બ્યુટી:જોજો...કપાઇ ન જાય સુંદરતાનો પેચ!

એક મહિનો પહેલાલેખક: કાવ્યા વ્યાસ
  • કૉપી લિંક

14 અને 15 જાન્યુઆરીએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર ઉજવવાની શોખીન યુવતીઓ આ તહેવારની ઉજવણી દરમિયાન પોતાની ત્વચાની જાળવણી રાખે એ બહુ જરૂરી છે. જો આ સેલિબ્રેશન દરમિયાન ત્વચાની કાળજી પ્રત્યે બેદરકારી દાખવવામાં આવે તો એને નુકસાન પહોંચે છે. જોકે કેટલીક બ્યુટી ટિપ્સ છે જેનું પાલન કરવાથી ત્વચાની સુંદરતા નિખરી શકે છે. ઉત્તરાયણ પહેલાં આ ઉપાયો કરવાથી ચોક્કસ ફાયદો થાય છે. આ સિવાય ઉત્તરાયણમાં ધાબા પર તડકામાં સમય પસાર કરતી વખતે યોગ્ય સનસ્ક્રિન લોશન લગાવવાથી ત્વચાને નુકસાન થતું અટકાવી શકાય છે. Â ત્વચાની રંગત નિખારતા દેશી નુસખા : ઉત્તરાયણના પહેલાં ચણાનો લોટ, હળદરની ગાંઠ, બદામનું તેલ અને ચંદન પાઉડરને ઘસીને ચહેરા પર લગાવી મોઢું ધોવાથી ચામડી સુંવાળી અને ગોરી બની જશે. આ સિવાય સારી ક્વોલિટીના સાબુ પર થોડીક ખાંડ ભભરાવીને ચહેરા પર થોડીક વાર સુધી ઘસો, ત્યાર બાદ પાણી વડે ચહેરો સાફ કરી લો. આ સ્ક્રબ ત્વચા પરના ડાઘને દૂર કરશે. ચહેરાનો રંગ નિખારવા માગતા હો તો મલાઈમાં સફરજનનો રસ મિક્સ કરો. તેને ચહેરા પર હળવા હાથે લગાવો. આવું રોજ કરવાથી ચહેરો ગોરો બનશે અને ઉત્તરાયણ સુધી તો ચહેરો સરસ ખીલેલો બની જશે. Â યોગ્ય સનસ્ક્રીનની પસંદગી : મોટાભાગના ભારતીય લોકો માટે SPF 15ની ગુણવત્તા ધરાવતું સનસ્ક્રીન પૂરતું છે. જે લોકોનો રંગ વધારે પડતો ગોરો છે અથવા તો જેમની ત્વચા કેન્સર કોઇ વારસાગત રોગ પ્રત્યે વધારે પડતી સંવેદનશીલ છે, એમણે SPF 30 અથવા તેનાથી વધારે એસપીએફ ધરાવતું ગુણવત્તાસભર સનસ્ક્રીન લગાવવું જોઇએ. તમામ પ્રકારના સ્કીનટોન ધરાવતી વ્યક્તિએ સનસ્ક્રીન તો લગાવવું જ જોઇએ. સનસ્ક્રીનને તડકામાં ધાબા પર જવાની 15થી 30 મિનિટ પહેલા લગાવવું જોઇએ. આ સિવાય દર બે કલાક બાદ સનસ્ક્રીન લગાવવું જોઇએ. હકીકતમાં તડકાનાં અલ્ટ્રાવાયલેટ કિરણો આપણી ત્વચાના અંદર સુધી પ્રવેશ કરી જતી હોય છે

અન્ય સમાચારો પણ છે...