તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમન ઇન ન્યૂઝ:સાઇબર ક્રાઇમ પર કામાક્ષીની ચાંપતી નજર, મેળવી મોટી સિદ્ધિ

મીતા શાહ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામાક્ષી શર્મા સાઇબર એક્સપર્ટ તરીકે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના 5000થી વધારે પોલીસકર્મીઓને સાઇબર અપરાધ રોકવાની ટ્રેનિંગ આપી ચૂકી છે

દિલ્હી નજીકના ગાઝિયાબાદ શહેરમાં રહેતી કામાક્ષી શર્મા સાઇબર એક્સપર્ટ છે. સાઇબર ક્રાઇમ પર અંકુશ મેળવવા અને લોકોમાં આ વિશે જાગૃતિ લાવવાનાં અભિયાન અંતર્ગત કામાક્ષીએ 50 હજાક પોલીસકર્મીઓને પણ પ્રશિક્ષણ આપ્યું છે અને તેની આ સિદ્ધિ બદલ તેનું નામ ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ’માં નોંધવામાં આવ્યું છે. તેના પ્રયાસ બદલ આ પહેલાંં તેનું નામ ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ’ અને ‘એશિયા બુક ઓફ રેકોર્ડ’માં પણ નોંધવામાં આ‌વ્યું છે. 2017માં ગઢવાલ વિશ્વવિદ્યાલયમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બી. ટેક. કરનાર કામાક્ષી સાઇબર ક્રાઇમના વિષયની એક્સપર્ટ છે. કામાક્ષી શર્મા સાઇબર એક્સપર્ટ તરીકે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના 5000થી વધારે પોલીસકર્મીઓને સાઇબર અપરાધ રોકવાની ટ્રેનિંગ આપી ચૂકી છે. એન્જિનિયરિંગના અભ્યાસ પછી સાઇબર ક્રાઇમનો ખાસ અભ્યાસ કરીને એ પોલીસને સાઇબર ક્રાઇમને લગતા ગુનાઓ ઉકેલવામાં મદદ કરી રહી છે. તે સાઇબર વર્લ્ડમાં સક્રિય ભારતના દુશ્મન આતંકીઓની હિલચાલ પર પણ ચાંપતી નજર રાખી રહી છે. મેરઠમાં જન્મ કામાક્ષી શર્માનો જન્મ મેરઠમાં થયો છે. તેના પિતા રઘુ શર્મા દિલ્હીમાં એક ખાનગી કંપનીમાં કર્મચારી છે જ્યારે તેની માતા હાઉસવાઇફ છે. કામાક્ષીએ પોતાનો શરૂઆતનો અભ્યાસ ગાઝિયાબાદની પબ્લિક સ્કૂલમાંથી કર્યો છે. તે 2015માં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી હતી ત્યારે બનેલી એક ઘટનાએ જીવનમાં મોટું પરિવર્તન લાવી દીધું. આ ઘટના વિશે વાત કરતા કામાક્ષી કહે છે કે ‘હું જ્યારે એન્જિનિયરિંગનાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે મારી સાથે ભણતી એક છોકરી સાઇબર ક્રાઇમનો ભોગ બની હતી. કોઇએ એ છોકરીનું ફેક આઇડી બનાવીને તેના નામે બધાને અશ્લીલ મેસેજ મોકલ્યા હતા. પોતાની બદનામી સહન ન થતા એ યુવતી કોલેજ છોડી ગઇ હતી. મેં આ કેસમાં તપાસ કરીને ગુનેગારને શોધી કાઢ્યો હતો. હું આ રીતે મારી મિત્રને તેનો આત્મવિશ્વાસ પાછો મેળવવામાં મદદ કરી શકી હતી. આ કિસ્સા પછી મેં સાઇબર વર્લ્ડને સમજવાનું નક્કી કર્યું.’ કામાક્ષીએ અભ્યાસ પછી સાઇબર ટ્રેનિંગ લીધી હતી અને પછી એથિકલ હેકિંગનો ઓનલાઇન પ્રોગ્રામ પાસ કર્યો છે. તેણે જે ટૂલ શોધ્યું છે એની મદદથી સાઇબર ટેરરિઝમથી માંડીને ઓનલાઇન ડેટાની ચોરી, સોશિયલ મીડિયામાં છોકરીઓની હેરાનગતિ તેમજ બેંકમાંથી પૈસા કાઢી લેવા જેવા સાઇબર ક્રાઇમનું પગેરું મેળવી શકાય છે. આ રીતે સરળતાથી ગુનેગારને શોધી શકાય છે. મિશનની શરૂઆત પોતાની કામની શરૂઆત વિશે કામાક્ષી કહે છે કે ‘હું કંઇક એવું કરવા ઇચ્છતી હતી જેનાથી દેશમાં વધી રહેલા સાઇબર ક્રાઇમ પર લગામ કસાય. એક એન્જિનિયર તરીકે આ કામ થોડું મુશ્કેલ હતું. જોકે મારા કામ માટે મેં પોલીસ વિભાગનો સંપર્ક કર્યો અને તેમનો હકારાત્મક પ્રતિભાવ મળતા હું મારાં મિશન પર નીકળી પડી. મેં આખા દેશની પોલીસને એક પ્લેટફોર્મ પર લાવીને સાઇબર ક્રાઇમને ઉકેલવાનું એક મોડ્યૂલ તૈયાર કર્યું.’ લાખોના પગારને સ્પષ્ટ ના સાઇબર એક્સપર્ટ તરીકે નામના મેળવ્યા પછી કામાક્ષીને ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓમાંથી લાખો રૂપિયાના પગારના પેકેજની ઓફર આવી હતી પણ તેણે આ નોકરીઓ માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. પોતાના આ નિર્ણયનું કારણ જણાવતા કામાક્ષી કહે છે કે, ‘હું જે કામ કરી રહી છું એ દેશની સેવા સાથે જોડાયેલું છે. આજે સાઇબર સંસ્કૃતિના વિકાસ સાથે ભારતીય સંસ્કૃતિ ખતરામાં આવી ગઇ છે. લોકો સાઇબર વર્લ્ડનો અયોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યા હોવાના કારણે સાઇબર ક્રાઇમ પણ વધી રહ્યો છે. આ સંજોગોમાં હું પોલીસને શક્ય એટલી મદદ કરવા ઇચ્છું છું.’

અન્ય સમાચારો પણ છે...