તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મૂળ ભારતીય અર્થશાસ્ત્રી જયતિ ઘોષની યુનાઇટેડ નેશન્સ દ્વારા હાઇ લેવલ એડવાઇસરી બોર્ડમાં નિમણૂક કરવામાં આવી છે. યુએન દ્વારા 20 જેટલા ટોચના અર્થશાસ્ત્રીઓની એક કમિટી બનાવવામાં આવી છે જે કોવિડ પછીની પરિસ્થિતિમાં દુનિયાના અર્થશાસ્ત્ર સામેના પડકારોનો ઉકેલ લાવવાના વિકલ્પો વિશે યુએનને સૂચન આપશે. આ કમિટીમાં જયતિ ઘોષને પણ ખાસ સ્થાન મળ્યું છે. જયતિ ઘોષ ભારતીય ઇકોનોમિસ્ટ છે જેમનું ડેવલપમેન્ટ ઇકોનોમિક્સના ક્ષેત્રમાં વિશેષ પ્રદાન છે. હાલમાં તેઓ નવી દિલ્હી ખાતે આવેલી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇકોનોમિક સ્ટડીઝ એન્ડ પ્લાનિંગના ચેરપર્સન છે. તેઓ ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ, વિકાશશીલ દેશોમાં રોજગારીની તકો, મેક્રોઇકોનોમિક પોલિસી તેમજ લિંગભેદ અને વિકાસ જેવા મુદ્દાઓના નિષ્ણાત ગણાય છે. તેમણે આ મુદ્દાના દરેક પાસાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. 65 વર્ષનાં જયતિ ઘોષ યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતા. તેઓ લગભગ 35 વર્ષ સુધી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર ભણાવી ચૂક્યાં છે અને તેઓ આ વિષય પર અનેક પુસ્તક પણ લખી ચૂક્યા છે. ધ યુએન ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ (UNDESA) દ્વારા વૈશ્વિક સ્તરે આર્થિક અને સામાજિક વાતાવરણને સક્ષમ બનાવવા માટે હાઇ લેવલ એડવાઇસરી બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડ મળીને આગામી બે વર્ષ સુધી દરેક સ્તરે કામ કરશે. આ બોર્ડમાં દરેક ક્ષેત્રના તજજ્ઞોને સ્થાન આપવામાં આવ્યું છે. જયતિ ઘોષને પણ આ બોર્ડમાં સ્થાન મળ્યું છે. 1955માં જન્મેલા જયતિ ઘોષે તેમની M.A. અને M. Phil.ની ડિગ્રી અર્થશાસ્ત્ર જેવા વિષયમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી જેવી ખ્યાતનામ યુનિવર્સિટીમાંથી મેળવી છે. તેમણે 1984માં તેમનો Ph.D.નો અભ્યાસ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કર્યો છે. તેમણે ટફ્સ યુનિવર્સિટી તેમજ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચરરની જવાબદારી નિભાવી છે અને સાથે સાથે ભારતની ટોચની શિક્ષણ સંસ્થાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી પણ રહી ચૂક્યા છે. જયતિ દિલ્હીના નોન પ્રોફિટ ટ્રસ્ટ ‘ઇકોનોમિક રિસર્ચ ફાઉન્ડેશન’ના ફાઉન્ડર પણ છે. આ સંસ્થા ઇકોનોમિક રિસર્ચ કરી રહી છે. તેઓ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ અસોશિયેટ્સ (IDEAS)માં એક્ઝિક્યુટિવ સેક્રેટરી તરીકે પણ કાર્યરત છે. જયતિ ઘોષ ‘વેસ્ટ બેંગાલ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ’ના મુખ્ય લેખક હતા અને આ રિપોર્ટના ઉત્તમ એનાલિસીસ બદલ તેમને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પ્રાઇઝ પણ મળ્યું છે. તેઓ અર્થશાસ્ત્રના નિષ્ણાત છે અને ઇકોનોમિક્સ તેમજ કરંટ અફેર્સ વિશે અનેક ટોચના નેશનલ અને ઇન્ટરનેશનલ મેગેઝિનમાં કોલમ લખે છે. તેમને ઇન્ટરનેશનલ લેબલ ઓર્ગનાઇઝેશન તરફથી તેમની સિદ્ધિ બદલ નવાજવામાં આવ્યા છે. જયતિ ઘોષની ગણતરી વિશ્વના ખ્યાતનામ અર્થશાસ્ત્રી તરીકે થાય છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.