ શકો છો. લાભ : આર્ચનો દુખાવો દૂર થશે અને પગની લચકતામાં વધારો થશે. સીટેડ સ્ટ્રેચ : ખુરશી પર સીધાં બેસી જાવ અને જમણા પગને ડાબા પગ પર ગોઠવો. હવે પંજાને હાથની મદદથી પાછળની તરફ ખેંચો. દસ સેકંડ એ સ્થિતિમાં રહેવા દઇ પછી તેને આગળની તરફ ખેંચો. આવી જ રીતે બીજા પગના પંજાને પણ સ્ટ્રેચ કરો. આ રીતે બંને પગને પંદર-પંદર વાર કરો. લાભ : પગનો થાક દૂર થશે અને આંગળીઓ મજબૂત બનશે

અન્ય સમાચારો પણ છે...